ભારતના હેડ કોચ ગૌતમ ગંભીરે પાંચમી અને છેલ્લી ટેસ્ટ દરમિયાન જસપ્રીત બુમરાહ સાથે બાખડનાર ઓસ્ટ્રેલિયાના યુવા ક્રિકેટર સેમ કોંસ્ટાસની નિંદા કરતા જણાવ્યું હતું કે તેણે ભારતીય કેપ્ટન સાથે વાત કરવાનો અધિકાર નહોતો. ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા રોહિત શર્મા બહાર થતાં જ ભારતની કેપ્ટનશિપ કરી રહેલા જસપ્રીત બુમરાહે જ્યારે ઉસ્માન ખ્વાજાને પહેલા દિવસે આઉટ કર્યો તો સેમ કોંસ્ટાસ તેમણે કંઈક કહેતો દેખાયો હતો. 'તેને બુમરાહ સાથે વાત કરવાનો હક્ક નહોતો' 6 વિકેટે મેચ હાર્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં ગૌતમ ગંભીરને જ્યારે સેમ કોન્સ્ટાસની આ ક્રિયા પર ભારતીય ખેલાડીઓની આક્રમક પ્રતિક્રિયા વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, 'કઠોર લોકો દ્વારા રમાત આ એક અઘરી રમત છે, તમે નરમ ના પડી શકો. મને નથી લાગતું કે તેમાં કોઈ ધમકી આપતું હતું. જ્યારે ઉસ્માન ખ્વાજા સમય બગાડતો હતો ત્યારે તેને જસપ્રિત બુમરાહ સાથે વાત કરવાનો કોઈ અધિકાર નહોતો. તેને આ સાથે કોઈ લેવાદેવા નહોતી. આ અમ્પાયરનું કામ હતું. આ ખેલાડી પર ગુસ્સે થયો ગંભીર ગૌતમ ગંભીરે જોકે સેમ કોન્સ્ટાસને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી અને આશા વ્યક્ત કરી હતી કે તે અનુભવમાંથી શીખશે. ગૌતમ ગંભીરે કહ્યું, 'ટેસ્ટ ક્રિકેટમાં પ્રદર્શનમાં દરરોજ સુધારો કરવો પડે છે. ઘણી વખત તમે સીધા મેદાનમાં આવ્યા પછી પ્રથમ બોલથી જ સ્ટ્રોક ફટકારી શકતા નથી. તમારે રેડ બોલ ક્રિકેટનું સન્માન કરવું જોઈએ અને આશા છે કે તે અનુભવોમાંથી શીખશે. જ્યારે તમે ભારત જેવા ટોપ-ક્લાસ બોલિંગ આક્રમણનો સામનો કરી રહ્યા છો, ત્યારે તમે ભવિષ્ય માટે ઘણું શીખો છો. અને જે કંઈ થયું તે હવે વીતી ગયેલી વાત છે. મને નથી લાગતું કે તેમાં અતિશયોક્તિની જરૂર છે. આ શહેરમાં થયેલી એકમાત્ર ઘટના નથી, ભૂતકાળમાં પણ આવું બન્યું છે. ભારતને મળી શરમજનક સીરિઝમાં હાર તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાએ રવિવારે સિડની ટેસ્ટના ત્રીજા દિવસે ભારતને 6 વિકેટથી હરાવીને પાંચ મેચની બોર્ડ ગાવસ્કર સીરિઝ 3-1થી જીતી લીધી અને સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પણ સ્થાન બનાવી લીધું, જ્યાં તેમની સામે દક્ષિણ આફ્રિકા ટકરાશે. આ હારની સાથે ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું. ભારતના 162 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટ ગુમાવીને 162 રન બનાવીને જીત હાંસિલ કરી. ઓસ્ટ્રેલિયાએ લગભગ એક દશક બાદ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી છે. ભારત હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાંથી બહાર થઈ ચૂક્યું છે. ટીમ ઈન્ડિયાને હવે જૂનમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચોની ટેસ્ટ સીરિઝ રમવાની છે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None
Popular Tags:
Share This Post:
ગુજરાતમાં આવેલા ચીની વાયરસના લેટેસ્ટ અપડેટ, નિષ્ણાતોએ આપી આ સલાહ
- by Sarkai Info
- January 7, 2025
Earthquake: નેપાળમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ, ભારતમાં અનેક વિસ્તારોમાં જોરદાર ઝટકા મહેસૂસ થયા
January 7, 2025What’s New
Spotlight
Today’s Hot
-
- January 6, 2025
-
- January 6, 2025
-
- January 6, 2025
Featured News
Latest From This Week
10 વર્ષ બાદ પાટીદાર અનામત આંદોલન મુદ્દે આરપાર, કરસન પટેલના નિવેદન બાદ શરૂ થયો નવો સંગ્રામ
GUJARATI
- by Sarkai Info
- January 6, 2025
એક દિવસનો પગાર 48 કરોડ... કોણ છે વિશ્વમાં સૌથી વધુ સેલેરી લેનાર આ ભારતીય? જાણો શું કરે છે
GUJARATI
- by Sarkai Info
- January 6, 2025
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.