GUJARATI

Shavasana Benefits: સૌથી સરળ યોગ છે શવાસન, રોજ સવારે કરવાથી શરીરને થાય છે આ 10 જબરદસ્ત ફાયદા

Shavasana Benefits: દિવસની શરૂઆત કેવી રીતે થાય છે તેના પર આખા દિવસનો અને સાથે જ સ્વાસ્થ્યનો આધાર હોય છે. જો તમે દિવસની શાનદાર શરૂઆત કરવા માંગો છો તો સવારે શવાસન કરવું સૌથી બેસ્ટ રહેશે. શવાસન કરવાથી મન શાંત રહે છે અને સ્ટ્રેસ ફ્રી અનુભવ થાય છે. રોજ સવારે શવાસન કરવાથી શરીર અને મનને ઘણા બધા ફાયદા થાય છે. શવાસનથી થતા અનેક ફાયદામાંથી આજે તમને 10 અદભુત ફાયદા વિશે જણાવીએ. આ 10 ફાયદા વિશે જાણીને તમે પણ ચોક્કસથી સવારે શવાસન કરવાની શરૂઆત કરી દેશો. આ પણ વાંચો: Apple Cider Vinegar: રોજ 1 ચમચી વિનેગર પીવાથી શરીરને થાય છે આ ચમત્કારી ફાયદા શવાસન કરવાથી થતા ફાયદા 1. સવારે શવાસન કરવાથી શરીરમાં સ્ટ્રેસ હોર્મોન્સ કોર્ટિસોલનું સ્તર ઘટે છે અને મેલાટોનિન હોર્મોનનું સ્તર વધે છે જેના કારણે તમે આખો દિવસ સ્ટ્રેસ ફ્રી અને શાંત રહો છો. 2. શવાસન કરવાથી ઊંઘની ગુણવત્તામાં સુધારો થાય છે નિયમિત તેને કરવાથી અનિંદ્રા અને ઊંઘ ન આવવાની સમસ્યા દૂર કરવામાં મદદ મળે છે. 3. શવાસન કરવાથી બ્લડ પ્રેશર ઘટે છે અને હૃદયના ધબકારા સામાન્ય થાય છે તેનાથી હૃદય રોગનું જોખમ ઘટે છે. આ પણ વાંચો: ગેસના કારણે પેટ ફુલીને થયું છે ફુગ્ગા જેવું ? આ 5 વસ્તુ ખાવાથી તુરંત મળશે આરામ 4. શવાસન કરવાથી પાચનતંત્રને પણ આરામ મળે છે કબજિયાત એસિડિટી અને પાચન સંબંધિત અન્ય સમસ્યાઓ દૂર થાય છે. 5. શવાસન નિયમિત કરવાથી શરીરના સ્નાયુને આરામ મળે છે જેના કારણે શરીરમાં થતા દુખાવા ઘટે છે. 6. શવાસન નિયમિત સવારે કરવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે અને શરીરને બીમારી સામે લડવાની શક્તિ મળે છે. આ પણ વાંચો: આ 4 બીમારીમાં દવાની જેમ અસર કરે છે નાળિયેર પાણી, રોજ 1 ગ્લાસ પીવાથી રહેશે સ્વસ્થ 7. શવાસન કરવાથી મગજ શાંત થાય છે અને એકાગ્રતા વધે છે અભ્યાસ કરતા બાળકો અભ્યાસમાં સારું પ્રદર્શન કરી શકે છે. 8. શવાસન રોજ કરનારનું મગજ રિલેક્સ રહે છે જેના કારણે તેમની રચનાત્મકતા વધે છે. પરિણામે નવા નવા વિચારો ઝડપથી આવે છે. 9. શવાસન કરવાથી આત્મવિશ્વાસ વધે છે અને વ્યક્તિ પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ કરવા લાગે છે. 10. શવાસન કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી શરીરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને આખો દિવસ ઉત્સાહમાં પસાર થાય છે. આ પણ વાંચો: Migraine: માઈગ્રેન માટે જવાબદાર આ 4 કારણોને દુર કરી દેશો તો દવા વિના મટી જશે દુખાવો કેવી રીતે કરવું શવાસન ? ઘરમાં એક શાંત જગ્યા હોય ત્યાં મેટ પાથરી તેના પર સીધા સૂઈ જવું. ત્યારબાદ આંખો બંધ કરવી અને શરીરને રિલેક્સ કરો. હાથને જમીન પર સીધા રાખી દેવા અને પગને પણ રિલેક્સ સ્થિતિમાં રાખો. આ સ્થિતિમાં શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. મનમાં કોઈ પણ વિચાર ન આવવા દો. નિયમિત 15 મિનિટ આ સ્થિતિમાં રહેવું. (Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. તેની પુષ્ટિ કરતું નથી.) સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.