GUJARATI

મહિલાઓ સામે વધ્યા અત્યાચાર, દેશમાં દરરોજ થાય છે 86 દુષ્કર્મ, જાણો કયું રાજ્ય મહિલાઓ માટે 'અનસેફ'

નવી દિલ્હીઃ મહિલાઓ સાથે અત્યાચારના કેસની સંખ્યાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે... આ મામલામાં કાયદો તો બદલાઈ ગયો છે પરંતુ સ્થિતિમાં કોઈ જ સુધારો થયો નથી... તેની સાક્ષી પૂરી રહ્યા છે દરરોજ 86 દુષ્કર્મની ઘટના... ત્યારે કયા રાજ્યો મહિલાઓ માટે અનસેફ છે?... છેલ્લાં 14 વર્ષમાં દુ્ષ્કર્મની કેટલી ઘટનાઓ સરકારી ચોપડે નોંધાઈ?.... જોઈશું આ અહેવાલમાં... ભારતમાં દર કલાકે 3 મહિલાઓ દુષ્કર્મનો શિકાર દુષ્કર્મના 96%થી વધુ કેસમાં આરોપી મહિલાના જાણીતા હોય છે દુષ્કર્મના 100માંથી 27 આરોપીઓને જ થાય છે સજા આ ત્રણ આંકડા દર્શાવે છે કે ભારતમાં કડક કાયદો હોવા છતાં આપણા દેશમાં દુષ્કર્મની ઘટનામાં ઘટાડો પણ થઈ રહ્યો નથી... અને સજાનો દર પણ વધી રહ્યો નથી... કેન્દ્ર સરકારની એજન્સી NCRBના આંકડા દર્શાવે છે કે ભારતમાં વર્ષે મહિલાઓ સામે અત્યાચારના 4 લાખથી વધારે કેસ નોંધાય છે. મહિલાઓ સામે અત્યાચારનો ઉલ્લેખ એટલા માટે થઈ રહ્યો છે... કેમ કે કોલકાતામાં રેસિડેન્ટ ડોક્ટર સાથે દુષ્કર્મ અને તેની હત્યાના મામલાએ આખા દેશને ધ્રૂજાવી દીધો છે... આ મામલે માત્ર કોલકાતા જ નહીં પરંતુ દેશના અનેક શહેરોમાં પ્રદર્શન થઈ રહ્યા છે... પશ્વિમ બંગાળના મુખ્યમંત્રીએ PM મોદીને પત્ર લખીને દુષ્કર્મના કેસમાં કડક સજાની જોગવાઈની માગણી કરી છે... કડક કાયદા છતાં દુષ્કર્મના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે... તેની જુબાની છે આ વર્ષોવર્ષ વધી રહેલાં આંકડા.... વર્ષ 2009માં 21,397 કેસ... વર્ષ 2010માં 22,172 કેસ... વર્ષ 2011માં 24,206 કેસ... વર્ષ 2012માં 24,923 કેસ... વર્ષ 2013માં 33,707 કેસ... વર્ષ 2014માં 36,735 કેસ... વર્ષ 2015માં 34,651 કેસ... વર્ષ 2016માં 38,947 કેસ... વર્ષ 2017માં 32,559 કેસ... વર્ષ 2018માં 33,356 કેસ... વર્ષ 2019માં 32,032 કેસ... વર્ષ 2020માં 28.046 કેસ... વર્ષ 2021માં 31,677 કેસ... વર્ષ 2022માં 31,516 કેસ નોંધાયા હતા... મહિલાઓ સામે ગુનાઓની સંખ્યાના આંકડા ડરાવનારા છે... જેના પરથી એવું લાગી રહ્યું છેકે ગુનેગારોને કાયદાની કોઈ પરવા નથી... ગુનેગારો કાયદાની ઐસીતૈસી કરીને આવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે... હવે તમારા મનમાં થતું હશે કે મહિલાઓ પર દુષ્કર્મની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે... તો પછી મહિલાઓ ક્યાંય સુરક્ષિત નથી તેનો સવાલ હાલ ઉઠી રહ્યો છે... કયા રાજ્યોમાં મહિલાઓ અનસેફ છે અને 2022માં દુષ્કર્મની ઘટના નોંધાઈ હતી તે ગ્રાફિક્સની મદદથી સમજી લો... રાજસ્થાનમાં 5399 કેસ... ઉત્તર પ્રદેશમાં 3690 કેસ... મધ્ય પ્રદેશમાં 3029 કેસ... મહારાષ્ટ્રમાં 2904 કેસ... હરિયાણામાં 1787 કેસ... ઓડિશામાં 1464 કેસ... ઝારખંડમાં 1298 કેસ... છત્તીસગઢમાં 1246 કેસ... દિલ્લીમાં 1212 કેસ... અસમમાં 1113 કેસ નોંધાયા હતા... દુષ્કર્મના મોટાભાગના મામલામાં જે આરોપી હોય છે તે પીડિતાની ઓળખાણમાં જ હોય છે... આંકડા દર્શાવે છે કે દુષ્કર્મના 96 ટકાથી વધારે કેસમાં ઓળખવાણવાળો જ આરોપી નીકળે છે... ત્યારે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર, મહિલા સુરક્ષાની મોટી-મોટી વાતો તો કરે છે પરંતુ દુષ્કર્મ કે મહિલાઓ પર થતાં અત્યાચારની ઘટના અટકાવવામાં નિષ્ફળ નીવડી છે... ત્યારે દેશમાં એવા કાયદા કે જોગવાઈની જરૂર છે જેનાથી કોઈપણ વ્યક્તિ મહિલા પર અત્યાચાર કરવાનું વિચારી પણ ન શકે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.