NEWS

ગુજરાતમાં વરસાદની સ્થિતિને જોતા DySOની લેખિત પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો

ભારે વરસાદના લીધે ડીવાયએસઓ પરીક્ષા મોકૂફ ગુજરાતમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. ચાલુ અઠવાડિયાના બાકીના દિવસોમાં પણ ભારેથી અને ક્યાંક અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ છે, આવામાં ભારે વરસાદની સ્થિતિને જોતા મંગળવારે એટલે કે 27મી ઓગસ્ટે લેવાનારી DySOની પરીક્ષા પણ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અતિ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહીને પગલે મંગળવારે (27 ઓગસ્ટ) રાજ્યમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદની સ્થિતિ છે ત્યારે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં યુવાનોને મુશ્કેલી ન પડે તે બાબતોને ધ્યાનમાં રખીને ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેની જાહેરાત 26મી ઓગસ્ટના રોજ કરી દેવામાં આવી હતી. GPSC દ્રારા કરવામાં આવેલી જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે, જાહેરાત ક્રમાંક 42/2023-24ની નાયબ સેક્શન અધિકારી/નાયબ મામલતદાર, વર્ગ-3ની મુખ્ય લેખિત પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. IMPORTANT NOTICE REGARDING POSTPONEMENT OF THE MAINS WRITTEN EXAMINATION OF ADVT. NO. 42/2023-24, DEPUTY SECTION OFFICER/DEPUTY MAMLATDAR, CLASS-3 પરીક્ષા મોકૂફ કરવાનો નિર્ણય લેવાયો છે તેની જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે, આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી નાયબ સેક્શન અધિકારી/નાયબ મામલતદાર વર્ગ-3ની તારીખ 28થી 31 ઓગસ્ટ દરમિયાન પ્રસ્તાવિત મુખ્ય લેખિત પરીક્ષા રાજ્યના વિવિધ વિસ્તારોમાં થયેલા અતિભારે વરસાદ અને તેના કારણ ઉભી થયેલી પરિસ્થિતિ તેમજ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને લેખિત પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આ સાથે પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, લેખિત પરીક્ષા માટેની નવી તારીખો સત્વરે આયોગની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. આ અંગે સંબંધિત ઉમેદવારોને આયોગની વેબસાઈટ જોતા રહેવાની વિનંતી કરવામાં આવી છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.