GUJARATI

ગાડીમાં ISIS નો ઝંડો અને US સેનામાં નોકરી, જાણો કોણ છે આ 15 લોકોને નિર્દયતાથી કચડી નાખનારો શમ્સુદ્દીન જબ્બાર?

Who is attacker Shamsud Din Jabbar: અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં નવા વર્ષ પર ઘટેલી ખુબ જ દુ:ખદ ઘટનાએ 15 લોકોના જીવ લઈ લીધા. ન્યૂ યર સેલિબ્રેશન માટે જમા થયેલી ભીડને શમ્સુદ્દીન જબ્બાર નામના હુમલાખોરે ટ્રકથી કચડી નાખી, જેમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા હતા. તેણે પોલીસ અને ત્યાં હાજર લોકો પર ગોળીઓ વરસાવી. જો કે બાદમાં પોલીસ સાથે અથડામણમાં માર્યો ગયો. અત્યાર સુધીમાં થયેલી તપાસમાં હુમલાખોર શમ્સુદ્દીન જબ્બાર અંગે અનેક જાણકારીઓ સામે આવી છે અને તે ખુબ જ ચોંકાવનારી છે. 42 વર્ષના અમેરિકી નાગરિક શમ્સુદ્દીન જબ્બારે જે ટ્રકથી ભીડને કચડી તેમાં આતંકી સંગઠન આઈએસઆઈએસનો ઝંડો પણ લાગેલો હતો. ઘટનામાં અનેક લોકો સામેલ અમેરિકાની એફબીઆઈ એજન્ટ એલિથિયા ડંકને કહ્યું કે અમારું માનવું છે કે આ ઘટનામાં જબ્બાર સાથે અનેક લોકો હતા આથી અમને જનતાની મદદની જરૂર છે. અમે પૂછી રહ્યા છીએ કે શું છેલ્લા 72 કલાકમાં કોઈએ શમ્સુદ્દીન જબ્બાર સાથે વાત કરી છે તો અમારો સંપર્ક કરે. જે કોઈની પાસે તેના સંલગ્ન જાણકારી, વીડિયો કે ફોટા હોય તો એફબીઆઈને આપે. વાત જાણે એમ છે કે જે ટ્રકને જબ્બારે ભીડમાં ઘૂસેડ્યો તેનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં 3 પુરુષો અને 1 મહિલા વાહનમાં આઈઈડી રાખી રહ્યા છે. આ સાથે જ ટ્રક પર ISIS નો ઝંડો મળવાથી તેના આ સંગઠન સાથે જોડાયેલા હોવાના પૂરા સંકેત મળે છે. 1 કરોડ રૂપિયા સેલરી હતી એફબીઆઈના જણાવ્યા મુજબ જબ્બાર ટેક્સાસમાં જન્મેલો છે અને ત્યાં ઉછરેલો છે. જ્યોર્જિયા સ્ટેટ યુનિવર્સિટીથી બેચલર ડિગ્રી લીધા બાદ તેણે બહુરાષ્ટ્રીય કંપની (એમએનસી) ડેલોયમાં નોકરી કરી. ત્યાં તે બિઝનેસ ડેવલપર અને ડેટા એન્જિનિયર તરીકે કામ કરતો હતો. જ્યાં તેનો વાર્ષિક પગાર લગભગ 1,20,000 ડોલર એટલે કે લગભગ એક કરોડ રૂપિયા હતી. આ સાથે જ તેણે અમેરિકી સેનામાં લગભગ એક દાયકો એચઆર સ્પેશિયાલિસ્ટ અને આઈટી સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ભાડાનો હતો ટ્રક જબ્બારે આ હુમલો કેમ કર્યો તે તો હજુ જાણવા મળ્યું નથી. પરંતુ એફબીઆઈ ટેરર એંગલની તપાસ કરી રહી છે. હુમલા માટે જે ટ્રકનો ઉપયોગ કરવામાં આવ્યો તેને ભાડે લેવાયો હતો. ટ્રકમાં એઆર-સ્ટાઈલ રાઈફલ, પિસ્તોલ અને કેટલાક બોમ્બ મળ્યા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ જબ્બારે સમગ્ર શરીરમાં બખ્તર પહેર્યું હતું અને તેની પાસે રાઈફલ હતી. તપાસકર્તાઓનું કહેવું છે કે તેમને ઘટનાસ્થળેથી આઈઈડી મળ્યો જે હુમલા બાદ ફાટ્યો નહીં. હુમલાખોર જબ્બાર વિરુદ્ધ પહેલેથી જ ક્રાઈમ કેસો નોંધાયેલા છે. 2002માં તેના પર દુરાચાર અને ચોરીનો આરોપ લાગ્યો હતો. આ ઉપરાંત 2005માં તેના પર ગેરકાયદેસર લાઈસન્સ સાથે ડ્રાઈવિંગનો પણ આરોપ હતો. ધ ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ હુમલાખોર જબ્બારના અંગત જીવનમાં પણ ઉથલ પાથલ મચેલી હતી. તેણે 2 લગ્ન કર્યા હતા અને બંને પત્નીઓથી અલગ થયો હતો. બીજા લગ્ન બાદ તે આર્થિક સંકટમાં હતો. તેના પર 27 હજાર ડોલરનું કરજ હતું. તેની બીજી પત્નીના પતિ ડ્વેન માર્શે જણાવ્યું કે જબ્બાર ગત વર્ષે જ ઈસ્લામને અપનાવવાની શરૂઆત કરી ચૂક્યો હતો અને તેને લઈને કઈક હદ સુધી પાગલ થઈ રહ્યો હતો. જબ્બારની 2 પુત્રીઓ હતી. આ ઘટના અંગે રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે એફબીઆઈ આ ભયાનક ઘટનાને આતંકી હુમલાના દ્રષ્ટિકોણથી તપાસ કરી રહી છે. તેમણે પોતાની ટીમને એ સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે કે તપાસ માટે દરેક સંસાધન ઉપલબ્ધ કરાવવામાં આવે. મારી સંવેદના પીડિતો અને તેમના પરિવારો સાથે ઝે નવા વર્ષની રજાઓ માણી રહ્યા હતા. કોઈ પણ પ્રકારની હિંસાનું કોઈ ઔચિત્ય નથી અને અમે અમારા દેશના કોઈ પણ સમુદાય પર કોઈ પણ હુમલાને સહન કરીશું નહીં. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.