GUJARATI

Kapil Sharma ના શોમાં કરવામાં આવી ટોર્ચર.. પિંકી બુઆ બનતી ઉપાસના સિંહે વર્ષો પછી કાઢ્યો બળાપો

Upasana Singh: કપિલ શર્માના કોમેડી નાઈટ્સ વિથ કપિલ શોમાં પિંકી બુઆ તરીકે ઉપાસના સિંહ જોવા મળતી હતી. ઉપાસના સિંહ પોતાની કોમિક ટાઈમિંગના કારણે લોકપ્રિય હતી. પરંતુ જ્યારે કપિલનો શો કલર્સ પરથી બંધ થઈ સોની ટીવી પર શરુ થયો ત્યારે ઉપાસના સિંહ શોનો ભાગ ન હતી. આ બાબતે વર્ષો પછી તેણે મોટો ઘટસ્ફોટ કર્યો છે. તેણે એવી વાતો કહી છે જેના કારણે ફરીથી કપિલ શર્મા શોના વિવાદોની ચર્ચા થવા લાગી છે. આ પણ વાંચો: જાન્યુઆરીમાં રિલીઝ થશે આ 3 દમદાર ફિલ્મો, અજય દેવગન અને કંગના વચ્ચે થશે ટક્કર તાજેતરના એક ઈંટરવ્યુમાં ઉપાસના સિંહે ખુલાસો કર્યો કે તેણે શા માટે કપિલ શર્માનો શો છોડી દીધો. તેણે કહ્યું કે તે કપિલ શર્મા અને કૃષ્ણા અભિષેક વચ્ચેની તકરારમાં પીસાઈ ગઈ હતી. તેણે કહ્યું કે તે સમયે કપિલ શર્મા શો નંબર વન હતો અને લાંબા સમય સુધી શો ટોપ પર રહ્યો. ઉપાસનાનો કપિલ સાથે પર્સનલ કોઈ ઝઘડો ન હતો. પરંતુ કૃષ્ણા અને કપિલ વચ્ચેની અનબનના કારણે તે પિસાઈ જતી હતી. આ પણ વાંચો: Game Changer Trailer: રામ ચરનની ફિલ્મ ગેમ ચેન્જરના ટ્રેલરે ઈંટરનેટ પર મચાવ્યો તહેલકો ઉપાસનાએ કહ્યું કે શોમાં બે ટીમ બની ગઈ હતી. એક કપિલની ટીમ અને એક કૃષ્ણાની ટીમ. પછી સેટ પર ટોર્ચર થવા લાગ્યું હતું. તેણે ઉમેર્યું કે પછી જ્યારે તે સેટ પર જતી તો વાત કરવાનું બંધ કરી દેવામાં આવ્યું. તેની પંચલાઈન હોય તો તેને પણ કાપી નાખવામાં આવતી હતી. લોકોને પસંદ આવે તેવી પંચલાઈન પણ ટેલીકાસ્ટમાંથી કટ કરી નાખવામાં આવતી હતી. આ વાતને લઈને બંને સાથે તેનો ઝઘડો પણ થયો હતો. આ પણ વાંચો: જાન્યુઆરી મહિનામાં અલગ અલગ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે આ દમદાર ફિલ્મો અને વેબ સીરીઝ શોમાં પરત ફરવાને લઈને ઉપાસનાએ ઉમેર્યું હતું કે કપિલ સાથે તેના સંબંધો આજે સારા જ છે, અને થોડા સમયમાં કપિલે તેને શોમાં આવવા માટે કહ્યું પણ હતું. પરંતુ શો કરતી વખતે એટલું ટોર્ચર થયું હતું કે તેણે શોમાં પરત ન ફરવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ તેણે પ્રોડ્યુસર તરીકે પોતાનું કરિયર શરુ કરી દીધું. (Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેની પુષ્ટિ કરતું નથી.) સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.