GUJARATI

રોહિત શર્માની જગ્યાએ કોણ બનશે ભારતીય ટીમનો કેપ્ટન? BCCIની સામે આ છે 4 મોટા દાવેદાર

Team India Next Captain: ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝમાં અત્યાર સુધી ખરાબ પ્રદર્શનના કારણે ટીમ ઈન્ડિયા પર સવાલો ઉઠી રહ્યા છે. પર્થમાં પ્રથમ ટેસ્ટમાં જીત બાદ ભારતીય ટીમની ગતિ ધીમી પડી અને એડિલેડ બાદ મેલબર્નમાં હાર બાદ સતત સવાલો ઉઠી રહ્યા છે. આ સિરીઝમાં રોહિત શર્માનું પ્રદર્શન શરમજનક રહ્યું છે. રોહિત શર્માએ 2024માં 25થી ઓછી રનરેટથી ટેસ્ટમાં રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં એવું કહી શકાય કે, રોહિત સિડનીમાં તેમના કરિયરની છેલ્લી ટેસ્ટ મેચ રમશે. BCCIએ લેવા પડશે મુશ્કેલ નિર્ણય ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર રોહિતની નિવૃત્તિ નિશ્ચિત છે. હવે સવાલ એ થાય છે કે જો રોહિત નિવૃત્તિ લેશે તો ટેસ્ટમાં ભારતનો આગામી કેપ્ટન કોણ બનશે? આ અંગે અટકળો શરૂ થઈ ગઈ છે અને કેટલાક નામ સામે આવ્યા છે. BCCI આમાંથી કોઈપણ એક ખેલાડીને કેપ્ટન બનાવી શકે છે. બોર્ડને હવે મુશ્કેલ નિર્ણય લેવો પડશે. 'કોણ શું કરી રહ્યું છે તેની મને પરવા નથી..' ધોનીએ સોશિયલ મીડિયા અંગે કર્યો ખુલાસો ટેસ્ટમાં કેપ્ટનશિપ માટે આગામી દાવેદાર વિરાટ કોહલી ભારતના સૌથી સફળ કેપ્ટન વિરાટ કોહલીએ 2022માં આ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તે ફરીથી કેપ્ટનશિપની રેસમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોહલીએ ટીમ મેનેજમેન્ટને કહ્યું છે કે તે ફરીથી સુકાની પદ સંભાળવા ઇચ્છુક છે. વિરાટે 68 ટેસ્ટ મેચોમાં કેપ્ટનશિપ કરી છે અને ટીમે 40 મેચ જીતી છે. 17માં હારનો સામનો કરવો પડ્યો હતો અને 11 મેચ ડ્રો રહી હતી. તે ભારતના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક છે. જસપ્રિત બુમરાહ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું. ટીમ ઈન્ડિયાએ પર્થમાં જીત મેળવી હતી. બુમરાહ ટીમનો કરિશ્માઈ ખેલાડી છે, જેણે વર્તમાન સિરીઝમાં ઓસ્ટ્રેલિયા સામે 4 ટેસ્ટ મેચમાં રેકોર્ડ 30 વિકેટ લીધી છે. 'Thank You...' રોહિતની ઈમોશનલ પોસ્ટથી ડર્યા ફેન્સ, શું આ નિવૃત્તિનો સંકેત છે? ઋષભ પંત સ્ટાર વિકેટકીપર ઋષભ પંતે IPLમાં દિલ્હી કેપિટલ્સની આગેવાની કરી છે. તેમણે મર્યાદિત ઓવરોની ક્રિકેટમાં ભારતનું નેતૃત્વ કર્યું છે. તેમનું લક્ષ્ય ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ કરવાનો છે. ગયા અઠવાડિયે એમસીજી ખાતે બોક્સિંગ ડે ટેસ્ટમાં બેજવાબદાર શોટ પસંદગી બદલ રિષભ પંતની ટીકા થઈ હતી. આમ છતાં તે કેપ્ટનશિપની રેસમાં યથાવત છે. શુભમન ગિલ યુવા સ્ટાર શુભમન ગિલ ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન છે અને આ વર્ષની શરૂઆતમાં તેમણે ODI ક્રિકેટમાં પણ કેપ્ટનશિપ કરી હતી. પરંતુ તાજેતરમાં ગિલને તેના ખરાબ ફોર્મના કારણે ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તેમણે મર્યાદિત ઓવરોમાં ભારતનું નેતૃત્વ કર્યું છે. તે ટેસ્ટમાં કેપ્ટનશિપનો દાવેદાર છે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.