GUJARATI

ચીનમાં ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી! હ્યુમન મેટાપ્યુમોવાયરસથી બચવાનો શું છે ઉપાય?

HMPV Virus: કોરોનાનો ડર હજુ મનમાંથી દૂર નથી થયો કે હવે ચીનમાં વધુ એક વાયરસે તબાહી મચાવી દીધી છે. આ વાયરસનું નામ હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) છે, જે કોવિડ 19 જેવી જ તબાહી મચાવી રહ્યો છે. સોશિયલ મીડિયા અને ઘણા રિપોર્ટમામાં પર દાવાઓ કરવામાં આવી રહ્યા છે આ વાયરસના કારણે હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે, સ્મશાન ઘાટો પર ભારે ભીડ છે. જો કે, ચીન તરફથી હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચીનની સરકાર અને આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે, પરંતુ હજુ સુધી તેઓ આ વાયરસ વિશે વધુ સમજી શક્યા નથી. આવી સ્થિતિમાં ચાલો જાણીએ આ વાયરસ અંગે વિગતવાર. કેટલો ખતરનાક છે HMPV વાયરસ? અહેવાલો અનુસાર HMPVમાં ફ્લૂ જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. તે કોવિડ-19 જેવી જ સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ રહી છે. રોઇટર્સના રિપોર્ટ અનુસાર ચીનના રોગ નિયંત્રણ સત્તાધિકારીએ શુક્રવારે કહ્યું કે, તે અજાણ્યા પ્રકારના ન્યુમોનિયા માટે સર્વેલન્સ સિસ્ટમ ચલાવી રહ્યા છે. શિયાળામાં શ્વાસ સંબંધી રોગોમાં વધારો થવાની સંભાવના છે. તેની સાથે વ્યવહાર કરવા માટે એક ખાસ પ્રોટોકોલ બનાવવામાં આવ્યો છે. જો કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ચીની અધિકારીઓ આ વાયરસથી ચિંતિત છે. લોકોને માસ્ક પહેરવા અને વારંવાર હાથ ધોવાની અપીલ કરવામાં આવી રહી છે. માતા-પિતાની મંજૂરી જરૂરી.. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન,જાણો હ્યુમન મેટાપ્યુમોવાયરસના લક્ષણો 1. કોરોના જેવા લક્ષણો 2. શરદી અને ઉધરસ 3. તાવ અને ઉધરસ HMPV વાયરસ શું છે? હ્યુમન મેટાપ્યુમોવાયરસ એ RNA વાયરસ છે. તે ન્યુમોવિરિડે ફેમિલીના મેટાપ્યુમોવાયરસ ક્લાસ સાથે જોડાયેલો છે. તે 2001માં પ્રથમ વખત ડચ સંશોધક દ્વારા શોધવામાં આવ્યો હતો. રિચર્સમાં જાણવા મળ્યું છે કે, આ વાયરસ ઓછામાં ઓછા 60 વર્ષથી અસ્તિત્વમાં છે. આ એક સામાન્ય શ્વસન સમસ્યા છે, જે સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. આ મુખ્યત્વે ખાંસી અને છીંકમાંથી નીકળતા ટીપાંને કારણે એક-બીજામાં ફેલાઈ છે. ચીનની CDCની વેબસાઈટ અનુસાર આ વાયરસના ચેપનો સમયગાળો 3 થી 5 દિવસનો છે. પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન! સૌથી વધુ જોખમ કોને છે? બાળકો અને વૃદ્ધોને HMPV વાયરસથી સૌથી વધુ જોખમ રહેલું છે. કોરોનામાં પણ આ બન્નેને વધુ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. આ વાયરસના વધતા પ્રકોપને જોતા ચીનને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. દરેકને સ્વચ્છતા જાળવવા અને માસ્ક વગર બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી રહી છે. Disclaimer: અહીં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.