GUJARATI

Yuzvendra Chahal and Dhanashree Verma: યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મામાંથી કોણ વધારે અમીર ? જાણો બંનેની નેટવર્થ

Yuzvendra Chahal and Dhanashree Verma: ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને સોશિયલ મીડિયા સ્ટાર ધનશ્રી વર્માના ચાહકોને ત્યારે આંચકો લાગ્યો જ્યારે સોશિયલ મીડિયા પર ચર્ચા થવા લાગી કે આ કપલનું લગ્ન જીવન બરાબર નથી અને બંને અલગ થઈ રહ્યા છે. યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના ડિવોર્સની ચર્ચાઓથી થઈ રહી છે. આ વાતની પુષ્ટિ અત્યાર સુધી કરવામાં આવી નથી પરંતુ ચર્ચાઓ છે કે ટૂંક સમયમાં જ તેની જાહેરાત કરવામાં આવશે. આ ચર્ચાઓ ત્યારથી શરૂ થઈ છે જ્યારથી યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીએ એકબીજા સાથેની બધી જ પોસ્ટ સોશિયલ મીડિયા પરથી ડીલીટ કરી. આ પણ વાંચો: કપિલના શોમાં કરવામાં આવી ટોર્ચર.. પિંકી બુઆ બનતી ઉપાસના સિંહે વર્ષો પછી કાઢ્યો બળાપો યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીની લવસ્ટોરી કોરોના વાયરસના કારણે જ્યારે દુનિયાભરમાં લોકો પોતાના ઘરમાં કેદ થઈ ગયા હતા ત્યારે યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માની લવ સ્ટોરી શરૂ થઈ હતી. એક મુલાકાતમાં યુઝવેન્દ્ર ચહલ એ જણાવ્યું હતું કે લોકડાઉનમાં ખાલી બેઠા બેઠા તે કંટાળી ગયો હતો ત્યારે તેણે ડાન્સ શીખવાનું નક્કી કર્યું અને ડાન્સ ક્લાસ જોઈન કર્યા. આ ડાન્સ ક્લાસમાં ધનુશ્રી તેની ટીચર હતી અને ત્યારથી જ બંને વચ્ચે પ્રેમ શરૂ થયો ત્યાર પછી તેમણે 22 ડિસેમ્બર 2020 ના રોજ લગ્ન કરી લીધા. આ પણ વાંચો: જાન્યુઆરીમાં રિલીઝ થશે આ 3 દમદાર ફિલ્મો, અજય દેવગન અને કંગના વચ્ચે થશે ટક્કર શા માટે અલગ થઈ રહ્યું છે કપલ ? છેલ્લા ઘણા સમયથી યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના ડિવોર્સની ચર્ચાઓ એ જોર પકડ્યું છે. ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે ધનશ્રી વર્મા સાથેની પોતાની બધી જ તસ્વીરો હટાવી લીધી છે. તેમણે instagram પર એકબીજાને અનફોલો કરી દીધા છે. જેના કારણે ચર્ચાઓ છે કે આ બંને અલગ થઈ રહ્યા છે. આ પણ વાંચો: Game Changer Trailer: રામ ચરનની ફિલ્મ ગેમ ચેન્જરના ટ્રેલરે ઈંટરનેટ પર મચાવ્યો તહેલકો કપલની નેટવર્ક કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા વિશે કહેવાય છે કે તેની નેટવર્ક 25 કરોડ રૂપિયાની છે. જ્યારે ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની નેટવર્ક 45 કરોડની હોવાનું અનુમાન છે. ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલને આઇપીએલ 2025 માં પંજાબ કિંગ્સે 18 કરોડમાં ખરીદ્યો હતો. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ થી પણ યુઝવેન્દ્ર ચહલ સારી એવી કમાણી કરે છે. કપલમાં યુઝવેન્દ્ર ચહલની નેટવર્થ ધનશ્રી વર્મા કરતાં વધારે છે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.