NEWS

'તે બૂમો પાડી રહી હતી એટલે તેનું ગળું દબાવ્યું' લેડી ડૉક્ટરની કેવી રીતે કરી હત્યા? સંજયે ગુનાની કરી કબૂલાત

ટ્રેની ડૉક્ટરની કેવી રીતે કરી હત્યા? સંજય રોયે ખૌફનાક રાતનું ખોલ્યું રહસ્ય કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં લેડી ડોક્ટર સાથે રેપ કર્યા બાદ તેની હત્યા કરનાર આરોપી સંજય રોયે મોટો ખુલાસો કર્યો છે. તેણે તે ખૌફનાક રાત વિશે જણાવ્યું છે અને પોતાનો ગુનો પણ કબૂલ કર્યો છે. સાથે જ તેણે ટ્રેની ડૉક્ટરની કેવી રીતે હત્યા કરી તે વિશે પણ જણાવ્યું છે. કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં લેડી ડોક્ટરની નિર્દયતાથી હત્યા કરનાર ક્રૂર સંજય રોયે પોતાના ગુનાની કબૂલાત કરી લીધી છે. જો સીબીઆઈના સૂત્રોનું માનીએ તો હત્યારા સંજય રોયે સીબીઆઈની પૂછપરછ દરમિયાન કબૂલાત કરી છે કે, તેણે જ ટ્રેની લેડી ડોક્ટરની હત્યા કરી હતી. તેણે કહ્યું કે, મહિલા ડૉક્ટર સાથે રેપ બાદ તેની હત્યા એટલે કરી હતી, કારણ કે તે સતત બૂમો પાડી રહી હતી. હકીકતમાં, 9 ઓગસ્ટના રોજ, આરજી કાર હોસ્પિટલના સેમિનાર હોલમાં એક ટ્રેની મહિલા ડૉક્ટરનો મૃતદેહ મળ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ માં તેના પર બળાત્કાર થયો હોવાની પુષ્ટિ થઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આરોપી સંજય રોયે કહ્યું, ‘પીડિતા સતત બૂમો પાડી રહી હતી, તેથી મેં તેનું ગળું દબાવી દીધું અને ત્યાં સુધી દબાવી રાખ્યું, જ્યાં સુધી તેણે દમ ન તોડી નાખ્યો.’ સૂત્રોનું કહેવું છે કે સંજય રોય બોક્સિંગનો સારો ખેલાડી છે. તેથી પીડિતા પોતાનો બચાવ કરી શકી ન હતી અને આ જ કારણ છે કે સંજય રોયે પીડિતાનું મૃત્યુ ન થયું ત્યાં સુધી તેનું ગળું દબાવી રાખ્યું હતું. પીડિતાએ પણ પોતાના બચાવ માટે ચીસો પાડી રહી હતી. સંજય રોયને પકડાઈ જવાનો ડર હતો. આ જ કારણ છે કે તેણે પોતાના હાથના પૂરા જોરથી પીડિતાનું ગળું દબાવી દીધું. સુત્રોએ જણાવ્યું કે આરોપી સંજય રોયે તેના મેડિકલ ટેસ્ટ દરમિયાન પણ આ વાતનો ખુલાસો કર્યો હતો. સંજય રોય આરજી કાર મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર સાથે રેપ અને હત્યાના કેસનો મુખ્ય આરોપી છે. સંજય રોયનો ‘પોલીગ્રાફ ટેસ્ટ’ કોલકાતાની પ્રેસિડેન્સી જેલમાં કરવામાં આવ્યો હતો. સંજય રોયને ત્યાં જ કેદ કરી દેવામાં આવ્યા છે. ‘પોલીગ્રાફ ટેસ્ટ’ દરમિયાન, જ્યારે કોઈ વ્યક્તિ પ્રશ્નોના જવાબ આપી રહી હોય, ત્યારે તેની શારીરિક પ્રતિક્રિયાઓ મશીનની મદદથી માપવામાં આવે છે અને તે સાચું બોલે છે કે જૂઠું બોલે છે તે જાણવા મળે છે. સીબીઆઈએ કોર્ટ પાસેથી રોય અને ઘોષ સહિત સાત લોકો પર ‘લાઇ ડિટેક્ટર ટેસ્ટ’ કરાવવાની પરવાનગી લીધી છે. ટ્રાયલ દરમિયાન આ પરીક્ષણનો પુરાવા તરીકે ઉપયોગ કરી શકાતો નથી પરંતુ તેના પરિણામો એજન્સીને વધુ તપાસમાં દિશા આપશે. મેડિકલ કોલેજના સેમિનાર હોલમાં 31 વર્ષીય ટ્રેની મહિલા ડૉક્ટરનો મૃતદેહ મળ્યાના એક દિવસ પછી કોલકાતા પોલીસે 10 ઓગસ્ટે સંજય રોયની ધરપકડ કરી હતી. ટ્રેની ડૉક્ટરના મૃતદેહની નજીક CCTV ફૂટેજ અને બ્લૂટૂથ ડિવાઇસ મળી આવ્યા બાદ રોયની ધરપકડ કરવામાં આવી હતી, જે કૉલેજના સેમિનાર હૉલમાં પ્રેવશ કરતો કથિત રીતે સવારે 4 વાગ્યાની આસપાસ જોવા મળ્યો હતો જ્યાં સવારે 4 વાગ્યે મૃતદેહ મળ્યો હતો. તે જ સમયે, આરજી કાર હોસ્પિટલ કેસમાં, સીબીઆઈએ હાલમાં તમામ 7 લોકોના પોલીગ્રાફ ટેસ્ટ પૂર્ણ કર્યા છે. જ્યાં એક તરફ સીબીઆઈ હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ વિરુદ્ધ સંજય રોય સાથેના કનેક્શનની તપાસ કરી રહી છે, તો બીજી તરફ ભ્રષ્ટાચારના કેસની પણ તપાસ કરી રહી છે. આ પણ વાંચો: Kolkata Doctor Muder: સંજય રોયનો મેડિકલ રિપોર્ટ અને 9 વસ્તુઓ છે ગુનાના પુરાવા વાસ્તવમાં, સંજય રોય 2019 થી કોલકાતા પોલીસમાં નાગરિક સ્વયંસેવક તરીકે કામ કરી રહ્યો હતો. સંજય રોય છેલ્લા કેટલાક વર્ષોમાં કથિત રીતે કેટલાક વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે સારા સંબંધ હતા, ત્યારબાદ તેને કોલકાતા પોલીસ વેલફેર બોર્ડમાં સામેલ કરવામાં આવ્યો હતો અને આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની પોલીસ ચોકીમાં તૈનાત કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં તેણે પોતાના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા હતા. કોલકાતાની સરકારી આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 9 ઓગસ્ટે ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો, જેના પર ગંભીર ઈજાના નિશાન હતા. આ ઘટનાનો દેશભરમાં વ્યાપક વિરોધ થઈ રહ્યો છે. કલકત્તા હાઈકોર્ટે 13 ઓગસ્ટે આ કેસની તપાસ સીબીઆઈને સોંપી હતી અને બીજા દિવસે કેન્દ્રીય એજન્સીએ કોલકાતા પોલીસ પાસેથી તપાસ સંભાળી હતી. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.