GUJARATI

સિડની ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને જબરદસ્ત મોટો ઝટકો, અચાનક બુમરાહ 'ગાયબ', કોહલીએ સંભાળી ટીમની કમાન

બોર્ડર ગાવસ્કર ટ્રોફીની અંતિમ મેચ અને પાંચમી મેચ સિડની ખાતે રમાઈ રહી છે. આજે આ ટેસ્ટ મેચનો બીજો દિવસ છે અને ઓસ્ટ્રેલિયા પણ અત્યારે નાજુક સ્થિતિમાં છે. આ બધા વચ્ચે ભારત માટે આઘાતજનક સમાચાર આવ્યા છે. જાણો વિગતો. સિડની ટેસ્ટ વચ્ચે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતના કાર્યવાહક કેપ્ટન અને સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે સિડની ટેસ્ટમાં અધવચ્ચે હોસ્પિટલ જવું પડ્યું છે. સિડની ટેસ્ટનો આજે બીજો દિવસ છે અને લંચ બ્રેક બાદ બીજા સેશન દરમિયાન જસપ્રીત બુમરાહ સ્કેન માટે હોસ્પિટલ ગયો. ભારતીય ટીમ માટે આ અત્યંત ચોંકાવનારા સમાચાર છે. જસપ્રીત બુમરાહના દમ પર જ ભારત બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાને આકરી ટક્કર આપી રહ્યું છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) ખાતે રમાઈ રહેલી પાંચમી ટેસ્ટના બીજા દિવસે બપોરના સમયે જસપ્રીત બુમરાહ પોતાના ટ્રેનિંગના કપડાંમાં ચેન્જરૂમમાંથી બહાર નીકળતો જોવા મળ્યો. જસપ્રીત બુમરાહ સાથે મેડિકલ સ્ટાફ પણ હતો. રિપોર્ટ્સમુજબ જસપ્રીત બુમરાહને થયેલી સંભવિત ઈજાની ભાળ મેળવવા માટે સ્કેન માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ટીમની કમાન સંભાળી રહ્યો છે. Jasprit Bumrah has left the SCG: pic.twitter.com/oQaygWRMyc — cricket.com.au (@cricketcomau) January 4, 2025 લંચ બાદ મેદાન પર નજરે ન ચડ્યો સિડની ટેસ્ટ દરમિયાન બીજા દિવસે બુમરાહ લંચની બરાબર પહેલા મેદાનથી બહાર જતો જોવા મળ્યો હતો. ભારતીય ફાસ્ટ બોલર બુમરાહે લંચ બાદ મેદાનથી બહાર જતા પહેલા ફક્ત એક જ ઓવર ફેંકી. આ ઘટના બાદ હવે બુમરાહની ફિટનેસ અને બાકીની મેચમાં તેની હાજરી અંગે ફેન્સમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. BCCI ની અપડેટનો ઈન્તેજાર હજુ સુધી જસપ્રીત બુમરાહની ઈજા અંગે BCCI એ કોઈ અધિકૃત નિવેદન આપ્યું નથી. મેદાન પર જસપ્રીત બુમરાહની ગેરહાજરીની અટકળોએ ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી છે અને ફેન્સમાં ચિંતા પેદા કરી છે. આ સિરીઝમાં બુમરાહે જબરદસ્ત પરફોર્મ કર્યું છે. બુમરાહે રચ્યો ઈતિહાસ અત્રે જણાવવાનું કે ભારતના ફાસ્ટ બોલર બુમરાહે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઈતિહાસ રચીને પાંચમા અને અંતિમ ટેસ્ટના બીજા દિવસે બોલથી વધુ એક સિદ્ધિ મેળવી. ટેસ્ટ મેચમાં ટીમનું નેતૃત્વ કરી રહેલા બુમરાહે પહેલા સેશનની શરૂઆતમાં માર્નસ લાબુશેનની વિકેટ લીધી અને આ સાથે જ ઓસ્ટ્રેલિયામાં એક સિરીઝમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેવાના મામલે દિગ્ગજ કિશન સિંહ બેદીને પણ પાછળ છોડ્યા. 31 વર્ષના બુમરાહે સિરીઝમાં 32 વિકેટ પોતાના નામે લીધી. બેદીએ 1977/78 માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં 31 વિકેટ લીધી હતી. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.