GUJARATI

જમ્મુ કાશ્મીર બન્યું જન્નત, ભારે હિમવર્ષાથી સર્વત્ર બરફની ચાદર, પ્રવાસીઓ ખુશખુશાલ, સ્થાનિકો પણ ખુશ

જમ્મુ-કાશ્મીરઃ પૃથ્વી પરના સ્વર્ગ એવા જમ્મુ કાશ્મીરમાં જાન્યુઆરી મહિનામાં પણ મોસમનો મિજાજ યથાવત રહ્યો છે... જેના કારણે પહાડોથી લઈને મેદાની પ્રદેશ સુધી તેની અસર જોવા મળી રહી છે... જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં ફરી એકવાર બરફવર્ષાનો દોર શરૂ થઈ ગયો છે... જે આગામી 48 કલાક સુધી ચાલુ રહેશે તેવી આગાહી છે... અનેક મુશ્કેલી છતાં સ્થાનિકો અને પ્રવાસીઓના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા છે... ત્યારે જન્નતમાં કેવો છે હિમવર્ષાનો મિજાજ?... જોઈશું આ અહેવાલમાં... જમ્મુ કાશ્મીરના વિવિધ વિસ્તાર બરફની ચાદર ઢંકાયેલી જોવા મળી રહી છે. અહીંયા ભારે હિમવર્ષા બાદ પહાડોથી લઈને ઘાટી સુધી તમામ સ્થળ બરફની સફેદ ચાદરમાં પથરાઈ ગયા છે... આ તરફ જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં મોસમનો મિજાજ બદલાઈ ગયો છે... આકાશમાંથી અચાનક સફેદ રૂની પૂણી જેવો બરફ વરસવા લાગ્યો... જેણે વાતાવરણને ખુશનુમા અને આહલાદક બનાવી દીધું... સોનમર્ગ આવેલા પ્રવાસીઓ કુદરતના અનોખા નજારાને પોતાના મોબાઈલમાં કેદ કરતાં જોવા મળ્યા... પહાડો પર ભારે હિમવર્ષાના કારણે મેદાની પ્રદેશોમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે... જોકે હજુ તો આ શરૂઆત છે... કેમ કે હવામાન વિભાગે પહાડોમાં બરફવર્ષાની આગાહી કરી છે... દર વર્ષની જેમ આ વર્ષે પણ બરફવર્ષાએ પહાડી રાજ્યોની રોનક બદલી નાંખી છે.. જેને જોઈને મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે... આશા રાખીએ કે બરફવર્ષાનો મોટી સંખ્યામાં પ્રવાસીઓ આનંદ ઉઠાવે... પરંતુ બરફમાં ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.