GUJARATI

જય શાહે કેમ આપવી પડી 2 ધૂરંધર ક્રિકેટરોને ચેતવણી? નિયમ સમજાવતા કહ્યું- મે જે કડક...

જે ખેલાડીઓ એક સમયે ટીમ ઈન્ડિયાના ઊભરતા ખેલાડીઓ કહેવામાં આવતા હતા તેમના પર અચાનક આ વર્ષે ફેબ્રુઆરીમાં બીસીસીઆઈએ કડક કાર્યવાહી કરી નાખી. જેનો પ્રભાવ તેમની કરિયર ઉપર પણ જોવા મળ્યો. હવે બીસીસીઆઈએ આ બંને ખેલાડીઓને એકવાર ફરીથી ચેતવી દીધા છે. આ બે ખેલાડીઓ છે શ્રેયસ ઐય્યર અને ઈશાન કિશનય જેમણે બીસીસીઆઈના ઘરેલુ ક્રિકેટ રમવાના ઓર્ડરને નકાર્યો હતો. જેના પગલે આ બંનને બોર્ડે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી પણ બાકાત કરી દીધા હતા. 2 દિવસ પહેલા ટીમની જાહેરાત હાલમાં જ બીસીસીઆઈએ દુલીપ ટ્રોફી ટુર્નામેન્ટ માટે ચાર ટીમોની જાહેરાત કરી. જેમાં શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ જેવા મોટા નામ પણ જોવા મળ્યા. ટીમ ડીમાં શ્રેયસ ઐય્યર અને ઈશાન કિશનના નામ પણ હતા. સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર થયા બાદ શ્રેયસ ઐય્યરની તો ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ ચૂકી છે. પરંતુ ઈશાન કિશન માટે સફર હજુ મુશ્કેલ જોવા મળી રહી છે. જો કે જય શાહે સ્પષ્ટ કર્યું કે હવે જે પણ ખેલાડી ઈજાના પગલે ટીમ ઈન્ડિયામાંથી બહાર તશે તેમણે ઘરેલુ ક્રિકેટમાં પોતાને સાબિત કરવા પડશે અને ત્યારબાદ ટીમ ઈન્ડિયામાં તેમની વાપસી થશે. શું બોલ્યા જય શાહ? જય શાહે દુલીપ ટ્રોફી અંગે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા કહ્યું કે જો તમે દુલીપ ટ્રોફીની ટીમ જુઓ તો રોહિત અને વિરાટ હાલ બ્રેક પર છે. આ સિવાય બાકી ખેલાડીઓ રમશે. મે જે કપરા પગલાં ભર્યા છે તેના કારણે જ શ્રેયસ ઐય્યર અને ઈશાન કિશન દુલીપ ટ્રોફી રમી રહ્યા છે. જય શાહે સમજાવ્યો રૂલ તેમણે વધુમાં કહ્યું કે અમે થોડા કડક છીએ. જ્યારે રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થયો હતો ત્યારે મે જ તેને બોલાવ્યો હતો અને ઘરેલુ મેચ રમવા માટે કહ્યું હતું. હવે એ નક્કી છેકે જે પણ ઈજાગ્રસ્ત થઈને બહાર રહેશે તે ઘરેલુ ક્રિકેટમાં પોતાની ફિટનેસ સાબિત કર્યા બાદ જ ભારતીય ટીમમાં પાછા ફરી શકે છે. જય શાહે રોહિત શર્મા અને વિરાટ કોહલીને આ ટુર્નામેન્ટમાંથી બ્રેક આપ્યો છે જેની પાછળ વર્ક લોડ છે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.