GUJARATI

1500+ વિકેટ, ગિલ્લીઓ ઉડાવવામાં માહેર, હવે ભારતીય બોલરોને કોચિંગ આપશે આ ખૂંખાર બોલર

Indian Cricket Bowling Coach : શ્રીલંકા પ્રવાસ બાદ ટીમ ઈન્ડિયા રેસ્ટ પર છે. હવે આગામી મહિને એટલે કે સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ વિરુદ્ધ ઘરેલૂ ટેસ્ટ અને ટી20 સીરિઝ રમવાની છે. અગાઉ એક મોટા અહેવાલ સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના નવા બોલિંગ કોચ મળી ગયા છે. BCCI સચિવ જય શાહે તેની પુષ્ટિ કરી છે. જોકે સાઉથ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ બોલર મોર્ને મોર્કલને ભારતના બોલિંગ કોચના રૂપમાં જવાબદારી સોંપવામાં આવી છે. આ દિગ્ગજે પોતાના ક્રિકેટ કરિયર (આંતરરાષ્ટ્રીય+ડોમેસ્ટિક)માં 1500થી વધુ વિકેટ ઝડપી છે. આ દિગ્ગજને મળી કમાન સાઉથ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ ઝડપી બોલર મોર્ને મોર્કલને ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના નવા બોલિંગ કોચ નિયુક્ત કરવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે બુધવારે તેની પુષ્ટિ કરી છે. શાહે પીટીઆઈને જણાવ્યું છે કે, હાં. મોર્ને મોર્કલને સીનિયર ભારતીય પુરુષ ટીમના બોલિંગ કોચ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સાઉથ આફ્રિકાના 39 વર્ષીય મોર્કલ નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરની પહેલી પસંદ હતા. બન્ને આઈપીએલ ટીમ લખનઉ સુપર જોઈન્ટ્સમાં સાથે કામ કર્યું છે. 1500+ વિકેટ છે નામ મોર્કલે સાઉથ આફ્રિકા માટે 86 ટેસ્ટ, 117 વનડે અને 44 ટી20 મેચ રમી છે, જેમાં કુલ 544 વિકેટ ઝડપી છે. આ સિવાય ઘરેલૂં ક્રિકેટમાં પણ શાનદાર આંકડા રહ્યા છે. ફર્સ્ટ ક્લાસ કરિયરમાં મોર્કલે 153 મેચ રમતા 566 બેટરોને આઉટ કર્યા. જ્યારે લિસ્ટ-એમાં તેમના નામે 239 વિકેટ નોંધાયેલી છે. અલગ અલગ ટી20 લીગમાં રમતા મોર્કલે આ ફોર્મેટમાં 207 વિકેટ લીધી છે. આ ટીમોને આપી ચૂક્યા છે કોચિંગ મોર્કેલે 2023માં વનડે વર્લ્ડકપ દરમિયાન બાબર આઝમની આગેવાની પાકિસ્તાન ટીમને પણ કોચિંગ આપી હતી. તેમણે પોતાના કોન્ટ્રાક્ટ પુરો થતાં પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે સંબંધ તોડી નાંખ્યો હતો. મોર્કેલની કોચિંગમાં પાકિસ્તાન વનડે વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચવામાં વિફલ રહ્યું અને નબળા પ્રદર્શનની સાથે છઠ્ઠા સ્થાન પર રહીને ટૂર્નામેન્ટ પુરી કરી. મોર્કેલે ગંભીરની સાતે મળીને લખનઉ સુપર જોયન્ટ્સ માટે પણ કામ કર્યું છે. બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતની આગામી સીરિઝ ભારતીય ટીમ સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચ પહેલા ઘર આંગણે આંતરરાષ્ટ્રીય સીઝનની શરૂઆત કરશે. બાંગ્લાદેશની ટીમ 19 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર સુધી ભારત પ્રવાસે રહેશે, જ્યાં બન્ને ટીમો વચ્ચે 2 ટેસ્ટ મેચ અને 3 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. ત્યારબાદ 16 ઓક્ટોબરથી ન્યૂઝીલેન્ડની ટીમ ભારત પ્રવાસ પર ત્રણ ટેસ્ટ મેચ રમવા માટે આવશે, જેમણી છેલ્લી મેચ 1થી 5 નવેમ્બરની વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.