GUJARATI

Soft Roti: રોટલીના લોટમાં 1 ચમચી આ વસ્તુ ઉમેરી બાંધો લોટ, બધી રોટલી ફૂલશે અને રહેશે એકદમ સોફ્ટ

How To Make Soft Roti: ગરમાગરમ, દડા જેવી ફુલેલી અને રૂ જેવી સોફ્ટ રોટલી જો થાળીમાં પીરસવામાં આવે તો ભોજન કરનારને પણ સંતોષ થાય છે અને રસોઈ બનાવનારને પણ મજા આવે છે. પરંતુ ઘણી વખત એવું થાય છે કે રોટલી ગરમ હોય ત્યાં સુધી જ સોફ્ટ રહે છે અને ઠંડી થાય તો તે કડક થઈ જાય છે. તો વળી કેટલીક વખત રોટલી બરાબર ફૂલતી પણ નથી. જો તમારા ઘરમાં પણ તમારી સાથે આવું થતું હોય તો આજે તમને જણાવીએ કે ઘરે રોજ બનતી રોટલીને સોફ્ટ અને ફુલેલી કેવી રીતે બનાવી શકાય. આ ટ્રિક વિશે આજ સુધી તમને કોઈએ જણાવ્યું નહીં હોય. આ પણ વાંચો: પલાળેલી બદામની છાલનો આ 3 રીતે કરી શકાય છે ઉપયોગ, જાણીને તમે પણ ફેંકવાનું કરશો બંધ રોટલીનો લોટ બાંધો ત્યારે તેમાં ફક્ત એક ચમચી આ વસ્તુ ઉમેરી દેવાથી રોટલી ફૂલીને દડા જેવી થશે. સાથે જ રોટલી ઠંડી થયા પછી પણ સોફ્ટ જ રહેશે. આ ટ્રીક અજમાવાથી 100% તમને સોફ્ટ રોટી બનાવવામાં સફળતા મળશે. તો ચાલો તમને જણાવીએ એક એવો નુસખો છે તમારી રોટલીને ફેમસ બનાવી દેશે. આ પણ વાંચો: ઠંડા પાણીથી નહાવાથી થતા ફાયદા વિશે જાણી લેશો તો પાણી ગરમ કરવાનું છોડી દેશો આજથી જ સામાન્ય રીતે ગૃહિણીઓ રોટલીના લોટમાં ફક્ત પાણી ઉમેરીને લોટ બાંધે છે. પરંતુ જો તમારે સોફ્ટ અને ફુલેલી રોટલીઓ બનાવી હોય તો આ રીતે લોટ ન બાંધવો. હંમેશા લોટમાં પાણી ઉમેરો તે પહેલા લોટમાં એક ચમચી ગરમ તેલ અથવા તો ગરમ ઘી ઉમેરો. તેલ અથવા ઘી ઉમેરીને લોટને એકથી બે મિનિટ સારી રીતે મસળી લો. ત્યાર પછી તેમાં પાણી ઉમેરીને સોફ્ટ લોટ બાંધો. આ પણ વાંચો: Monsoon Tips: ઘરમાંથી ગરોળી ભગાડવા અપનાવો આ 3 ટ્રીક, ગરોળીની સાથે જંતુઓ પણ ભાગી જશે રોટલીનો લોટ બાંધીને તુરંત તેમાંથી રોટલી ન બનાવો.. રોટલીના લોટને બાંધ્યા પછી 10 થી 15 મિનિટ રેસ્ટ આપો. રોટલીના લોટ પર તેલવાળો હાથ લગાવીને ઢાંકીને તેને દસ મિનિટ માટે રાખી મૂકો. આ રીતે લોટ તૈયાર કરીને જો તમે રોટલી બનાવશો તો રોટલી એકદમ સોફ્ટ અને ફુલેલી બનશે. આ પણ વાંચો: વેક્સિંગ કે થ્રેડિંગ કરાવ્યા વિના દુર કરવી હોય ચહેરાની રુંવાટી તો ટ્રાય કરો આ નુસખા આ સિવાય એક વાતનું પણ ધ્યાન રાખો કે રોટલીના લોટમાં એક સાથે પાણી ઉમેરીને લોટ બાંધવો નહીં. રોટલીના લોટને હંમેશા ધીરે ધીરે પાણી ઉમેરતા જવું અને લોટને બરાબર મસળીને બાંધવો જોઈએ. આ રીતે લોટ બાંધશો તો તમારી બધી જ રોટલી ફૂલશે. (Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેની પુષ્ટિ કરતું નથી.) સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.