GUJARATI

વિશ્વમાં વિનાશ; થર-થર કાંપી રહ્યો છે આ દેશ! 2025 માટે બાબા વેંગા અને નોસ્ટ્રાડેમસની એક જેવી આગાહી

Nostradamus Scary Predictions: વર્ષ 2025 બસ હવે ગણતરીના કલાકોમાં આવી જશે અને દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે નવું વર્ષ કેવું રહેશે. દરેક મનુષ્યને ભવિષ્ય જાણવાની ઈચ્છા હોય છે. તે દરમિયાન બાબા વેંગા અને નોસ્ટ્રાડેમસ તેમની આશ્ચર્યજનક આગાહીઓ માટે જાણીતા છે. તેમણે માણસો સાથે એલિયન સંપર્ક, વ્લાદિમીર પુતિન પર હત્યાનો પ્રયાસ, યુરોપમાં આતંકવાદી હુમલા અને રાજા ચાર્લ્સ માટે એક અશાંત શાસન સહિતની ચોંકાવનારી આગાહીઓ કરી છે. બ્રિટેન માટે અશુભ છે 2024! સૌથી ચોંકાવનારી વાત એ છે કે બન્ને ભવિષ્યકારોએ 2025માં યૂરોપમાં એક વિનાશકારી સંઘર્ષની ભવિષ્યવાણી કરી છે, ત્યારબાદ તેના પર વિવાદ છેડાઈ ગયો છે. હવે જ્યારે 2025 આવી રહ્યું છે, ત્યારે ફરી એકવાર આગાહી કરવાના પ્રયાસો તેજ થયા છે પરંતુ તે બ્રિટન માટે અશુભ લાગી રહ્યું છે. બાબા વેંગા આંખોથી જોઈ શકતા ન હતા. બલ્ગેરિયાના રહેવાસી બાબા વેંગાનું 1996માં અવસાન થયું હતું. 9/11 હુમલા, પ્રિન્સેસ ડાયનાનું મૃત્યુ, ચેરનોબિલ દુર્ઘટના અને બ્રેક્ઝિટ જેવી મહત્વપૂર્ણ વૈશ્વિક ઘટનાઓની આગાહી કરવાનો શ્રેય તેમને આપવામાં આવે છે. એ જ રીતે ફ્રેંચ પયગંબર નોસ્ટ્રાડેમસે પણ ઘણી સચોટ ભવિષ્યવાણીઓ કરીને સૌને ચોંકાવી દીધા હતા. બાબા વેંગાની શું છે ભવિષ્યવાણી? બાબા વેંગા મુજબ, એક વિનાશકારી યુદ્ધ યૂરોપને તબાહ કરી દેશે, જેનાથી મહાદ્ધિપની વસ્તી ખતમ થઈ જશે. તેમણે કહ્યું હતું કે રશિયા માત્ર ટકી શકશે નહીં પરંતુ વિશ્વ પર પણ પ્રભુત્વ મેળવશે. યુક્રેન સામે ચાલી રહેલા યુદ્ધને જોતા આ આગાહી વધુ પરેશાન કરનારી છે. આ ઉપરાંત તેમણે કુદરતી આફતોની ઘણી આગાહીઓ પણ કરી છે, જેમાં અમેરિકાના પશ્ચિમ કિનારે ભૂકંપ અને નિષ્ક્રિય જ્વાળામુખીનો વિસ્ફોટનો સમાવેશ થાય છે. નોસ્ટ્રાડેમસની ભવિષ્યવાણી પણ જાણો... જ્યારે નોસ્ટ્રાડેમસે પોતાની ભવિષ્યવાણીને પુસ્તકનું સ્વરૂપ આપ્યું છે. તેમણે યુરોપમાં વિનાશક યુદ્ધની ચેતવણી પણ આપી છે, જેના કારણે માત્ર દેશમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેના દુશ્મનો વધશે. 2025 માટે નોસ્ટ્રાડેમસની આગાહીઓ ખાસ કરીને ભયંકર છે. તેમણે આગાહી કરી હતી કે વિનાશક યુદ્ધ અને પ્લેગ પછી બ્રિટન બરબાદ થઈ જશે. તેમણે ભૂતકાળના મોટી મહામારીના પુનરાગમનની ચેતવણી આપી હતી અને તેમને અન્ય કોઈપણ કરતાં ઘાતક દુશ્મન ગણાવ્યું. આ સિવાય નોસ્ટ્રાડેમસે 2025ને એક નિર્ણાયક વર્ષ ગણાવ્યું છે, જેમાં પશ્ચિમી શક્તિઓના પ્રભાવમાં ઘટાડો અને નવી વૈશ્વિક શક્તિઓનો ઉદયની વાત જણાવી છે. તેમણે આગાહી કરી હતી કે લાંબા સમયથી ચાલતા યુદ્ધનો અંત આવશે અને સૈનિકો પણ યુદ્ધથી થાકી જશે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.