GUJARATI

OTT Release January 2025: જાન્યુઆરી મહિનામાં અલગ અલગ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે આ દમદાર ફિલ્મો અને વેબ સીરીઝ

OTT Release January 2025: જાન્યુઆરી મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને સાથે જ પ્રાઇમ વીડિયો, નેટફ્લિક્સથી લઈને અલગ અલગ ઓટીટી પ્લેટફોર્મ પર વેબ સિરીઝ રીલીઝ પણ થવા લાગી છે. છેલ્લા ઘણા સમયથી ઓટીટી પ્લેટફોર્મનો ક્રેઝ વધ્યો છે. લોકો ઘર બેઠા વેબ સીરીઝ અને ફિલ્મોની મજા માણવાનું પસંદ કરે છે. જો તમે પણ ઓટીટી લવર છો તો તમને જણાવી દઈએ જાન્યુઆરી મહિનામાં કયા ઓટીટી પ્લેટફોર્મ પર કઈ ફિલ્મો અને વેબ સિરીઝ રીલીઝ થવાની છે. આ પણ વાંચો: Salman Khan સાથે લગ્નને લઈને એક્સ ગર્લફ્રેન્ડ Sangeeta Bijlani એ કર્યો મોટો ખુલાસો ડોન્ટ ડાઈ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર don't die ફિલ્મ રિલીઝ કરી દેવામાં આવી છે. આ ફિલ્મ એક જાન્યુઆરીએ રિલીઝ થઈ છે આ ફિલ્મ પ્રખ્યાત અમેરિકન બિઝનેસમેન બ્રાયન જોનસનના જીવન પર આધારિત છે. શાર્ક ટેન્ક સીઝન 4 રિયાલિટી શો શાર્ક ઈન્ડિયાની ચોથી સીઝન જાન્યુઆરી મહિનામાં રિલીઝ થઈ રહી સોની લીવ પર આ સીઝન રિલીઝ થશે. 6 જાન્યુઆરી થી આ સિરીઝના એપિસોડ સ્ટ્રીમ કરવામાં આવશે. આ પણ વાંચો: Sikandar Teaser: ફિલ્મ સિકંદરનું ટીઝર રિલીઝ, સલમાન ખાનનો ડાયલોગ અને એકશન છે દમદાર બ્લેક વોરંટ નેટફ્લિક્સ પર બ્લેક વોરંટ નામની વેબ સીરીઝ રિલીઝ થવાની છે. 10 જાન્યુઆરીથી આ સિરીઝના એપિસોડ સ્ટ્રીમ કરવામાં આવશે. આ વેબ સીરીઝ સુનિલ ગુપ્તા અને સુનેત્રા ચૌધરીની બુક બ્લેક વોરંટ પર આધારિત છે. મિશન ઈમ્પોસિબલ હોલીવુડના ફેમસ એક્ટર ટોમ ક્રુઝની સુપરહિટ ફિલ્મ મિશન ઈમ્પોસિબલનો નવો પાર્ટ આ મહિનામાં 11 જાન્યુઆરીથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. પાતાલ લોક 2 ઓટીટી પ્લેટફોર્મ પ્રાઈમ વિડીયો પર પાતાલ લોક 2020 માં રિલીઝ થઈ હતી. આ સીરીઝનો બીજો પાર્ટ હવે 17 જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવશે. આ પણ વાંચો: Video: રાહા કપૂરનો અત્યાર સુધીનો સૌથી ક્યૂટ વીડિયો, આલિયા-રણબીરની પરીએ જીતી લીધુ દિલ ધ રોશન્સ બોલિવૂડના સુપરસ્ટાર ઋત્વિક રોશનના પરિવાર પર આધારિત ડોક્યુમેન્ટરી છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. હવે આ ડોક્યુમેન્ટરી 17 જાન્યુઆરીથી નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.