Weird Tradition: ભારતના કેટલાક ભાગોમાં આજે પણ વિચિત્ર અને જૂની પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. તમે સાંભળ્યું જ હશે કે ઘણી જગ્યાએ માસિક ધર્મ દરમિયાન મહિલાઓને ઘરથી દૂર રાખવામાં આવે છે. કેટલીક જગ્યાએ મહિલાઓના લગ્ન પહેલા કૂતરા અથવા ઝાડ સાથે કરવામાં આવે છે, જ્યારે અન્ય સ્થળોએ લગ્ન પહેલા મામા સાથે સંબંધ રાખવાની પરંપરા છે. ભારતમાં એક એવું ગામ છે જ્યાં પુરૂષો અને મહિલાઓ માટે એક ખૂબ જ વિચિત્ર પરંપરા છે, જે સદીઓથી ચાલી આવે છે. આ પરંપરા હેઠળ મહિલાઓને અમુક સમય માટે કપડાં પહેરવાની છૂટ નથી. સાથે જ આ સમયગાળા દરમિયાન પુરુષોએ પણ કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું પડે છે. વર્ષો જૂની પરંપરા આજે પણ નિભાવવામાં આવે છે આ ગામ હિમાચલ પ્રદેશની મણિકર્ણ ખીણમાં આવેલું પીની ગામ છે, જ્યાં સદીઓ જૂની એક વિચિત્ર પરંપરા આજે પણ અનુસરવામાં આવે છે. આ ગામમાં મહિલાઓને દર વર્ષે 5 દિવસ સુધી કપડાં પહેરવાની છૂટ નથી. આ દિવસોમાં મોટાભાગની મહિલાઓ ઘરની અંદર જ રહે છે અને બહાર જતી નથી. આ 5 દિવસોમાં પુરુષો માટે પણ કડક નિયમો છે. તેમને દારૂ પીવા અને માંસ ખાવા પર સખત પ્રતિબંધ છે. આ પરંપરા ઘણી પેઢીઓથી ચાલી આવે છે અને આજે પણ ગામડાના લોકો તેને સંપૂર્ણ શ્રદ્ધા અને અનુશાસન સાથે નિભાવે છે. ખેડૂતો માટે મોટા સમાચાર, દર વર્ષે 12,000 રૂપિયા આપશે સરકાર! આ દિવસથી શરૂ થશે યોજના દેવતાઓના આશીર્વાદ જાળવી રાખવાની અનોખી પરંપરા પીની ગામના લોકો માને છે કે, તેમની આ પરંપરાનું પાલન કરવું દેવતાઓના આશીર્વાદને જાળવી રાખવા માટે જરૂરી છે. એવું કહેવાય છે કે આ ગામમાં સદીઓ પહેલા રાક્ષસોનો આતંક હતો. આ રાક્ષસો પરિણીત મહિલાઓનું અપહરણ કરીને તેમના કપડા ફાડી નાખતા હતા. આ રાક્ષસોના આતંકથી ગામને બચાવવા માટે 'લહુઆ ઘોંડ' નામનો દેવ આવ્યા હતા. તેમણે રાક્ષસો સામે યુદ્ધ કર્યું, જેમાં રાક્ષસોનો પરાજય થયો અને ગામના લોકો મુક્ત થયા. ત્યારથી દેવતાઓના આદેશ પર દર વર્ષે 5 દિવસ સુધી આ પરંપરા નિભાવવામાં આવે છે. ગ્રામજનોનું માનવું છે કે જો મહિલાઓ આ દિવસોમાં કપડાં પહેરે છે અથવા પુરુષોની પરંપરાઓનું પાલન ન કરે તો દેવતાઓ ગુસ્સે થઈ શકે છે, જેના કારણે ગામમાં ખરાબ ઘટનાઓ બની શકે છે. આ માન્યતાને કારણે અહીંના લોકો આજે પણ આ પરંપરાને પૂરી ભક્તિ સાથે પાલન કરે છે. મહિલાઓ પાંચ દિવસ સુધી નથી પહેરતી કપડાં પીની ગામની મહિલાઓ આ સમયગાળા દરમિયાન માત્ર એક જ કપડું પહેરી શકે છે. પીની ગામની મહિલાઓ જે આ પરંપરાનું પાલન કરે છે તેઓ વૂલન પટકાનો ઉપયોગ કરી શકે છે. આ સમય દરમિયાન સ્ત્રીઓ અંદર રહે છે. તેમજ મહિલાઓને પુરુષો સાથે વાત કરવાની અને જોવાની પણ મનાઈ છે. શ્રાવણના 5 દિવસ સુધી તેઓ દારૂ અને માંસનું પણ ખાઈ શકતા નથી. પતિ-પત્ની એકબીજા સાથે વાત પણ કરી શકતા નથી એને એકબીજા સામે જોઈને હસી પણ શકતા નથી. એવું કહેવાય છે કે, જો કોઈ માણસ આ પરંપરાનું પાલન ન કરે તો દેવતાઓ ગુસ્સે થઈ જાય છે અને તે વ્યક્તિને ઘણું નુકસાન પહોંચાડે છે. આ ડરને કારણે આ પરંપરા આજે પણ 5 વિશેષ દિવસોમાં કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન વિદેશીઓ અને બહારના લોકોને ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ છે. શું તમે પણ વજન વધારવા માંગો છો તો આજે શરૂ કરી દો આ ફ્રૂટ, મળે છે ખૂબ જ સસ્તું અનોખી પરંપરાનું પાલન આજે પણ કરે છે લોકો હિમાચલ પ્રદેશના પીની ગામમાં સદીઓ એક અનોખી પરંપરાનું પાલન કરવામાં આવે છે, જેમાં શ્રાવણના 5 દિવસ દરમિયાન મહિલાઓ અને પુરુષોએ કડક નિયમોનું પાલન કરવું પડે છે. આ દિવસોમાં મહિલાઓ માત્ર વૂલન પટકા જ પહેરી શકે છે. તેઓએ ઘરની અંદર રહેવું પડશે અને પુરુષો સાથે વાત કરવાની અથવા તેમની સામે આવવાની પણ સખત મનાઈ છે. આ 5 દિવસો દરમિયાન મહિલાઓ અને પુરુષો માટે દારૂ અને માંસનું સેવન પણ પ્રતિબંધિત છે. પતિ-પત્ની પણ એકબીજા સાથે વાત કરી શકતા નથી અને એકબીજા સામે જોઈને હસી પણ શકતા નથી. ગ્રામજનોનું માનવું છે કે જો કોઈ આ પરંપરાઓનું ઉલ્લંઘન કરે છે, તો દેવતાઓ નારાજ થઈ શકે છે અને વ્યક્તિને ગંભીર નુકસાન થઈ શકે છે. બહારના લોકોને ગામમાં પ્રવેશવા કરવા પર પ્રતિબંધ આ ઉપરાંત આ ખાસ દિવસોમાં બહારના લોકોને ગામમાં પ્રવેશવાની મંજૂરી નથી. આ પરંપરા દેવતાઓના આશીર્વાદ જાળવી રાખવા અને ગામની સલામતી સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવે છે. આ અનોખા રિવાજે પીની ગામને એક અલગ ઓળખ આપી છે, જે આધુનિકતાના યુગમાં પણ પોતાની પરંપરાઓને જીવંત રાખી રહ્યું છે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None
Popular Tags:
Share This Post:
ગુજરાતમાં આવેલા ચીની વાયરસના લેટેસ્ટ અપડેટ, નિષ્ણાતોએ આપી આ સલાહ
- by Sarkai Info
- January 7, 2025
Earthquake: નેપાળમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ, ભારતમાં અનેક વિસ્તારોમાં જોરદાર ઝટકા મહેસૂસ થયા
January 7, 2025What’s New
Spotlight
Today’s Hot
-
- January 6, 2025
-
- January 6, 2025
-
- January 6, 2025
Featured News
Latest From This Week
10 વર્ષ બાદ પાટીદાર અનામત આંદોલન મુદ્દે આરપાર, કરસન પટેલના નિવેદન બાદ શરૂ થયો નવો સંગ્રામ
GUJARATI
- by Sarkai Info
- January 6, 2025
એક દિવસનો પગાર 48 કરોડ... કોણ છે વિશ્વમાં સૌથી વધુ સેલેરી લેનાર આ ભારતીય? જાણો શું કરે છે
GUJARATI
- by Sarkai Info
- January 6, 2025
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.