GUJARATI

Panchamrit: જન્માષ્ટમીની પૂજા માટે 5 વસ્તુના પરફેક્ટ માપ સાથે બનાવો પંચામૃત, જાણો પંચામૃત બનાવવાની સાચી રીત

How To Make Panchamrit: દર વર્ષે દેશભરમાં જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ઉજવે છે. કૃષ્ણ મંદિરોમાં વિશેષ દર્શન અને પૂજા-પાઠનું આયોજન કરવામાં આવે છે અને સાથે જ લોકો ઘરે પણ કૃષ્ણ જન્મ ઉજવતા હોય છે. જન્માષ્ટમીના દિવસે ઘરમાં પણ વિશેષ રીતે શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે. આ પણ વાંચો: Recipe: જન્માષ્ટમીનો ભોગ પંજીરી વિના અધુરો, જાણો શ્રીકૃષ્ણની પ્રિય પંજીરીની રેસિપી આ વર્ષે જન્માષ્ટમીનો તહેવાર 26 ઓગસ્ટ અને સોમવારે ઉજવવામાં આવશે. જન્માષ્ટમીના પર્વમાં ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરી તેમને 56 પ્રકારના અલગ અલગ પકવાન પીરસવામાં આવે છે. ભગવાનના ભોગમાં સૌથી મહત્વનું હોય છે પંચામૃત. પંચામૃતને ભગવાનના ભોગમાં પણ ધરવામાં આવે છે અને તેનાથી ભગવાનને સ્નાન પણ કરાવવામાં આવે છે. આ પણ વાંચો: Belly Fat: 40 ની કમર પણ થઈ જશે 26 ની.. પેટની ચરબી ઉતારવા અપનાવો આ 1 સરળ ઘરેલુ ઉપાય એ વાત તો સૌ કોઈ જાણે છે કે 5 વસ્તુઓથી પંચામૃત બને છે. પરંતુ મોટાભાગના લોકો એ નથી જાણતા કે આ 5 વસ્તુઓનું માપ શું હોય છે અને પંચામૃત બનાવવાની સાચી વિધિ શું છે. આજે તમને પંચામૃત બનાવવાની સાચી રીત જણાવવીએ. પંચામૃતમાં સાકર, દૂધ, મધ, દહીંનો ઉપયોગ થાય છે. પરંતુ આ 5 વસ્તુ યોગ્ય માપ સાથે ઉમેરવાની હોય છે. જો તમને પંચામૃત બનાવવા માટે કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં લેવી તેનો ખ્યાલ ન હોય તો આજે તમને જણાવી દઈએ. આ પણ વાંચો: Thick Malai: આ ટીપ્સ ફોલો કરશો તો રોજ દૂધ પર જામશે જાડી મલાઈ, ઘી પણ થાશે વધારે પંચામૃત બનાવવા માટેની સામગ્રી દૂધ એક કપ દહીં બે મોટી ચમચી દેશી ઘી એક મોટી ચમચી મધ એક મોટી ચમચી સાકર એક મોટી ચમચી આ પણ વાંચો: Kankhajura: બાથરુમમાં વારંવાર નીકળે છે કાનખજૂરા? આ ટીપ્સ અપનાવી મેળવો કાયમી મુક્તિ પંચામૃત બનાવવાની રીત પંચામૃત બનાવવા માટે સૌથી પહેલા એક સાફ વાસણમાં એક કપ દૂધ લેવું, દૂધ રૂમ ટેમ્પરેચર પર હોય તેવું જ લેવું. હવે તેમાં બે ચમચી તાજુ દહીં ઉમેરવું. દહીં પણ ખાટું ન હોય તે વાતનું ધ્યાન રાખવું. ત્યાર પછી તેમાં એક ચમચી ઘી ઉમેરો. ઘી ઉમેર્યા પછી દૂધ અને દહીંને સારી રીતે મિક્સ કરો. ત્યાર પછી તેમાં મધ ઉમેરો અને એક મિનિટ માટે ચારેય સામગ્રીને સારી રીતે હલાવો. ત્યાર પછી તેમાં છેલ્લે સાકર ઉમેરીને બરાબર રીતે મિક્સ કરી લો. પંચામૃત બનાવવાની આ પારંપરિક રીત છે. આ રીતે તૈયાર કરેલું પંચામૃત તમે ભગવાનને ભોગમાં ધરાવી શકો છો. ભગવાનને પંચામૃત ધરાવતા પહેલા તેમાં તુલસીના પાન ઉમેરવા જરૂરી છે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.