NEWS

UPSCમાં 12 પાસ ઉમેદવારો માટે નોકરીની જાહેરાત, 56000થી લઈ 1.77 લાખ સુધી મળશે પગાર

UPSC Recruitment 2024: યુપીએસસીમાં નોકરી કરવાની તક. UPSC Recruitment 2024 : જો તમે પણ સરકારી નોકરી કરવા ઈચ્છો છો તો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(UPSC)માં નોકરીઓ છે. આ વિભાગમાં ઘણી જગ્યા માટે 12 પાસ લોકો માટે પણ છે. ખાસ વાતતો એ છે કે આ જગ્યા માટે સિલેક્ટ થનારા ઉમેદવારનો પગાર સ્કેલ લેવલ 10 પ્રમાણે રહેશે. આ લેવલ પ્રમાણે સેલેરીની શરૂઆત 56 થી શરૂ કરીને 1.77 લાખ સુધી મળશે. યુપીએસસીના Dy સુપરિન્ટેન્ડીંગ આર્કિયોલોજિસ્ટ અને કેબિન સેફટી ઈન્સ્પેક્ટરની ભરતીની જાહેરાત કરી છે. આ પોસ્ટ માટે કોઈ પણ ઉમેદવાર અરજી કરી શકે છે. અરજી કરવા માટે યુપીએસસીની ઓફિશિયલ વેબસાઈટ upsc.gov.in પર જઈને સંપૂર્ણ માહિતી મેળવી શકે છે. ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકે છે. આ જગ્યા પર અરજી કરવા માટેની છેલ્લી તારીખ 5 ડિસેમ્બર છે. યુપીએસીના કુલ 82 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. જેમાં ડેપ્યુટી સુપરવાઈઝર આર્કિયોલોજિસ્ટમાં 67 જગ્યાઓ અને કેબિન સેફ્ટી ઇન્સ્પેક્ટરની 15 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે. આ બંને પોસ્ટ માટે અલગ અલગ લાયકાત છે. ડેપ્યુટી સુપરવાઈઝર આર્કિયોલોજિસ્ટ માટે ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી પુરાત્વમાં માસ્ટર ડિગ્રી અથવા ભારતીય ઈતિહાસમાં માસ્ટર ડિગ્રી હોવી જોઈએ. આ સિવાય ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ. કેબિન સુરક્ષા નિરીક્ષકની પોસ્ટ માટે 12 પાસ ઉમેદવાર અરજી કરી શકે છે. યુપીએસસીના આ પોસ્ટ માટે અરજી કરવા માટે જનરલ કેટેગરીના ઉમેદવારોની ઉંમર 35 વર્ષ હોવી જોઈએ, તો OBC ઉમેદવારો માટે ઉંમર 38 વર્ષ હોવી જોઈએ. ST,SCના ઉમેદવારો માટે ઉમર વર્ષ 40 વર્ષ સુધી હોવી જોઈએ. PWBDSના ઉમેદવારો માટે 45 વર્ષ સુધી અરજી કરી શકે છે. યુપીએસસીની આ ખાલી જગ્યાઓ માટે અરજી કરવા માટે માત્ર 25 રૂપિયા ફી ભરવા પાત્ર છે. તો મહિલાઓ માટે, ST,SC,બેંચમાર્ક વિકલાંગ લોકો માટે કોઈ ફી નહીં રહે. ફી ભરવા માટે ઉમેદવાર કોઈ પણ ઓનલાઈન માધ્યમની કરી શકશે. અહીં જુઓ વિગતે માહિતી. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.