HMPV Virus: ચીનમાં વાયરસના વધતા ખતરાને જોતા ભારતે પણ સતર્કતા વધારી દીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગે સ્થિતિ પર નજર રાખવા માટે એક બેઠક કરી. ICMR ની લેબની સંખ્યા વધારવા અને વાયરસ પર નજર રાખવા માટે આદેશ આપી દીધા છે. વૃહાનની સ્કૂલોમાં એક સાથે 30થી વધુ બાળકો બીમાર ચીનમાં કોરોના બાદ હવે એક નવા વાયરસે દસ્તક આપી દીધી છે. આ વાયરસનું નામ હ્યૂમન મેટાપ્રેયૂમો વાયરસ (HMPV) છે, જે ઝડપથી ફેલાઈ રહ્યો છે. વુહાનની સ્કૂલોમાં 30થી વધુ બાળકો બીમાર હોવાના અહેવાલ બાદ સ્કૂલો તાત્કાલિક બંધ કરવામાં આવી છે. ચીનમાં સંક્રમણના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, જેનાથી હડકંપ મચ્યો છે. ઝડપથી વધી રહ્યું છે સંક્રમણ અસલમાં HMPV વાયરસના કારણે છેલ્લા 10 દિવસોમાં સંક્રમણના કેસોમાં 529 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. હોસ્પિટલોમાં દર્દીઓની ભારે ભીડ જોવામાં આવી રહી છે. આ સ્થિતિ પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ ચીનથી આ વાયરસની વિસ્તૃત જાણકારી માંગી છે. WHO એ જણાવ્યું છે કે વિગતો મળતાં જ સંશોધનને વધુ તેજ કરવામાં આવશે. ચીનની સ્પષ્ટતા ચીન સરકારનું માનવું છે કે આ વાયરસથી ગભરાવવાની જરૂર નથી. તેમનો દાવો છે કે સંક્રમણથી વધારે ખતરો નથી અને સ્થિતિ નિયંત્રણમાં છે. જોકે, શિયાળાની ઋતુમાં શ્વાસ સંબંધી બીમારીઓ વધવાના કારણે સતર્ક રહેવાની જરૂર છે. સ્વાસ્થ્ય વિભાગે લોકોને દિશા નિર્દેશોનું પાલન કરવાની સલાહ આપી છે. ભારત પણ સતર્ક, દેખરેખ તેજ ચીનમાં વાયરસના વધતા કેસને જોતા ભારતે પણ સતર્કતા વધારી દીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગે સ્થિતિ પર નજર રાખવા માટે એક બેઠક કરી. ICMRની લેબની સંખ્યા વધારવા અને વાયરસ પર દેખરેખ રાખવાનો નિર્ણય કર્યો છે. સાથે, આંતરરાષ્ટ્રીય યાત્રા કરનાર લોકોનું સ્ક્રીનિંગ વધારવામાં આવ્યું છે. શું છે HMPV વાયરસ અને તેના લક્ષણો? HMPV વાયરસ મુખ્યત્વે શ્વાસ સાથે સંબંધિત બિમારીથી ફેલાવે છે. આ તમામ ઉંમરના લોકોને પ્રભાવિત કરી શકે છે, પરંતુ નાના બાળકો અને વૃદ્ધો પર વધુ અસર થાય છે. તેનું મુખ્ય લક્ષણ છે નાકમાંથી પાણી વહેવું, ગળામાં ખરાશ, તાવ, ખાંસી, થાક અને માથાનો દુખાવો છે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None
Popular Tags:
Share This Post:
ગુજરાતમાં આવેલા ચીની વાયરસના લેટેસ્ટ અપડેટ, નિષ્ણાતોએ આપી આ સલાહ
- by Sarkai Info
- January 7, 2025
Earthquake: નેપાળમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ, ભારતમાં અનેક વિસ્તારોમાં જોરદાર ઝટકા મહેસૂસ થયા
January 7, 2025What’s New
Spotlight
Today’s Hot
-
- January 6, 2025
-
- January 6, 2025
-
- January 6, 2025
Featured News
Latest From This Week
10 વર્ષ બાદ પાટીદાર અનામત આંદોલન મુદ્દે આરપાર, કરસન પટેલના નિવેદન બાદ શરૂ થયો નવો સંગ્રામ
GUJARATI
- by Sarkai Info
- January 6, 2025
એક દિવસનો પગાર 48 કરોડ... કોણ છે વિશ્વમાં સૌથી વધુ સેલેરી લેનાર આ ભારતીય? જાણો શું કરે છે
GUJARATI
- by Sarkai Info
- January 6, 2025
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.