GUJARATI

VIDEO: 2 ઓવરમાં જોઈતા હતા 61 રન, બેટસમેને 8 છક્કા ફટકારી જીતાડી દીધી મેચ

61 run in 2 over chased: ઓસ્ટ્રિયા અને રોમાનિયા વચ્ચે ચાલી રહેલી આ મેચની વાત છે. આ ટી-10 કપ ચાી રહ્યો છે. રોમાનિયાએ પહેલાં બેટીંગ કરીને 10 ઓવરમાં 2 વિકેટ પર 167 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રિયાએ 9.5 ઓવરમાં 175 રન ફટકારીને આ મેચ જીતી લીધી છે. જો કોઈ ટીમને 2 ઓવરમાં જીતવા માટે 61 રન જોઈએ તો તમે કઈ ટીમ પર દાવ લગાવશો. લોકોનો જવાબ હશે કે બોલિંગ કરવાવાળી ટીમ જીતી જશે એવું ભાગ્યે જ બને છે કે કોઈ ટીમ છેલ્લી 2 ઓવરમાં 60 રન બનાવને કોઈ મેચ જીતી લે... ઑસ્ટ્રિયાએ આ કરી દેખાડ્યું છે. તેણે રોમાનિયા સામે માત્ર 11 બોલમાં 67 રન બનાવીને ચોગ્ગા છગ્ગાનો વરસાદ કરી દીધો હતો. ઓસ્ટ્રિયા અને રોમાનિયા વચ્ચે જે મેચની વાત કરવામાં આવી રહી છે તે જુલાઈમાં રમાઈ હતી. આ T10 મેચમાં રોમાનિયાએ પ્રથમ બેટિંગ કરતા 2 વિકેટે 167 રન બનાવ્યા હતા. આર્યન મોહમ્મદે 39 બોલમાં 104 રન બનાવ્યા હતા. મોહમ્મદ મોઇઝે 14 બોલમાં 42 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રિયાની ટીમે સારી શરૂઆત કરી હતી પરંતુ તે રન રેટમાં પાછળ જોવા મળી હતી, આઠ ઓવરના અંતે તેનો સ્કોર 3 વિકેટે 107 રન હતો. આ સમયે ઓસ્ટ્રિયાને છેલ્લી બે ઓવરમાં જીતવા માટે 61 રનની જરૂર હતી. કેપ્ટન આકિબ ઈકબાલ અને ઈમરાન આસિફ ક્રિઝ પર ટાર્ગેટ અશક્ય હતો પરંતુ આકિબ ઈકબાલ અને ઈમરાન આસિફે તેને જીતમાં ફેરવી દીધો હતો. Austria chase 6️⃣1️⃣ runs in last 2 overs! 🤯 #EuropeanCricket #EuropeanCricketInternational #StrongerTogether pic.twitter.com/Y8bLptmT56 — European Cricket (@EuropeanCricket) July 15, 2024 મનમીત કોલીએ ઑસ્ટ્રિયાની ઇનિંગ્સની નવમી ઓવર ફેંકી હતી, જેમાં આકિબ અને ઈમરાને 41 રન બનાવ્યા. કોલીએ આ ઓવરમાં બે નો બોલ અને બે વાઈડ ફેંક્યા જેનો પૂરો ફાયદો ઓસ્ટ્રિયાને મળ્યો હતો. આકીબ ઈકબાલે આ ઓવરમાં 4 સિક્સ અને 2 ફોર ફટકારી હતી. હવે ઓસ્ટ્રિયાને છેલ્લી ઓવરમાં 20 રનની જરૂર હતી. સી. ફર્નાન્ડો બોલિંગ કરવા માટે આવ્યો હતો. આકીબ ઈકબાલે આ ઓવરમાં પણ 4 સિક્સ ફટકારી અને પોતાની ટીમને જીત તરફ લઈ ગઈ ગયો હતો. આકિબ ઈકબાલ 19 બોલમાં 72 રન બનાવીને અણનમ રહ્યો હતો. ઈમરાન આસિફે 12 બોલમાં 22 રનની અણનમ ઈનિંગ રમી હતી. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.