GUJARATI

રોહિત શર્માનો સમય હવે પૂરો? ભારતના આગામી ટેસ્ટ કેપ્ટન બનવાના દાવેદાર છે આ 3 ધાકડ ખેલાડીઓ

શું રોહિત શર્માનો સમય હવે પૂરો થઈ ગયો? ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં 2025ની ફાઈનલમાંથી હવે બહાર થઈ ચૂકયું છે. 37 વર્ષના રોહિત શર્મા માટે હવે પોતાની ટેસ્ટ કેપ્ટન્સી ચાલુ રાખવી મુશ્કેલ છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ અને સિલેક્ટર્સ આવનારા દિવસોમાં રોહિત શર્મા વિશે કડક નિર્ણય લઈ શકે છે. આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનું ચક્ર 2025-27 સુધી ચાલશે. આવામાં રોહિત શર્મા ભારતીય ટેસ્ટ ટીમના આગળના પ્લાનમાં ફીટ બેસતા નથી. BCCI ના રડાર પર એવા 3 દિગ્ગજ ખેલાડી હશે તે ભારતના આગામી ટેસ્ટ કેપ્ટન બની શકે છે. ત્રણ ખેલાડી એવા છે જે ટેસ્ટ ફોર્મેટમાં કેપ્ટન તરીકે રોહિત શર્માને રિપ્લેસ કરવાનો દમ ધરાવે છે. આ 3 ખેલાડીઓ પર નજર ફેરવીએ. 1. જસપ્રીત બુમરાહ જો ભારતે એક નવા કેપ્ટનને પસંદ કરવાનો હોય તો જસપ્રીત બુમરાહ સારો વિકલ્પ છે. બુમરાહ ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો એક અભિન્ન હિસ્સો છે. જસપ્રીત બુમરાહ ભારતના જ નહીં પરંતુ દુનિયાના ઉત્કૃષ્ટ બોલરોમાંથી એક છે. એક કેપ્ટન તરીકે જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયા માટે મોટી ભૂમિકા ભજવી શકે છે. બુમરાહ કોઈ પણ મેદાન પર વિકેટ લેવાની ક્ષમતા ધરાવે છે. જસપ્રીત બુમરાહે 23 જાન્યુઆરી 2016ના રોજ પોતાની ઈન્ટરનેશનલ કરિયરની શરૂઆત કરી હતી. 31 વર્ષના બુમરાહે 45 ટેસ્ટ મેચોમાં 205 વિકેટલીધી છે. જસપ્રીત બુમરાહે ટેસ્ટ ક્રિકેટમાં 13 ઈિંગમાં 5 વિકેટ લેવાનું કારનામું કર્યું છે. ટેસ્ટ મેચોમાં બુમરાહનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદ્રશન 86 રન આપીને 9 વિકેટ લીધી છે. 89 વનડે મેચોમાં બુમરાહે 149 વિકેટ લીધી છે. બુમરાહે વનડે ક્રિકેટમાં 2 વખત ઈનિંગમાં 5 વિકેટ લીધી છે. વનડે ક્રિકેટમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 19 રનમાં 6 વિકેટ છે. ટી20 ઈન્ટરનેશનલ મેચોની વાત કરીએ તો 70 ટી20 મેચોમાં 89 વિકેટ લીધી છે. ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં બુમરાહનું શ્રેષ્ઠ પ્રદર્શન 7 રન આપીને 3 વિકેટ લીધી છે. 2. ઋષભ પંત ઋષભ પંત પણ આગામી ટેસ્ટ ક્રિકેટ કેપ્ટન બનવા માટે દાવેદાર છે. ટેસ્ટ ફોર્મેટમાં ઋષભ પંતો બેટર અને વિકેટકિપર તરીકે અદભૂત અને જબરદસ્ત રેકોર્ડ છે. એક વિકેટકીપર તરીકે મેદાન પર કોઈ પણ ખેલાડ કરતા તે વધુ ગેમ સમજે છે અને આવામાં ઋષભ પંત પણ ટેસ્ટ કેપ્ટન્સી કરવામાં સફળ સાબિત થઈ શકે છે. પંત પાસે એક સ્માર્ટ દિમાગ છે. પંતમાં કેપ્ટન બનવાના તમામ ગુણ છે. શીખવામાં પણ ખુબ ચતુર છે. પંતી કેપ્ટન્સીમાં ચિંગારી જોવા મળે છે. જે આગળ જઈને ધધકતી આગ બની શકે છે. ઋષભ પંતમાં પણ એમએસ ધોની જેવો જ દમ જોવા મળે છે. ઋષભ પંતે ભારત માટે 43 ટેસ્ટ મેચોમાં 42.11 ની સરેરાશથી 2948 રન કર્યા છે જેમાં 6 સદી અને 15 અડધી સદી સામેલ છે. ટેસ્ટમાં શ્રેષ્ઠ સ્કોર 159 રન છે. પંતે દુનિયાની અનેક મુશ્કેલ પીચોમાં પર ટીમ ઈન્ડિયા માટે અનેક મેચ વિનિંગ ઈનિંગ ખેલી છે. ઋષભ પંતે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રીકા જેવા દેશોમાં ટેસ્ટ સદી ફટકારી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પંતની ત્રણેય ફોર્મેટમાં જગ્યા પાક્કી થઈ ચૂકી છે. 3. યશસ્વી જયસ્વાલ સ્ટાઈલિસ્ટ બેટર યશસ્વી જયસ્વાલ ભારત માટે આગામી ટેસ્ટ કેપ્ટન બનવા માટે તગડા દાવેદારોમાંથી એક છે. 23 વર્ષનો જયસ્વાલ પોતાની નીડર બેટિંગ માટે જાણીતો છે. જયસ્વાલની બેટિંગમાં વિરેન્દ્ર સહેવાગ અને સચીન તેંડુલકરની બેટિંગની ઝલક જોવા મળે છે. યશસ્વી જયસ્વાલ જે પ્રકારનો બેટર છે તેને જોતા આગામી 10થી 15 વર્ષ સુધી તે ભારત માટે રમી શકે છે. ભારત માટે તેણે અત્યાર સુધીમાં 19 ટેસ્ટ મેચોમાં 52.88 ની સરેરાશથી 1798 રન કર્યા છે. જેમાં 4 સદી અને 10 અડધી સદી સામેલ છે. ટેસ્ટ ક્રિકેટમાં તેનું ભવિષ્ય ખુબ ઉજળું છે. આવામાં તે લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયા માટે રમી શકે છે અને કેપ્ટન્સીની ભૂમિકા પણ ભજવી શકે છે. જો તે ટેસ્ટ કેપ્ટન બને તો ટીમ ઈન્ડિયાને દુનિયામાં બેસ્ટ બનાવે તેવી ક્ષમતા પણ છે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.