GUJARATI

એક-બે નહીં પરંતુ 14 કાર પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, આ કારની ખરીદી પર થશે લાખોની બચત

Car Discount 2024: કાર ખરીદવાની પ્લાનિંગ કરી રહ્યો છે? તમને હાલ ઘણી કાર પર બમ્પર ડિસ્કાઉન્ટનો ફાયદો મળી રહ્યો છે. ખરીદતા પહેલા એક વખત આ 14 કાર પર મળી રહેલ ડિસ્કાઉન્ટ્સ અંગે જાણી લો. અહી અમે તમને તમામ 14 કાર પર મળી રહેલ ડિસ્કાઉન્ટ વિશે જણાવી રહ્યા છે. તેમાં ટોયોટા, મારુતિ, MG હેક્ટર, મહિન્દ્રા થાર, જીપ કંપાસની કાર સામેલ છે. Maruti Grand Vitara મારુતિ ગ્રાન્ડ વિટારા ખરીદવા માંગો છો તો અહીં તેના પર મળી રહેલ ડિસ્કાઉન્ટ અંગે ચેક કરો. આ કાર ખૂબ જ સ્ટાઈલિશ અને તેમાં ખૂબ જ સારા ફિચર્સ મળી રહ્યા છે. આ SUVને ખરીદવા પર તમે તમારા લાખો રૂપિયા બચાવી શકો છે. આ SUVની કિંમત 13.15 લાખ રૂપિયાથી લઈ 19.93 લાખ રૂપિયા સુધીની છે. કંપની આ કાર પર તમને 1.5 લાખ રૂપિયા સુધીનું શાનદાર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. Toyota Taisor ટોયોટા તમારા માટે અફોર્ડેબલ SUV સાબિત થઈ શકે છે. આ કારની કિંમતની વાત કરીએ તો આ 10 લાખથી ઓછી કિંમતમાં આવે છે. તેની શરૂઆતની કિંમત 7.73 લાખ રૂપિયાથી 12.87 લાખ રૂપિયા વચ્ચે છે. કંપની તેના પર તમને 1 લાખ રૂપિયા સુધીનું સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપી રહી છે. Maruti Jimny મારુતિ જિમ્ની પાવરફૂલ ઓફ-રોડ SUV છે. આ કારનો લુક માર્કેટમાં હાજર ગાડીઓથી ઘણો અલગ છે. આ રોડ પર ચાલે છે ત્યારે યૂનિક લાગે છે. તેની કિંમતની વાત કરવામાં આવે તો આ SUVની કિંમત 12.74 લાખ રૂપિયાથી 14.79 લાખ રૂપિયા સુધીની છે. મારુતિ આ કાર પર તમને 2 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ ડિસ્કાઉન્ટ સાથે આ કાર ખરીદવી એ એક સારો નિર્ણય હોઈ શકે છે. MG Hector MG હેક્ટરમાં તમને પ્રીમિયમ એક્સપીરિયન્સ મળે છે. આ SUVમાં તમને એડવાન્સ ટેક્નોલોજી પણ મળે છે. આ પ્રીમિયમ લુક વાળી કારની કિંમત 14 લાખ રૂપિયાથી 22 લાખ રૂપિયા સુધી છે. MG આ કાર પર 2 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ કારની આ કિંમત સ્ટાઈલિશ અને કન્ફર્ટેબલની સાથે એક સારો ઓપ્શન પણ બને છે. આ કારને ખરીદવા પર થશે લાખોની બચત આ કાર સિવાય તમને બીજી ઘણી કાર પર ડિસ્કાઉન્ટનો લાભ મળી રહ્યો છે. તેમની વિગતો પણ અહીં તપાસો. આમાં તમને જીપ કંપાસ પર 3.2 લાખ રૂપિયા બચાવવાનો મોકો મળી રહ્યો છે. Mahindra Thar પર તમને 3 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. મારુતિ સ્વિફ્ટ પર 60 હજાર રૂપિયા, મારુતિ વેગનઆર પર 45 હજાર રૂપિયા અને MG ZS EV પર 1.5 લાખ રૂપિયા સુધીની બચત કરી શકો છો. આ સિવાય તમને Toyota Hyryder પર 1.6 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ તમામ કારની ખરીદી પર તમે લાખો રૂપિયાની બચત કરી શકશો. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.