NEWS

આયુર્વેદિક દ્રષ્ટિએ ગાયનું આટલું છે મહત્વ, ડોક્ટરે જણાવી આ ખાસ વાત

આયુર્વેદિક દ્રષ્ટિએ ગાયનું આટલું છે મહત્વ, આયુર્વેદિક ડોક્ટરે જણાવી આ ખાસ વાત ભાવનગર: હિન્દુ સંસ્કૃતિમાં ગાયને માતા સમાન દરજ્જો આપવામાં આવ્યો છે. લગભગ દરેકના ઘરમાં પહેલી રોટલી ગાય માટે બનતી હોય છે. શાસ્ત્રોમાં ગંગા, ગાયત્રી, ગીતા, ગોવર્ધન અને ભગવાન ગોવિંદની જેમ ગાયને પણ પૂજનીય અને પવિત્ર માનવામાં આવી છે. ગોપાષ્ટમીનો તહેવાર પણ ભગવાન શ્રી કૃષ્ણનો ગાય પ્રત્યેનો પ્રેમ અભિવ્યક્ત કરે છે. આ જ રીતે આયુર્વેદમાં પણ ગાયનું ખૂબ મહત્વ રહેલું છે. જે વિશે આજે આપણે આયુર્વેદિક ડો.મહેન્દ્ર સરવૈયા પાસેથી જાણીશું. ગાયના દૂધની સાથે ગાયનું ઘી પણ મહત્વનું આપણી સંસ્કૃતિમાં ગાયના દૂધનો ઋષિમુનિઓ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગાયનું દૂધ, ગૌમુત્ર, અને ઘી અગત્યના ભાગ ભજવે છે. ગાયના દૂધમાં 8 અંશ 240 ML સર્વિંગ દીઠ લગભગ 8 ગ્રામ પ્રોટીન હોય છે. જે તમારી દૈનિક પ્રોટીનની જરૂરિયાતના લગભગ એક તૃતીયાંશને સંતોષે છે. ગાયના ઘીનું પન ઘણું બધું મહત્વ છે. જો ગાયના ઘીના 2થી 3 ટીપા નાકમાં નાખવામાં આવે તો ઊંઘ સારી આવે છે. સાથે જ મગજમાં 100થી 150 કેરેક કેપિસિટી વધે છે. એગ્રીકલ્ચરમાં અને હેલ્થમાં ગાયનું ખૂબ મહત્વ ભાવનગર જિલ્લાના તળાજા નજીક આવેલ અષ્ટાંગ આયુર્વેદિક ધામના ડો.મહેન્દ્રસરવૈયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આવનારા સમયમાં ભારતને સમૃદ્ધ અને સશક્ત બનાવવા માટે એગ્રીકલ્ચરમાં અને હેલ્થમાં ગાયનું ખૂબ જ મહત્વ છે. કારણ કે,આયુર્વેદિક દ્રષ્ટિએ ગાયનું ખૂબ જ મહત્વ છે. ગાયનું દૂધ માતાના દૂધ પછી બીજા નંબરે ઉપયોગમાં લેવામાં આવે છે. ગાયનું દૂધમાં ખનીજ, વિટામીન વગેરે પ્રચુર માત્રામાં હોય છે. ગાયના દૂધમાં ચીકાશ ઓછી હોય છે. જેથી તે મનુષ્યના શરીરને અનુકૂળ અને પાચન ક્રિયામાં સરળતા રહે છે. ખેડૂતો પણ ગાય આધારિત ખેતી કરતા થયા આ સિવાય પ્રાકૃતિક કૃષિમાં ગાય ખેડૂતો માટે સાચા અર્થમાં ‘કામધેનું’ સાબિત થઈ રહી છે. ગાય આધારિત ખેતીમાં ખેડૂતો ગૌમૂત્રનો ઉપયોગ કરી ખેત પેદાશો વધારવાનું સફળ આયોજન કરી રહ્યા છે.ખેતીના ઉત્પાદનોમાં ખેડૂતો દ્વારા જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરતા થયા છે. આ અર્થમાં ગાય આધારિત ખેતીને ચમત્કાર ગણી પણ ગણી શકાય છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.