GUJARATI

ફોન-લેપટોપ જપ્ત કર્યા પછી પણ પ્રાઈવેટ ચેટ નહીં જોઈ શકે તપાસ એજન્સીઓ, સરકાર લાવી રહી છે નવો નિયમ

Govt New Rule: કેન્દ્ર સરકાર એક નવો નિયમ બનાવવા જઈ રહી છે જે અંતર્ગત જ્યારે સરકારી એજન્સીઓ કોઈપણ તપાસ દરમિયાન કોઈની પાસેથી ડિજિટલ અથવા પેપર દસ્તાવેજો જપ્ત કરે છે, ત્યારે તેણે શું કરવું અને શું નહીં તે નક્કી કરવામાં આવશે. આ નિયમ એટલા માટે બનાવવામાં આવી રહ્યો છે કે કોઈની અંગત ચેટ અથવા તપાસ સાથે સંબંધિત ન હોય તેવી વસ્તુઓ તપાસમાં સામેલ ન થાય. કેન્દ્ર સરકાર તપાસ એજન્સીઓ માટે ડિજિટલ અથવા પેપર દસ્તાવેજોને જપ્ત કરવા અને હેન્ડલ કરવા માટે સામાન્ય માર્ગદર્શિકા તૈયાર કરી રહી છે. કેનેડામાં ગુજરાતીઓ સહિત ભારતીયો માટે આકરો નિર્ણય; માતા-પિતા, દાદા-દાદીને નહી મળે PR કેમ બનાવવામાં આવી રહ્યો છે આ નિયમ? આ નિયમ એટલા માટે બનાવવામાં આવી રહ્યો છે કારણ કે અગાઉ ઘણી વખત એવું બનતું હતું કે તપાસ એજન્સીઓ કેસની તપાસ દરમિયાન ઘણા બધા ડિજિટલ દસ્તાવેજો જપ્ત કરી લે છે, જેમાં કેટલીકવાર ખાનગી ચેટ પણ સામેલ હતી. જેના કારણે લોકોની ગોપનીયતાનો ભંગ થતો હતો. ટીમ ઈન્ડિયાનું સપનું ચકનાચૂર...સિડની ટેસ્ટમાં શરમજનક હાર, WTC ફાઇનલમાં AUSની એન્ટ્રી સુપ્રીમ કોર્ટમાં કેસ તાજેતરમાં સુપ્રીમ કોર્ટે લોટરી કિંગ સેન્ટિયાગો માર્ટિનના આઇફોનમાંથી તમામ ડિજિટલ રેકોર્ડની રિકવરી પર પ્રતિબંધ મૂક્યો હતો. વાસ્તવમાં દરોડા દરમિયાન EDએ માર્ટિનના આઇફોન સાથે 12 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. પછી માર્ટિને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો અને તપાસ એજન્સીને ડિજિટલ રેકોર્ડ જપ્ત કરવાથી રોકવાની માંગ કરી. માર્ટિને દલીલ કરી હતી કે તેમના iPhone માં તેમની અંગત ચેટ્સ છે, જે તેમની સામે મની લોન્ડરિંગની તપાસ સાથે સંબંધિત નથી. માતા-પિતાની સારસંભાળ નહીં રાખો તો નહીં મળે મિલકત; સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો માર્ટિનને રાહત આપતા સુપ્રીમ કોર્ટે તેમના કેસની સુનાવણી એમેઝોન દ્વારા દાખલ કરાયેલા કેસ સાથે જોડી દીધી, જેની સુનાવણી 6 જાન્યુઆરીએ થવાની છે. આ સમય દરમિયાન ડિજિટલ અને અન્ય રેકોર્ડ્સ જપ્ત કરવા અંગેની માર્ગદર્શિકા તૈયાર કરવા અંગે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં જાહેર થવાની સંભાવના છે. ચામડી કે હોઠ થાય છે વાદળી! વધુ એક ઘાતક વાયરસનો હાહાકાર, સ્થિતિ વિકટ બનતાં ભારત સતર્ક તપાસ એજન્સીઓનો પક્ષ તપાસ એજન્સીઓ દલીલ કરે છે કે આજકાલ ઈન્ટરનેટ યુગમાં ગુનેગારો તેમની ગુનાહિત પ્રવૃત્તિઓ સંબંધિત દસ્તાવેજો સંગ્રહિત કરવા માટે ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરે છે. તેથી તપાસ માટે ડિજિટલ દસ્તાવેજો જપ્ત કરવા જરૂરી છે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.