GUJARATI

ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNL એ કર્યા ઘણા મોટા અપડેટ, હવે Jio-Airtel સાથે સીધી ટક્કર!

BSNL eSIM launch 2025: ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNLએ તાજેતરમાં X પર આયોજિત "Ask BSNL" કેમ્પેનમાં તેના 4G નેટવર્ક અને અન્ય સંબંધિત સર્વિસના રોલઆઉટ વિશે કેટલાક મોટા અપડેટ શેર કર્યા છે. કંપનીએ માર્ચ 2025 સુધીમાં eSIM સર્વિસના લોન્ચને કન્ફર્મ કરી દીધું છે. આ તે લોકો માટે એક મોટું અપડેટ છે જે Apple અને Google સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યાં છે, જે એક સિંગલ ફિજિકલ સિમ કાર્ડ સ્લોટ અને એક eSIM સ્લોટ સાથે આવે છે. જૂન 2025 સુધીમાં થશે 4G રોલઆઉટ આ ઉપરાંત સરકારી ટેલિકોમ કંપનીએ પુષ્ટિ કરી છે કે, તે જૂન 2025 સુધીમાં સમગ્ર દેશમાં 4G રોલઆઉટ પૂર્ણ કરી લેશે અને વિવિધ તબક્કામાં VoLTE અને VoWiFi જેવી અન્ય સંબંધિત સેવાઓ પણ શરૂ કરશે. BSNL બોર્ડના કન્ઝ્યુમર મોબિલિટીના ડાયરેક્ટર સંદીપ ગોવિલે પણ પુષ્ટિ કરી છે કે હાલમાં ટેરિફ વધારવાની કોઈ યોજના નથી, આ તેવા લોકો માટે એક મોટી રાહત છે જે ભારતમાં ત્રણેય ખાનગી ટેલિકોમ દ્વારા તાજેતરના ભાવ વધારા પછી BSNLમાં સ્વિચ કરવા વિશે વિચારી રહ્યા છે. દહીંથી લઈને ઈંડામાંથી બને છે આ કમાલના હેર માસ્ક, વાળોને મળશે સલૂન જેવી ચમક યુઝર્સ સતત વધી રહ્યા છે નોંધનીય છે કે, તાજેતરના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી BSNLના એક્ટિવ યુઝર્સમાં જબરદસ્ત વધારો થયો છે. ઓગસ્ટથી ઓક્ટોબર 2024ની વચ્ચે સરકારી ટેલિકોમ કંપનીએ લગભગ 36 લાખ નવા યુઝર્સ ઉમેર્યા છે. જો કે, બીજી તરફ એરટેલ, જિયો અને વોડાફોન આઈડિયાના યુઝર્સ સતત ઘટી રહ્યા છે. દરેક વખત રિજેક્ટ થાય છે IPO એપ્લિકેશન? ફોલો કરો આ 10 ટિપ્સ, વધી જશે અલોટમેન્ટ ચાન્સ નવી સર્વિસ પણ કરી શરૂ BSNLનું 4G નેટવર્ક 22,000 ટાવર દ્વારા સંચાલિત થશે, જેને 4G સેચ્યુરેશન પ્રોજેક્ટ હેઠળ દેશભરમાં સ્થાપિત કરવામાં આવશે. કંપનીની યોજના કુલ 1,00,000 ટાવર સ્થાપિત કરવાની છે, જે પછીના તબક્કામાં જરૂરિયાત મુજબ વધુ વધારવામાં આવશે. BSNLએ તાજેતરમાં એક નવી સેવાની પણ જાહેરાત કરી છે, જેમાં ગ્લોબલ સેટેલાઇટ ફોન સેવાનો સમાવેશ થાય છે, જ્યાં તે ભારતમાં એકમાત્ર સેવા પ્રદાતા છે. તે દેશની પહલી સર્વિસ પ્રોવાઈડર પણ છે જે ડાયરેક્ટ-ટુ-ડિવાઈસ સેટેલાઇટ સર્વિસ ઓફર કરી રહ્યી છે. જો કે, આ વિશે વધુ જાણકારી નથી કે તેને કેવી રીતે સબ્સ્ક્રાઇબ કરી શકાય છે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.