NEWS

જન્માષ્ટમીના તહેવાર વચ્ચે દ્વારકામાં હાઈ એલર્ટ, તમામ અધિકારીઓની રજા કેન્સલ

દ્વારકામાં હાઈ એલર્ટ અધિકારીઓની રજા કેન્સલ નવી દિલ્હીઃ દેવભૂમિદ્વારકા જિલ્લા તંત્ર દ્રારા સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની સાથે સંપર્કમાં રહીને સ્થાનિક કક્ષાએ અગમચેતીના પગલાં આપી દેવાય છે. હવામાાન વિભાગની આગાહી પ્રમાણે આજથી 28 તારીખ સુધી રાજયમાં ભારે વરસાદ રહેશે જેને લઈને આ એલર્ટ અપાયું છે. દ્વારકામાં એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. વરસાદ પડવાની આગાહી થતાં ટીમ હાલ દેવભૂમિ દ્વારકા પહોંચી છે. જેથી રાહત અને બચાવ કામગીરી સમય સર થઈ શકે. સરકાર દ્રારા એનડીઆરઆફ ટીમ 1ને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડિપ્લોય કરવામાં આવી છે. બીજી તરફ જિલ્લા કલેકટર જી ટી પંડયાના માર્ગદર્શન હેઠળ દ્વારકા સ્ટેન્ડ બાય પર છે. કલેકટરે ન્યુઝ18 ગુજરાતીના માધ્યમથી અપીલ કરી છે કે લોકો પાણીના પોઈન્ટ અને નીચાણવાળા વિસ્તારથી દુર રહે. ભારે વરસાદને કારણે આફત ઉભી થઈ શકે તેવાં વિસ્તારોમાં ન જવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે બીજી તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર જી ટી પંડ્યાએ વહીવટ તંત્રના અધિકારીઓને હેડ કવાર્ટર પર હાજર રહેવા અને રજાઓ રદ કરતો હુકમ પણ કર્યો છે. આજે દેવભુમિ દ્વારકામાં 1 ઈંચ વરસાદ બાદ અચાનક જ સાંજના સમયે દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો હતો સવારથી જ હળવા અને ધીમી ધારે પડતાં વરસાદ બાદ અચાનક દરિયામાં જોવા મળેલો કરંટ તંત્ર માટે ચિંતાનો વિષયબન્યો છે. જન્માષ્ટમીબાદ એટલે કે 27 મી ઓગસ્ટ 2024 મંગળવારના દિવસે દ્વારકા પર વરસાદ તુટી પડે તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દરિયાકાંઠાના વિસ્તારમાં રેડ એલર્ટ જ્યારે માછીમારોને 28 તારીખ સુધી દરિયો ન ખેડવા સુચના આપી દેવાય છે જેને કારણે સિગ્નેચર બ્રિજ પાસે પણ તમામ ફેરી બોટ સહિત માછીમારો દરિયાકાંઠે જોવા મળ્યા હતા દ્વારકા જિલ્લામાં પરિસ્થિતિ ખરાબ થશે તો નીચાણવાળા ગામનાં લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી શકે છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.