BSNL એ ઈ્ન્ટરનેટ યુઝર્સ માટે પોતાનું વિન્ટર બોનાન્ઝા ઓફર રજૂ કરી છે. આ વખતે સરકારી ટેલીકોમ કંપની છ મહિના ફ્રી ઈન્ટરનેટ આપી રહી છે. આ પ્લાન હેઠળ યુઝર્સને દર મહિને 1300GB હાઈ-સ્પીડ ડેટા મળશે, જે સ્ટ્રીમિંગ, બ્રાઉઝિંગ અને અન્ય કામ માટે પરફેક્ટ છે. પરંતુ આ ઓફર દેશના મોટા ભાગના સર્કલમાં ઉપલબ્ધ છે, દિલ્હી અને મુંબઈને છોડીને. શું છે Offer? માત્ર ₹1,999 રૂપિયા, તમે છ મહિના સુધી ફાસ્ટ ઈન્ટરનેટની મજા લઈ શકો છો. BSNL ની ભારત ફાઇબર સર્વિસ તમને દર મહિને 1300GB સુધી 25Mbps ની સ્પીડ આપશે. ત્યારબાદ તમને 4Mbpsની સ્પીડ મળશે. સાથે આ દરમિયાન તમે લેન્ડલાઈન પર અનલિમિટેડ કોલિંગ કરી શકો છો. Winter just got better with BSNL Bharat Fibre! Enjoy 6 months of superfast FTTH internet at speeds up to 25 Mbps with 1300 GB/month for just ₹1999. Stay cozy, stay connected. #BSNLIndia #WinterBonanza #BSNLBharatFibre #HighSpeedInternet pic.twitter.com/OZ1g2254B8 — BSNL India (@BSNLCorporate) December 11, 2024 આ સિવાય બીએસએનએલએ 599 રૂપિયાનો એક મોબાઈલ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં યુઝર્સને 84 દિવસની સેવા મળશે, જેમાં દરરોજ 3જીબી હાઈ સ્પીડ ડેટા મળશે, એટલે કે કુલ 252GB ડેટા. તમને આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 ફ્રી SMS નો લાભ મળશે. આ સિવાય BSNL એ એક નવી ડાયરેક્ટ-ટૂ-ડિવાઇસ (D2D)સેવા શરૂ કરી છે. આ ઇનોવેટિવ સેટેલાઇટ-બેસ્ડ ઓફર યુઝર્સને મોબાઈલ નેટવર્ક ન હોવા પર પણ કનેક્ટેડ રહેવા આપે છે. ખાસ કરી ઈમરજન્સી સ્થિતિમાં આ ખુબ ઉપયોગી છે. જેનાથી તમે સેટેલાઈટના માધ્યમથી કોલ કરી શકો છો અને ઈન્ટરનેટ એક્સેસ કરી શકો છો. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None
Popular Tags:
Share This Post:
'ઓફીસ છોડીને ફિલ્ડ વિઝીટ કરો, કોઈની રજૂઆત ગાંધીનગર ના આવે', ભૂપેન્દ્ર પટેલે લીધા કલેકટર-DDOના કલાસ
December 20, 2024ગુજરાતમાં હવે ક્યાં ઉઠી અશાંતધારાની માંગ? હિન્દુ બાહુલ્ય વિસ્તારમાં વધી મુસ્લિમની વસતી!
December 20, 2024What’s New
Spotlight
Today’s Hot
-
- December 20, 2024
-
- December 20, 2024
-
- December 20, 2024
Featured News
Latest From This Week
એક નહિ, બે મહાસંકટમાંથી દુનિયાને બચાવશે પ્રાચીન મુસ્લિમ ટેકનિક, વૈજ્ઞાનિકો પણ માની ગયા
GUJARATI
- by Sarkai Info
- December 20, 2024
ટોપ અભિનેત્રીઓમાં જેની ગણના થાય છે તે આ ગુજ્જુ ગર્લ એ સમયે દેવામાં ડૂબી હતી, રસ્તા પર વીતાવી હતી રાતો
GUJARATI
- by Sarkai Info
- December 20, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.