GUJARATI

છત્તીસગઢ: બીજાપુરમાં સુરક્ષાદળોની ગાડી પર મોટો નક્સલી હુમલો, IED વિસ્ફોટમાં 7થી વધુ જવાન શહીદ

છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાદળોના કાફલા પર નક્સલીઓએ હુમલો કર્યો જેમાં 8 જવાનો સહિત 9 લોકોના મોત થયા. એક વાહનમાં ડીઆરજી જવાન સવાર હતા જેને નિશાન બનાવતા નક્સલીઓએ આઈઈડી બ્લાસ્ટ કર્યો. એવું કહેવાય છે કે વિસ્ફોટક લદાયેલા વાહનને સુરક્ષાદળોના કાફલા પાસે લાવીને વિસ્ફોટ કરવામાં આવ્યો. Chhattisgarh | Nine people - eight Dantewada DRG jawans and one driver, lost their lives after their vehicle was blown up by naxals through an IED blast, in Bijapur. They were returning after a joint operation of Dantewada, Narayanpur and Bijapur: IG Bastar pic.twitter.com/hqsDHnr8XT — ANI (@ANI) January 6, 2025 બસ્તરના આઈજીએ આ હુમલા વિશે વિગતો આપતા કહ્યું કે બીજાપુરમાં નક્સલીઓ દ્વારા IED વિસ્ફોટ દ્વારા વાહન ઉડાવવામાં આવતા દંતેવાડાના 8 ડીઆરજી જવાન અને એક ડ્રાઈવર સહિત 9 લોકોના મોત થયા છે. તેઓ દંતેવાડા, નારાયણપુર અને બીજાપુરના સંયુક્ત અભિયાનોથી પાછા ફરી રહ્યા હતા. એટલે કે સુરક્ષાદળો પર નક્સલીઓનો આ હુમલો એવા સમયે થયો છે જ્યારે સેનાનું એન્ટી નક્સલી ઓપરેશન ચાલુ છે. બીજાપુરમાં સુરક્ષાદળોની ટીમ પોતાનું ઓપરેશન પૂરું કરીને પાછી ફરી રહી હતી ત્યારે નક્સલીઓએ તેમને નિશાન બનાવ્યા. જવાનોની ટીમ કતરુ મથકના ગામ અમ્બેલી પાસે પહોંચી હતી કે ત્યાં કતરુ-બેદ્રે રોડ પર હતા અને ત્યારે આ હુમલો થયો. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.