GUJARATI

નવા વર્ષે Air India ની ભેટ, ડોમેસ્ટિક ફ્લાઈટમાં પણ ધડાધડ યૂઝ કરી શકશો ફ્રી Wi-Fi

Air India Free Wi-Fi: જો તમે પણ ફ્લાઈટની મુસાફરી કરતા હોવ તો તમારા માટે કામના સમાચાર છે. ડોમેસ્ટિક રૂટ પર મુસાફરી કરનારા મુસાફરો માટે એ ઈન્ડિયા તરફથી મોટી જાહેરાત કરવામાં આવી છે. ટાટા ગ્રુપની એરલાઈન એર ઈન્ડિયા (Air India) એ બુધવારે જાહેરાત કરી છે કે તે દેશની પહેલી એવી એરલાઈન બની ગઈ છે જેણે ડોમેસ્ટિક ફ્લાઈટમાં ઈન ફ્લાય વાઈ ફાઈ કનેક્ટિવિટી(in-flight Wi-Fi connectivity) આપવાની શરૂઆત કરી છે. એર ઈન્ડિયા એવી પહેલી એરલાઈન છે જેના તરફથી ડોમેસ્ટિક રૂટ પર વાઈફાઈ સુવિધા શરૂ કરાઈ છે. હાલ આ વિમાનોમાં મળશે સુવિધા એરલાઈન તરફથી બહાર પાડવામાં આવેલી એક પ્રેસનોટમાં જણાવવામાં આવ્યું છે કે એરબસ એ350 (Airbus A350), બોઈંગ 787-9 (Boeing 787-9) અને મર્યાદિત એરબસ એ321 નિયો(Airbus A321neo) ફ્લાઈટમાં સવાર મુસાફરો 10,000 ફૂટથી ઉપર ઉડાણ ભરતી વખતે બ્રાઉઝિંગ કરી શકશે, સોશિયલ મીડિયા ચેક કરી શકશે, ઈન્ટરનેટ સંલગ્ન કામ કરી શકશે અને પોતાના મિત્રો તથા પરિજનોને મેસેજ કરી શકશે. એરલાઈન તરફથી જણાવવામાં આવ્યું છે કે વાઈ ફાઈ સર્વિસ લેપટોપ, ટેબલેટ અને આઈઓએસ કે એન્ડ્રોઈડ ઓએસવાળા સ્માર્ટફોન પર ફ્રીમાં મળશે. આ પ્રકારે મુસાફરો એક વખતમાં અનેક ડિવાઈસ પર ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે. ઈન્ટરનેશનલ રૂટ પર મળે છે સુવિધા આ સેવા એર ઈન્ડિયાના ઈન્ટરનેશનલ રૂટ ન્યૂયોર્ક, લંડન, પેરિસ અને સિંગાપુર રૂટ પર પહેલેથી અપાઈ રહી છે. હવે તેને ડોમેસ્ટિક રૂટ પર પાયલોટ પ્રોજેક્ટ પ્રોગ્રામ હેઠળ શરૂ કરવામાં આવી છે. અત્યારના સમયમાં ઈન્ટરનેટનું હોવું ખુબ જરૂરી બની ગયું છે. કેટલાક મુસાફરો માટે ઈન્ટરનેટનો અર્થ છે સરળતાથી મિત્રો અને પરિવાર સાથે જોડાયેલા રહી શકો અને પોતાની મુસાફરી વિશે તેમને જાણકારી આપી શકો છો. એર ઈન્ડિયાએ આશા વ્યક્ત કરી છે કે મુસાફરોને આ સુવિધા પસંદ પડશે અને આવનારા સમયમાં એર ઈન્ડિયાનો પ્લાન તમામ પેસેન્જર પ્લેનમાં આ સેવા શરૂ કરવાનો છે. ફ્લાઈટમાં કેવી રીતે યૂઝ કરવું વાઈફાઈ? - પોતાના ડિવાઈસ પર વાઈફાઈ અનેબલ કરો અને વાઈફાઈના સેટિંગ પર જાઓ. - એર ઈન્ડિયા 'વાઈ ફાઈ' નેટવર્ક સિલેક્ટ કરો. - એકવાર બ્રાઉઝરમાં એર ઈન્ડિયા પોર્ટલ પર રીડાયરેક્ટ થતા પોતાનો પીએનઆર અને અંતિમ નામ નાખો. - ત્યારબાદ ફ્રી ઈન્ટરનેટ એક્સેસનો આનંદ લો. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.