GUJARATI

Brazil Plane Crash: બ્રાઝિલમાં મોટી પ્લેન દુર્ઘટના, પતંગની જેમ ગોથાં ખાઈ જમીન પર પડ્યું પ્લેન, 61 લોકોના મોત

Brazil Plane Crash: બ્રાઝિલના સાઓ પાઉલો રાજ્યમાં એક પ્લેન ક્રેશ થયું છે. પ્લેનમાં સવાર બધા જ 61 લોકોના મોત થઈ ગયા છે. વોએપાસ એરલાઈનનું આ ઘટના અંગે કહેવું છે કે ટ્વીન ઈંજીન ટર્બોપ્રોપ પ્લેન દક્ષિણી રાજ્ય પરાનાના કાસ્કેવેલથી સાઓ પાઉલો શહેરના ગ્લારુલહોસ એરપોર્ટ માટે ઉડાન ભરી રહ્યું હતું તે સમયે પ્લેન વિન્હેડો શહેરમાં ક્રેશ થઈ ગયું. જાણવા મળતી માહિતી અનુસાર 72-500 વિમાનમાં 57 યાત્રી અને પાયલોટ સહિત 4 ક્રુ મેમ્બર્સ હતા. સ્થાનીય અધિકારીઓનું કહેવું છે કે આ ઘટનામાં કોઈ જીવિત નથી બચ્યું. બ્રાઝીલમાં થયેલી પ્લેન દુર્ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં જોવા મળે છે કે પ્લાન નિયંત્રણ ગુમાવી રહેણાક વિસ્તાર નજીક ક્રેશ થયું હતું. આ ઘટનામાં એક પણ વ્યક્તિ જીવિત બચી નથી. પ્લેન ક્રેશ થવાના કારણે એક ઘર પણ ક્ષતિગ્રસ્ત થયું છે. BREAKING: Voepass Flight 2283, a large passenger plane, crashes in Vinhedo, Brazil pic.twitter.com/wmpJLVYbB3 — BNO News (@BNONews) August 9, 2024 વીડિયોમાં જોવા મળે છે કે પ્લેન પતંગની જેમ હવામાં રોટેટ થવા લાગ્યું હતું અને પછી ડાયરેક્ટ નીચે પડ્યું અને મોટો બ્લાસ્ટ થયો. જાણવા એમ પણ મળે છે કે પ્લેનના મુસાફરોમાં કેટલાક ડોક્ટર્સ પણ હતા જેઓ એક સેમિનારમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા. આ ઘટનાને લઈને બ્રાઝીલના રાષ્ટ્રપતિ લુઈસ ઈનાસિયો લૂલા દા સિલ્વાએ શોક વ્યક્ત કર્યો છે અને 3 દિવસના શોકની ઘોષણા કરી છે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.