GUJARATI

LPG Gas Price: 450માં ગેસ સિલિન્ડર, 1500 રૂપિયા કેશ; રક્ષાબંધન પહેલા શું છે સરકારની તૈયારીઓ?

ભાઈ બહેનના તહેવાર રક્ષાબંધનને ગણતરીના દિવસો બાકી છે. ગત વર્ષે રક્ષાબંધનના અવસરે પ્રધાનમંત્રી મોદીએ ગેસ સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. અનેકવાર એવું જોવા મળે છે કે આ તહેવારના અવસરે દેશના અલગ અલગ રાજ્યોમાં સરકાર તરફથી મહિલાઓ માટે મોટી જાહેરાતો થતી હોય છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રક્ષાબંધનના દિવસે બસમાં મહિલાઓને મફત મુસાફરીની ભેટ આપી છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશ સરકારે એલપીજી સિલિન્ડર અર્થે મોટી જાહેરાત કરી છે. જેનો સીધો ફાયદો એમપીની મહિલાઓને સરકાર તરફથી મળશે. એમપી સરકારનું શું એલાન છે? થોડા દિવસ પહેલાની વાત છે જ્યારે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે લાડલી બહેન યોજના હેઠળ 450 રૂપિયામાં LPG સિલિન્ડર આપવાની વાત કરી હતી. સીએમ મોહન યાદવે કહ્યું હતું કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને નોન PMUY હેઠળ ગેસ સિલિન્ડર રાખતા રાજ્યની 40 લાખ લાડલી બહેનોને 450 રૂપિયાના ભાવથી ગેસ સિલિન્ડર આપવામાં આવશે. આ યોજના હેઠળ લાભાર્થી બહેનોને સરકાર તરફથી દર મહિને 1250 રૂપિયા પણ આપવામાં આવે છે. પરંતુ આ વખતે મુખ્યમંત્રીએ 1250 ની જગ્યાએ 1500 રૂપિયા આપવાની વાત કરી છે. એટલે કે દર વર્ષ કરતા 250 રૂપિયા વધુ. 200 રૂપિયા ઘટાડ્યો હતો ભાવ આ અગાઉ ગત વર્ષે 2023માં રક્ષા બંધનના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરકારના બીજા કાર્યકાળમાં તમામ એલપીજી ગ્રાહકો (33 કરોડ કનેક્શન)ને મોટી ભેટ આપી હતી. જે હેઠળ એલપીજી સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાો ઘટાડો કર્યો હતો. આ નિર્ણય બાદ દિલ્હીમાં 14.2 કિલોવાળા સિલિન્ડરનો ભાવ 1103 રૂપિયાથી ઘટાડીને 903 રૂપિયા થઈ ગઈ હતી. ત્યારબાદ મોદી સરકારે 8 માર્ચ 2024ના રોજ મહિલા દિવસના અવસરે સિલિન્ડરના ભાવમાં ફરીથી 100 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. આ રીતે એલપીજી સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં 803 રૂપિયા થઈ ગયો હતો. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સરકાર તરફથી 300 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. આવામાં આ સિલિન્ડરનો ભાવ તેમના માટે ઘટીને 503 રૂપિયા થાય છે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.