GUJARATI

Whatsapp Call: થર્ડ પાર્ટી એપ વિના વોટ્સએપ કોલ કરવો છે રેકોર્ડ ? ફોનમાં આ સેટિંગ કરી દો On

Whatsapp Call: Whatsapp call પર વાત કરતાં ઘણા લોકોને એક સમસ્યા સતાવતી હોય છે કે તેઓ કોલ રેકોર્ડ કરી શકતા નથી. જો તમે પણ whatsapp પર આવેલા કોલનું રેકોર્ડિંગ કરવા માંગો છો તો આજે તમને તેના માટેની એક ટ્રીક જણાવીએ. આ ટ્રીક ફોલો કરીને તમે whatsapp પર આવતા કોલને પણ રેકોર્ડ કરી શકો છો. નોર્મલ વોઈસ કોલને રેકોર્ડ કરતા તો સૌ કોઈને આવડે છે પરંતુ whatsapp કોલ રેકોર્ડ કેવી રીતે કરવા તેની પ્રોસેસ મોટાભાગના લોકોને ખબર નથી હોતી. આ ટ્રિકથી થર્ડ પાર્ટી એપ વિના પણ તમે whatsapp કોલ રેકોર્ડ કરી શકશો. આ પણ વાંચો: Car Mileage: આ 5 એક્સેસરીઝ લગાવશો તો કારની માઈલેજ સાવ ઘટી જશે, ન કરતાં આ ભુલ ક્યારેય આજના સમયમાં નેટવર્કથી લઈને અન્ય સમસ્યાઓના કારણે લોકો whatsapp પર કોલ કરવાનું પસંદ કરે છે. કોલિંગ માટે તમે પણ whatsapp નો ઉપયોગ કરતા હોય અને તમને કોલનું રેકોર્ડિંગ રાખવું હોય તો કેવી રીતે કરવું ચાલો તમને જણાવી. Whatsapp કોલ રેકોર્ડ કરવાની સરળ ટ્રીક Whatsapp કોલ રેકોર્ડ કરવા માટે તમારે સૌથી પહેલા આ પ્રોસેસ ફોલો કરવી પડશે. આ પ્રોસેસ ફોલો કરીને તમે whatsapp કોલ રેકોર્ડ કરી શકો છો. Whatsapp કોલ રેકોર્ડ કરવા માટે તમારે કોલ આવે ત્યારે ફોનનું સ્ક્રીન રેકોર્ડિંગ ઓન કરી દેવું. ફોનનું સ્ક્રીન રેકોર્ડિંગ ઓન કરો ત્યારે મીડિયા એન્ડ માઈક ઓપ્શનને સિલેક્ટ કરીને ઓન કરી દેવું. આ પણ વાંચો: VI એ લોન્ચ કર્યો સુપર હીરો પ્લાન, બપોરે 12 વાગ્યા સુધી અનલિમિટેડ ડેટા વાપરો ફ્રીમાં આ રીતે ફોનમાં આવેલા whatsapp કોલનું રેકોર્ડિંગ થઈ જશે અને તમારા ફોનની એક્ટિવિટી પણ રેકોર્ડ થતી રહેશે. આ રીતે whatsapp કોલ રેકોર્ડ કરશો તો અવાજ એટલો ક્લિયર નહીં આવે પરંતુ બેઝિક યુઝ અને પુરાવા તરીકે આ રેકોર્ડિંગ કામ લાગી શકે છે. જો તમારી પાસે iphone હોય તો પણ સ્ક્રીન રેકોર્ડિંગ થઈ શકે છે. Whatsapp કોલ આવે એટલે સ્ક્રીન રેકોર્ડિંગ શરૂ કરી દેવું અને તેમાં માઇક ઓન કરવું. જો તમે ક્લિયર વોઇસ રેકોર્ડ કરવા માંગો છો તો ફોનમાં નોઈસ કેન્સલેશન ફીચર ઓન કરી દેવું. આ ફીચરના કારણે iphone યુઝરને વધારે ક્લિયર whatsapp કોલ રેકોર્ડિંગ મળે છે. આ પણ વાંચો: જિયો માટે માથાનો દુખાવો છે BSNL નો આ પ્લાન, ફ્રી કોલિંગ, ડેટા મળશે સૌથી ઓછી કિંમતે સ્ક્રીન રેકોર્ડિંગ સિવાય whatsapp કોલ રેકોર્ડ કરવા માટેની થર્ડ પાર્ટી એપ પણ ઉપલબ્ધ હોય છે. Whatsapp કોલને રેકોર્ડ કરતી અલગ અલગ એપ્લિકેશન પ્લેસ સ્ટોર પર ઉપલબ્ધ હોય છે જેના વડે તમે નોર્મલ કોલની જેમ જ whatsapp કોલ રેકોર્ડ કરી શકો છો. (Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેની પુષ્ટિ કરતું નથી.) સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.