NEWS

બાળકીને થતી હતી બેચેની, પછી ખેંચ આવવા લાગી, ડૉક્ટરે એવું કારણ બતાવ્યું કે જાણીને માતા આઘાતમાં સરી પડી!

શું સોશિયલ મીડિયાની લતનું કારણ સ્વાસ્થય માટે મોટી સમસ્યા બની શકે છે? જી, હાં એક અનોખા કિસ્સામાં દાવો કરાયો છે કે, તેની બાળકીને થતી દુર્લભ તબીબી સ્થિતિને ડૉક્ટરે ટિકટોક જોવાનું કારણ બતાવ્યું છે. તે પોતાનામાં જ હેરાન કરી દેતી વાત છે. કારણ કે, બાળકીની હાલત સાચેમાં એટલી ખરાબ હતી કે, એવું લાગતું નથી કે તેને સોશિયલ મીડિયા સાથે કોઈ લેવાદેવા પણ હોઈ શકે છે. હેલેન હટસનની પુત્રી જેસિકા હટસનને થોડા વર્ષો પહેલા ‘વિચિત્ર’ શારીરિક હલનચલનનો અનુભવ થવા લાગ્યો હતો અને તે ‘સ્થિર’ બેસી શકતી ન હતી. જેસિકા, જે હવે 15 વર્ષની છે, તેના શરીરને કાબૂમાં રાખવામાં અસમર્થ હતી અને તેમાં એવી મૌખિક હરકતો વિકસિત થવાનું શરૂ થઈ ગયું હતું કે, જેમાં વારંવાર માફી માંગવાથી લઈને અપમાનજનક ભાષાનો ઉપયોગ છે. આ પણ વાંચો: Video: વરમાળા માટે સ્ટેજ પર ગઈ કન્યા, વરરાજાને જોતા જ ચૌધાર આંસુએ રડવા લાગી, પરિવાર મનાવતો રહ્યો તો પણ… જેસિકાને દરરોજ 120 સુધી બિન-એપીલેપ્ટિક હુમલાઓ થવાનું શરૂ થયું. વારંવાર તેને હોસ્પિટલ લઈ જવા છતાં ડૉક્ટરોએ કહ્યું કે બાળકી એન્ઝાઈટ અને ગભરાટથી પીડિત છે. 49 વર્ષની માતા ખૂબ જ હેરાન થઈ ગઈ જ્યારે ડૉક્ટરોએ કહ્યું કે તે કદાચ TikTok ખૂબ જ જોઈ રહી છે અથવા તે ઑનલાઇન જોઈને જ વસ્તુઓની નકલ કરી રહી છે. ધ સન મુજબ, હેલેન અને તેની પુત્રીની કહાની ત્યારે આવી છે જ્યારે બ્રિટિશ ડૉકટરોએ રિપોર્ટ આપ્યો છે કે લોકો કોવિડ લૉકડાઉન મનોવૈજ્ઞાનિકોના દબાણને કારણે નોંધપાત્ર રીતે આવી આદતોનો શિકાર બન્યા છે. આ પણ વાંચો: Ajab Gajab: દરિયામાં 15 મીટર નીચે આવેલી મૂર્તિ, અહીં લોકો લગ્ન કરવાનું પસંદ કરે છે, જાણો આ ખાસ વાતો! પરંતુ હેલનનું કહેવું છે કે, તેની દીકરીના ખાનગી પરીક્ષણોથી જાણવા મળ્યું છે કે તે PANDAS એટલે કે પેડિયાટ્રિક ઓટોઇમ્યુન ન્યુરોસાયકિયાટ્રિક ડિસઓર્ડર એસોસિયેટેડ સ્ટ્રેપ્ટોકોકલ ઇન્ફેક્શનથી પીડિત છે. PANDASએ ઑટોઇમ્યૂન ડિસઓર્ડર અને ન્યુરોસાયકિયાટ્રિક સ્થિતિ છે જે ચેપ માટે અસામાન્ય રોગપ્રતિકારક પ્રતિભાવ દ્વારા પ્રમોટ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. હેલન હવે આ ડિસઓર્ડર માટે જાગૃતિ લાવવાનું કામ કરી રહી છે. રસપ્રદ રીતે PANDAS પર રિસર્ચ મર્યાદિત છે, એટલે કે કેટલાક નિદાનને વિવાદાસ્પદ ગણવામાં આવે છે, અને UKમાં નિદાન માટે કોઈ ઔપચારિક તબીબીની ગાઇડલાઇન્સ નથી. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.