Indian Team for Physically Disabled Champions Trophy: ભારતીય દિવ્યાંગ ક્રિકેટ કાઉન્સિલ (DCCI)ના નેશનલ સિલેક્શન પેનલ (NSP)એ 12 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી દરમિયાન શ્રીલંકામાં યોજાનારી આગામી ડિસેબલ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. 2019 પછી આ પ્રથમ વખત છે જ્યારે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારતીય ટીમ 12 જાન્યુઆરીએ પાકિસ્તાન સામે પોતાના પ્રથમ મેચ રમશે. 17 સભ્યોની ભારતીય ટીમનું નેતૃત્વ વિક્રાંત રવિન્દ્ર કેની કરશે. આ ખેલાડીને મળી કમાન વિક્રાંત રવિન્દ્ર કેની આ ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતા જોવા મળશે. ટીમની પસંદગી જયપુરમાં રોહિત જાલાનીની અધ્યક્ષતામાં આયોજિત સઘન ટ્રેનિંગ કેમ્પ દરમિયાન કરવામાં આવી હતી. રોહિત જલાની વિકલાંગ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ પણ છે. આ કેમ્પ ખાસ ખેલાડીઓ માટે આયોજિત કરવામાં આવ્યો હતો, જેથી તેઓ પસંદગી પેનલ સમક્ષ પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરી શકે. વિચાર-વિમર્શ પછી પસંદગી પેનલે ટુર્નામેન્ટ માટે 17-સભ્યોની ટીમ પસંદ કરી છે. ખેડૂતો માટે મોટા સમાચાર, દર વર્ષે 12,000 રૂપિયા આપશે સરકાર! આ દિવસથી શરૂ થશે યોજના ટીમ વિશે વાત કરતા જાલાનીએ કહ્યું કે, 'આ ખૂબ જ સંતુલિત ટીમ છે, જે કોઈપણ પ્રતિસ્પર્ધીનો સામનો કરવા માટે તૈયાર છે. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં ઈતિહાસ રચવા જઈ રહી છે, આ સમય છે ટીમને ઉત્સાહિત કરવાનો અને સપોર્ટ કરવાનો તથા સંપૂર્ણ સમર્થન આપવાનો. હું દરેક ક્રિકેટ ફેન્સને સોશિયલ મીડિયા પર #dumhaiteammai હેશટેગનો ઉપયોગ કરીને અમારા ખેલાડીઓને ઉત્સાહિત કરવા વિનંતી કરું છું. 🚨 Team India Official Squad Announcement for Champions Trophy 2025 🚨 The moment we’ve all been waiting for is here! Team India is ready to light up the Physical Disability Champions Trophy in Colombo, Sri Lanka! #DumHaiTeamMai #BleedBlue @ICC @BCCI @JayShah pic.twitter.com/CflGjwTujc — Differently Abled Cricket Council of India (@dcciofficial) January 5, 2025 ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય વિકલાંગ ટીમ વિક્રાંત રવિન્દ્ર કેની (કેપ્ટન), રવિન્દ્ર ગોપીનાથ સાન્ટે (વાઈસ-કેપ્ટન), યોગેન્દર સિંહ (વિકેટકીપર), અખિલ રેડ્ડી, રાધિકા પ્રસાદ, દીપેન્દ્ર સિંહ (વિકેટકીપર), આકાશ અનિલ પાટીલ, સન્ની ગોયત, પવન કુમાર, જીતેન્દ્ર, નરેન્દ્ર, રાજેશ, નિખિલ મન્હાસ, આમિર હસન, માજિદ માગરે, કુણાલ દત્તાત્રેય ફનાસે અને સુરેન્દ્ર. ભારતમાં છે એક એવું ગામ જ્યાં 5 દિવસ મહિલા નથી પહેરતી કપડાં! અજીબોગરીબ પરંપરા ભારતના મેચ શેડ્યૂલ ભારત Vs પાકિસ્તાન - 12 જાન્યુઆરી 2025, બપોરે 2:00 વાગ્યે ભારત Vs ઈંગ્લેન્ડ - 13 જાન્યુઆરી 2025 સવારે 9:00 વાગ્યે ભારત Vs શ્રીલંકા - 15 જાન્યુઆરી 2025 બપોરે 1:00 વાગ્યે ભારત Vs પાકિસ્તાન - 16 જાન્યુઆરી 2025 બપોરે 1:00 વાગ્યે ભારત Vs ઈંગ્લેન્ડ - 18 જાન્યુઆરી 2025 સવારે 9:00 વાગ્યે ભારત Vs શ્રીલંકા - 19 જાન્યુઆરી 2025 બપોરે 1:00 વાગ્યે 21 જાન્યુઆરી - ફાઇનલ. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None
Popular Tags:
Share This Post:
ગુજરાતમાં આવેલા ચીની વાયરસના લેટેસ્ટ અપડેટ, નિષ્ણાતોએ આપી આ સલાહ
- by Sarkai Info
- January 7, 2025
![post](https://n.sarkariinfo.co.in/images/sxSLxyqDdQ0.jpeg)
![post](https://n.sarkariinfo.co.in/images/xg4t46CIDq0.jpeg)
Earthquake: નેપાળમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ, ભારતમાં અનેક વિસ્તારોમાં જોરદાર ઝટકા મહેસૂસ થયા
January 7, 2025What’s New
Spotlight
Today’s Hot
-
- January 6, 2025
-
- January 6, 2025
-
- January 6, 2025
Featured News
Latest From This Week
10 વર્ષ બાદ પાટીદાર અનામત આંદોલન મુદ્દે આરપાર, કરસન પટેલના નિવેદન બાદ શરૂ થયો નવો સંગ્રામ
GUJARATI
- by Sarkai Info
- January 6, 2025
એક દિવસનો પગાર 48 કરોડ... કોણ છે વિશ્વમાં સૌથી વધુ સેલેરી લેનાર આ ભારતીય? જાણો શું કરે છે
GUJARATI
- by Sarkai Info
- January 6, 2025
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.