GUJARATI

રબને બના દી જોડી! નીરજ ચોપરા અને મનુ ભાકરના થઈ રહ્યાં છે લગ્ન, મનુના પિતાએ ખોલ્યું રહસ્ય

Paris Olympics 2024: 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થઈ ગઈ. ભારતને કુલ 6 મેડલ મળ્યા છે. આ ઓલિમ્પિકમાં ભારતીય એથ્લેટમાં સૌથી વધારે ફોકસ મનુ ભાકર અને નીરજ ચોપરા પર રહ્યું છે.. મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં દેશને પ્રથમ બે મેડલ અપાવ્યા છે તો નીરજે ભાલા ફેંકમાં દેશને સિલ્વર મેડલ અપાવ્યો હતો. ઓલિમ્પિકની સમાપ્તિ પછી પણ નીરજ અને મનુ ભાકરની માતાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં બંને એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા હતા. અન્ય એક વીડિયોમાં નીરજ ચોપરા અને મનુ ભાકર એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા હતા. આ વીડિયો વાયરલ થતાં જ તેમના અફેરની અફવાઓ ઝડપથી ફેલાઈ રહી છે. હવે આ અફવાઓ પર મનુ ભાકરના પિતાએ મોટું નિવેદન આપ્યું છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે નીરજ ચોપરા અને મનુ ભાકર એકબીજા સાથે વાત કરી રહ્યા છે. મનુ ભાકર સાથે વાત કરતી વખતે નીરજ ચોપરા નીચે જોઈ રહ્યો છે. જેના પરથી સ્પષ્ટ દેખાય છે કે નીરજ મનુ સાથે વાત કરવામાં શરમાતો હોય છે. જો કે, આ વીડિયો વાયરલ થતાં જ લોકોએ તેમની લવ સ્ટોરી વિશે અફવાઓ ફેલાવવાનું શરૂ કરી દીધું હતું. Manu Bhaker’s Mother with Neeraj Chopra. pic.twitter.com/SDWbaWeOG7 — Avinash Aryan (@avinasharyan09) August 11, 2024 બીજા એક વીડિયોમાં જોવા મળ્યું હતું કે મનુ ભાકરની માતા પણ નીરજ ચોપરાને મળી હતી. બંને વચ્ચે ઘણી વાતચીત ચાલી રહી હતી. મનુ ભાકરની માતાએ નીરજ સાથે શું વાત કરી છે તે હજુ સુધી બહાર આવ્યું નથી. વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે મનુ ભાકરની માતા સુમેધા ભાકર પણ નીરજને તેના માથા પર હાથ મુકવા માટે કહી રહી છે. મનુની માતા અને નીરજ ચોપડાનો વીડિયો વાયરલ થતાં જ બંને ભારતીય એથ્લેટ્સના લગ્નના સમાચાર વાયરલ થઈ ગયા હતા. લોકો સોશિયલ મીડિયા પર દાવો કરવા લાગ્યા કે મનુની માતા નીરજ સાથે તેની પુત્રીના લગ્નની વાત કરી રહી છે. Look at the confidence of our medalists Neeraj Chopra and Manu Bhaker both can't look each other in the eyes while talking. Wow #Paris2024 pic.twitter.com/nZAdg3GPnC — Piyushkant Mishra (@Piyushkant16611) August 12, 2024 તે હજી ઘણી નાની છે: મનુ ભાકરના પિતા મનુ ભાકર અને નીરજ ચોપરાના લગ્નના સમાચાર અંગે મનુ ભાકરના પિતાએ ઘણું બધું સ્પષ્ટ કરી દીધુ છે. ન્યૂઝ નેશનમાં છપાયેલા અહેવાલમાં મનુ ભાકરના પિતાને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, 'મનુ હજુ ખૂબ નાની છે. તેની લગ્નની ઉંમર નથી. હજુ સુધી અમે આ વિશે વિચાર્યું પણ નથી.' આ સિવાય સુમેધા ભાકર અને નીરજ ચોપડા વચ્ચેની વાતચીત પર મનુ ભાકરના પિતાએ કહ્યું કે, 'મનુની માતા નીરજ ચોપરાને પોતાનો દીકરો માને છે.' સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.