GUJARATI

કોરોના બાદ દુનિયામાં ફેલાઈ રહી છે વધુ એક મહામારી! WHO એ જાહેર કરી ગ્લોબલ પબ્લિક હેલ્થ ઈમરજન્સી

કોરોના વાયરસ મહામારીથી લઈને લોકડાઉનની ત્રાસદી સુધી...2019-20નો એ દોર તો તમને યાદ હશે. કોવિડ-19એ આખી દુનિયામાં હાહાકાર મચાવી દીધો હતો. જેની અસર હજુ પણ જોવા મળે છે. કોરોના વાયરસના નવા વેરિએન્ટ્સ સામે આવતા રહે છે. કોરોનાનો કહેર હજુ ઓછો થયો જ હતો કે ત્યાં દુનિયામાં એક નવી બીમારીએ દસ્તક આપી છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ તેને ગ્લોબલ પબ્લિક હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે. WHO એ બહાર પાડ્યું એલર્ટ જેના વિશે ચિંતાઓ સેવાઈ રહી છે તે બીમારીનું નામ છે મંકીપોક્સ. દુનિયાના અનેક લોકો ઝડપથી આ બીમારીની ઝપેટમાં આવી રહ્યા છે. ખાસ કરીને આફ્રીકી દેશ કોંગો અને તેની આજુબાજુના વિસ્તારોમાં આ બીમારી ઝડપથી ફેલાઈ રહી છે. તેને લઈને WHO એ હાઈ એલર્ટ જાહેર કર્યું છે. આ બીમારી 2022ની સરખામણીમાં વધુ ગંભીર અને જીવલેણ સાબિત થઈ શકે છે. અમેરિકાએ આપી ચેતવણી મંકીપોક્સનો જૂનો વેરિએન્ટ પહેલેથી જ દુનિયાના અનેક દેશોમાં મળી ચૂક્યો છે. પરંતુ નવો વેરિએન્ટ કોંગો સિવાય ક્યાંય સામે આવ્યો નથી. અમેરિકા અને બ્રિટનમાં પણ નવા વેરિએન્ટના કેસ મળ્યા નથી. અમેરિકન સીડીસીએ ડોક્ટરો માટે ચેતવણી જાહેર કરી છે કે ત્વચા પર ચકામા કે ઘા જેવી બીમારીઓમાં સતર્ક રહેવાની જરૂર છે. કેનેડાના પીએમએ સતર્ક કર્યા અત્રે જણાવવાનું કે મંકીપોક્સ બીમારી મોટાભાગે શારીરિક સંબંધ કે સમલૈંગિક સંબંધ બનાવવાના કારણે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ટ્રાન્સફર થાય છે. આવામાં મંકીપોક્સની સરખામણી અવારનવાર એઈડ્સ જેવી બીમારી સાથે પણ થાય છે. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ પણ કેનેડાવાસીઓને અલર્ટ કર્યા ચે. તેમણે બધાને ચેતવણી જાહેર કરતા કહ્યું કે એક નવો વાયરસ આવવાનો છે. જે કોવિડ 19થી પણ વધુ ખતરનાક હોઈ શકે છે. આથી બધાએ સાવધાન રહેવાની જરૂર છે. શું કહ્યું WHOએ? WHO ના મહાનિદેશક ડોક્ટર ટેડ્રોસ એડનામના જણાવ્યાં મુજબ મંકીપોક્સના પ્રકોપને રોકવા માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર બધાએ ભેગા મળીને કામ કરવાની જરૂર છે. આફ્રીકી દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)માં ઘણા લોકો આ બીમારી સામે ઝઝૂમી રહ્યા છે. ત્યાંના લોકો એક દેશથી બીજા દેશમાં પલાયન કરતા હોય છે. તેનાથી બીમારી ફેલાવવાનું જોખમ છે. આથી બધાએ સતર્ક રહેવું જોઈએ. 13 દેશમાં ફેલાઈ બીમારી મંકીપોક્સની બીમારીના કેસ 13 દેશમાં જોવા મળ્યા છે. કોંગોના પાડોશી દેશ કેન્યા, રવાન્ડા, યુગાન્ડા, અને બુરંડીમાં પણ મંકીપોક્સના કેસ મળ્યા છે. જ્યારે 2022માં આ બીમારી અમેરિકા અને યુકે જેવા દેશોમાં પણ જોવા મળી હતી. 58 અમેરિકી અને અનેક હજાર બ્રિટિશ નાગરિકો મંકીપોક્સનો ભોગ બની ચૂક્યા છે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.