GUJARATI

પૃથ્વી પર ભયંકર તબાહીનો સંકેત? હજારો વર્ષથી અડીખમ પિરામીડ અચાનક ધસી પડ્યું, ધ્રુજી રહ્યા છે લોકો!

ધરતી પર એક મહાવિનાશની ચેતવણીના સંકેત અપાયા છે. મેક્સિકોમાં એક પ્રાચિન જનજાતિના લોકો દ્વારા માનવ બલિ માટે ઉપયોગમાં લેવાનારા બે પિરામિડ ધસી પડ્યા બાદ આમ કહેવામાં આવી રહ્યું છે. એવું કહેવાયું છે કે 'આવનારા વિનાશના અલૌકિક સંકેત' તરીકે આ પિરામીડ ધસી પડ્યા છે. ન્યૂયોર્ક પોસ્ટના એક રિપોર્ટ મુજબ આ પિરામીડો બનાવનારા સ્થાનિક જનજાતિના વંશજોને ડર છે કે વિનાશકારી તોફાની વરસાદના કારણે બે જોડકા પિરામીડોમાંથી એક પિરામીડ તૂટવાના કારણે ભારે કુદરતી આફત આવવાની છે. તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે 30 જુલાઈના રોજ ભારે વરસાદ બાદ પિરામીડોનો એક ભાગ ધસી પડ્યો છે. તેનો એક બાજુનો હિસ્સો વરસાદમાં વહી ગયો છે. આ પિરામીડને આધુનિક પ્યુરપેચા લોકોના પૂર્વજોએ બનાવ્યા હતા જે એક ખૂની જનજાતિ હતી જેણે એઝ્ટેક જનજાતિને હરાવી હતી. ઈતિહાસકારોનું કહેવું છે કે પ્રાચીન પ્યુરપેચા જનજાતિએ પોતાના સૌથી મહત્વપૂર્ણ દેવતા કુરિકવેરીને માનવ બલિ આપવા માટે યાકાટા પિરામીડનો ઉપયોગ કર્યો હતો. યાકાટા પિરામીડ મિચોઆકન રાજ્યના ઈહુઆત્ઝિયોના પુરાત્વ સ્થળોમાં મળી આવે છે. પ્યુરપેચા જનજાતિ સાથે સંબંધ ધરાવતા એક વ્યક્તિએ કહ્યું કે તેમની જૂની પરંપરાઓ મુજબ તોફાનથી પિરામીડોને થયેલું નુકસાન આવનારા વિનાશનો સંકેત આપી શકે છે. તેમણે કહ્યું કે આ અમારા પૂર્વજો તેને બનાવનારા માટે એક ખરાબ શગુન હતું જે એક વિનાશની મોટી ઘટના નજીક હોવાનો સંકેત આપતું હતું. નોંધનીય છે કે પ્યુરપેચા જનજાતિએ એઝ્ટેકને હરાવી અને 1519માં સ્પેનિશ હુમલા પહેલા 400 વર્ષ સુધી મેક્સિકો પર રાજ કર્યું હતું. મેક્સિકોના ઈહુઆત્ઝિયો પુરાતત્વ વિસ્તાર પર 900 ઈ.સ પહેલા એઝ્ટેક અને પછી સ્પેનિશ હુમલાખોરો આવ્યા ત્યાં સુધી પ્યુરપેચા જનજાતિનો કબજો હતો. જ્યારે મેક્સિન નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ફોર એન્થ્રોપોલોજી એન્ડ હિસ્ટ્રી (INAH)એ બુધવારે એક નિવેદન બહાર પાડ્યું. જેમાં કહેવાયું કે મંગળવાર રાતે ઈહુઆત્ઝિયો પુરાતત્વ વિસ્તારના પિરામીડ આધારોમાંથી એકના દક્ષિણ હિસ્સાનો એક ભાગ ધસી પડ્યો. આ પ્યોરપેચા ઝીલના બેસિનમાં ભારે વરસાદના કારણે થયું. 30 જુલાઈની સવારે જ કર્મચારી નુકસાનનું આકલ કરવા માટે સ્થળ પર ગયા હતા. તેની મરમ્મત કરવાની કોશિશ થઈ રહી છે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.