બેઈજિંગઃ પાડોશી દેશ ચીનમાં ઘટતી જતી વસ્તી, વૃદ્ધોની વધતી સંખ્યા અને યુવાનોમાં બેરોજગારીનો દર વધવાથી ત્યાંના નીતિ નિર્માતાઓ ચિંતિત છે. સરકાર વસ્તી વધારવા માટે તમામ વ્યવસ્થા કરી રહી છે. દરમિયાન, ચીનની કોલેજોમાં અભ્યાસ કરતા બી.એ.ના વિદ્યાર્થીઓનો એક સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં આ વિદ્યાર્થીઓએ રોમેન્ટિક સંબંધોમાં કોઈ રસ દર્શાવ્યો ન હતો. ચાઇના પોપ્યુલેશન ન્યૂઝ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં બહાર આવ્યું છે કે કોલેજના 57 ટકા વિદ્યાર્થીઓએ મુખ્ય કારણ તરીકે અભ્યાસ અને સંબંધોને સંતુલિત કરવામાં મુશ્કેલીઓ દર્શાવીને રોમેન્ટિક સંબંધોમાં કોઈ રસ દર્શાવ્યો નથી. રિપોર્ટમાં જણાવાયું છે કે રોમેન્ટિક સંબંધો પર વ્યાપક અને વૈજ્ઞાનિક શિક્ષણના અભાવને કારણે વિદ્યાર્થીઓ તેની સાથે જોડાયેલા નથી. આ સમસ્યાને જોતા હવે ત્યાંની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓએ હવે લવ અફેર્સના ઘણા કોર્સ શરૂ કર્યાં છે. તેની પાછળ તર્ક આપવામાં આવ્યો કે ચીની વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે રોમાન્સને પણ મહત્વ આપી શકશે અને બંને વચ્ચે સંતુલન સ્થાપિત કરી શકશે. ચીનમાં ઘટતો લગ્ન દર રેકોર્ડ નીચલા સ્થાને પહોંચી ગયો છે. આ સાથે જન્મ દરમાં પણ ઘટાડો થયો છે. વર્ષ 2023માં ચીનની વસ્તીમાં 2.08 મિલિયનનો ઘટાડો થયો છે. આ સતત બીજું વર્ષ છે જ્યારે ચીનની વસ્તીમાં ઘટાડો થયો છે. આંકડા પ્રમાણે વર્ષ 2023માં ચીનમાં માત્ર 90.2 મિલિયન બાળકો પેદા થયા, જે 2017થી અડધા છે. ચીનની જનસંખ્યા 2023માં સતત બીજા વર્ષે ઘટી છે. હવે ત્યાં જનસંખ્યા ઘટી 1.4 અબજ રહી ગઈ છે. આ સમસ્યાઓના દૂરગામી પ્રભાવોને ઘટાડવાના ઉદ્દેશ્યથી વુહાન યુનિવર્સિટી, જિયામેન યુનિવર્સિટી અને તિયાનજિન યુનિવર્સિટી સહિત અન્ય ચીની વિશ્વ વિદ્યાલયોએ ત્યાં લગ્ન અને પ્રેમ (Marriage and Love),પ્રેમનું મનોવિજ્ઞાન (The Psychology of Love),પ્રેમનું સમાજશાસ્ત્ર Sociology of Love)જેવા કોર્સ શરૂ કર્યાં છે. આ કોર્સ શરૂ કરનાર યુનિવર્સિટીઓનો તર્ક છે કે નિમ્ન જન્મ દર એક જટિલ સામાજિક મુદ્દો છે, જે માટે સરળ અને અપરિપક્વ સમાધાનની જગ્યાએ વ્યાપક ઉપાયોની જરૂરીયાત છે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ પ્રમાણે પરંતુ યુનિવર્સિટીની આ પહેલની ઈન્ટરનેટ પર મોટા પાયે આલોચના થઈ રહી છે. આલોચકોનું કહેવું છે કે સરકારે પહેલા બેરોજગારીની ગંભીર સમસ્યા પર ધ્યાન આપવું જોઈએ કારણ કે દરેક યુવા માટે લગ્ન કરવા અને બાળકો પેદા કરતા પહેલા આર્થિક મજબૂતી અને નાણાકીય સ્થિરતા જરૂરી છે. તેના પ્રમાણે નોકરી વગર પ્રેમમાં પડવું, લગ્ન અને સેક્સ કરવું તથા બાળકો પેદા કરવા એક પ્રકારની સજા હોઈ શકે છે. મહત્વનું છે કે ચીનમાં ઘટતા જન્મદરના મુદ્દાના સમાધાન માટે રાષ્ટ્રીય અને સ્થાનીય સરકારોએ વિવિધ પ્રજનનવાદી નીતિઓ પણ શરૂ કરી છે. તેમાં રોકડ સબસિડી આપવી અને એકથી વધુ બાળકોવાળા પરિવારો માટે આવાસનું પ્રોત્સાહન આપવું પણ સામેલ છે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None
Popular Tags:
Share This Post:
ગુજરાતમાં આવેલા ચીની વાયરસના લેટેસ્ટ અપડેટ, નિષ્ણાતોએ આપી આ સલાહ
- by Sarkai Info
- January 7, 2025


Earthquake: નેપાળમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ, ભારતમાં અનેક વિસ્તારોમાં જોરદાર ઝટકા મહેસૂસ થયા
January 7, 2025What’s New
Spotlight
Today’s Hot
-
- January 6, 2025
-
- January 6, 2025
-
- January 6, 2025
Featured News
Latest From This Week
10 વર્ષ બાદ પાટીદાર અનામત આંદોલન મુદ્દે આરપાર, કરસન પટેલના નિવેદન બાદ શરૂ થયો નવો સંગ્રામ
GUJARATI
- by Sarkai Info
- January 6, 2025
એક દિવસનો પગાર 48 કરોડ... કોણ છે વિશ્વમાં સૌથી વધુ સેલેરી લેનાર આ ભારતીય? જાણો શું કરે છે
GUJARATI
- by Sarkai Info
- January 6, 2025
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.