GUJARATI

PM Svanidhi Yojana: આ સરકારી યોજના વિશે ખાસ જાણો, ગેરંટી વગર મળે છે 1 લાખ રૂપિયા સુધીની લોન

PM Svanidhi Yojana: દેશના નાના વેપારીઓ અને સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે સરકારે એક સારી યોજના શરૂ કરી છે. આ યોજનાનું નામ પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (PM Svanidhi Yojana) છે. કોરોના કાળમાં શરૂ કરાયેલી આ યોજના હજુ પણ લાખો લોકોની મદદ કરે છે. ખાસ વાત તો એ છે કે આ યોજના અંતર્ગત તમને ગેરંટી વગર લોન મળે છે. આ યોજના સંલગ્ન વિસ્તૃત માહિતી જાણો. શું છે પીએમ સ્વનિધિ યોજના? આ યોજના એવા લોકો માટે છે જે પોતાનો નાનકડો વેપાર શરૂ કરવા માંગે છે અથવા તો પોતાના હાલના કામને વધારવા માંગે છે. ખાસ કરીને રેકડીવાળા કે ફેરિયા, રસ્તા પર કામધંધો કરતા, લારીવાળાઓને તેનો લાભ મળે છે. ગેરંટી વગર મળે છે લોન પીએમ સ્વનિધિ યોજના હેઠળ એક લાખ રૂપિયા સુધીની લોન મળે છે. આ લોન ત્રણ તબક્કામાં આપવામાં આવે છે. - પહેલો તબક્કામાં 10,000 રૂપિયા - બીજા તબક્કામાં 20,000 રૂપિયા - ત્રીજા તબક્કામાં 50,000 રૂપિયા પહેલો હપ્તો સમયસર ચૂકવી દેવામાં આવે તો જ તમે બીજા હપ્તા માટે પાત્ર ગણાશો. એ જ રીતે બીજો હપ્તો બરાબર ચૂકવી દીધા બાદ જ તમને ત્રીજા હપ્તાનો લાભ મળી શકશે. કઈ રીતે કરવી અરજી? આ યોજના માટે અરજી કરવી ખુબ સરળ છે. તમને ફક્ત આધારકાર્ડની જરૂર પડશે. કોઈ અન્ય દસ્તાવેજની જરૂર નહીં પડે. નજીકની બેંક બ્રાન્ચ કે ઓનલાઈન માધ્યમથી તમે અરજી કરી શકો છો. લોન ચૂકવવાની રીત આ યોજના હેઠળ અપાયેલી લોન તમે માસિક હપ્તા દ્વારા ચૂકવી શકો છો. એ ધ્યાન રાખવું ખુબ જરૂરી છે કે લોનની આ રકમ તમારે 12 મહિનાની અંદર ચૂકવવી પડશે. યોજનાના ફાયદા - ગેરંટી વગર લોન: કોઈ પણ પ્રકારની સંપત્તિ કે ગેરંટરની જરૂર પડતી નથી. - સરળ પ્રક્રિયા: ઓછી દસ્તાવેજી કાર્યવાહી અને ઝડપી મંજૂરી. - નાના વેપારીઓને પ્રોત્સાહન: પોતાનું કામ શરૂ કરવાની સુંદર તક. - સમયસર ચૂકવવાથી ફાયદો: સમયસર હપ્તા ચૂકવનારા લાભાર્થીઓને આગામી તબક્કાની લોન સરળતાથી મળી જાય છે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.