NEWS

ભારે વરસાદી માહોલ વચ્ચે કૃષ્ણજન્મોત્સવની ભવ્ય ઉજવણી, ઇસ્કોન મંદિરમાં CMએ કરી આરતી

અમદાવાદ ઇસ્કોન મંદિરમાં કૃષ્ણજન્મોત્સવની ભવ્ય ઉજવણી અમદાવાદઃ SG હાઈવે સ્થિત ઇસ્કોન મંદિરમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીના તહેવાર ભવ્ય ઉજવણી કરવામાં આવી. ભારે વરસાદી માહોલ વચ્ચે પણ ખૂબ મોટી સંખ્યામાં ભક્તો મંદિર પ્રાંગણમાં ઉમટી પડ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કૃષ્ણજન્મોત્સવની ઉજવણીમાં ઇસ્કોન મંદિર ખાતે પહોંચ્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણની આરતી કરી હતી. હાલ તહેવારોની મોસમ ચાલી રહી છે સાતમ આઠમ એટલે કે શ્રીકૃષ્ણનો જ્યારે જન્મ થયો હતો તે દિવસ. તે દિવસને જન્માષ્ટમીના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે સમગ્ર દેશની અંદર કૃષ્ણ પ્રેમીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે વિવિધ પ્રકારે પૂજા કરવામાં આવે છે, લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. કૃષ્ણને પારણામાં બેસાડીને ઝુલાવવામાં આવે છે માનવામાં આવે છે કે આઠમના દિવસે કૃષ્ણનો જન્મ થયો હતો. તેથી આઠમના દિવસે કૃષ્ણ જન્માષ્ટમી મનાવવામાં આવે છે. આ તહેવારની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશની અંદર કૃષ્ણ પ્રેમીઓ દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરી આ તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે અમદાવાદ ખાતે આવેલા ઇસ્કોન મંદિર ખાતે પણ દર વર્ષે આ તહેવારની અતિ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ વખતે પણ ઇસ્કોન મંદિર ખાતે ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઈસ્કોન ખાતે જન્માષ્ટમી ઉત્સવ માટે વિશેષ આયોજન કરાયું છે. દર વખતે અલગ અલગ થીમ આધારિત સુશોભન કરવામાં આવતું હોય છે અને તે જ પ્રમાણે ભગવાનના વાઘા પણ તૈયાર કરવામાં આવતા હોય છે. ત્યારે આ વખતે ભગવાનને વનની સાથે પશુ પક્ષીઓ પ્રિય હતા તે માટે તે થીમથી સમગ્ર મંદિરને શણગારવામાં આવ્યું છે સાથે અગત્યની વાત એ છે કે આ થીમ માટે ઇસ્કોન મંદિર દ્વારા 900 કિલોથી વધુ ફૂલો સમગ્ર દેશ અને વિદેશમાંથી મંગાવવામાં આવ્યા. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.