NEWS

જન્માષ્ટમી પર્વને લઈ રાજકોટ શહેરમાં ઠેર ઠેર ઉજવણી, અહીં સાળંગપુર મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરાઈ

બાલકૃષ્ણ ગ્રુપ દ્વારા આબેહુબ સાળંગપુર કષ્ટભંજનની પ્રતિકૃતિ બનાવાઈ રાજકોટ: શહેરમાં જન્માષ્ટમીના તહેવારની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. રાજકોટમાં અલગ અલગ સોસાયટીમાં અલગ અલગ ફ્લોટ્સ દ્વારા રાજકોટને શણગારવામાં આવ્યું છે. ત્યારે જન્માષ્ટમીના તહેવારને લઈને સામા કાંઠા વિસ્તારમાં સંત કબીર રોડ પર આવેલા મયુરનગર શેરી નં. 1માં બાલ કૃષ્ણ ગ્રુપ દ્વારા આબેહૂબ સાળંગપુર કષ્ટભંજનની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. રાજકોટ શહેરમાં આવેલા સામા કાંઠા વિસ્તારમાં આવેલા સંત કબીર રોડ પરના મયુરનગરની શેરી નંબર એકમાં બાલ કૃષ્ણ ગ્રુપ દ્વારા આબેહૂબ સાળંગપુર કષ્ટભંજનની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. આ પ્રતિકૃતિને છેલ્લા 2 મહિનાથી બાલકૃષ્ણ ગ્રુપના 25 સભ્યો દ્વારા આ થીમ તૈયાર કરવામાં આવી છે. આ પ્રતિકૃતિને થર્મોકોલ, પ્લાસ્ટિક, લાઈટો, ઇલેક્ટ્રોનિક વાયરીંગ સહિતની વસ્તુનો ઉપયોગ કરીને આબેહૂબ સાળંગપુરના કષ્ટભંજનની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. ભક્તો અહીં નોમ સુધી દર્શન કરી શકશે. રાજકોટ શહેર ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિના રંગમાં રંગાઈ ગયું છે. રાજમોતી મહેલ પાસે આવેલી મયુરનગર શેરી નંબર એકમાં સાળંગપુર જેવું હનુમાનજીનું મંદિર બનાવવામાં આવ્યું છે. અહીં સાળંગપુરનું મંદિર, ભોજનાલય, ધર્મશાળા અને હનુમાનજીની મૂર્તિ સહિત બાગ બગીચા સહિતની વસ્તુઓ દર્શાવવામાં આવી છે. સાળંગપુરનું આ મંદિર બનાવવા માટે આ ગ્રુપ દ્વારા સાળંગપુર મંદિરની મુલાકાત લેવામાં આવી હતી. જે બાદ સાળંગપુર મંદિરની આબેહૂબ મૂર્તિ બાલ કૃષ્ણ ગ્રુપ દ્વારા બનાવવામાં આવી હતી. આપણો ધર્મ અને આપણી સંસ્કૃતિને જાળવી રાખવા માટે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. આ ગ્રુપનું કહેવું છે કે, અમે છેલ્લા 25 વર્ષથી આ રીતે જન્માષ્ટમીનો તહેવાર ઉજવીએ છીએ. ભવિષ્યમાં પણ આ રીતે કાર્યક્રમો ઉજવતા રહીશું તેવી આશા છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.