NEWS

Stree 2 Collection: શ્રદ્ધા કપૂરની 'સ્ત્રી 2' એ દુનિયાભરમાં છાપ્યા કરોડો રૂપિયા, તોડ્યા અનેક રેકોર્ડ, જાણો કેટલું કલેક્શન કર્યું

‘સ્ત્રી 2’ એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. Stree 2 Collection: શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની હોરર કોમેડી ફિલ્મ ‘સ્ત્રી 2’ એ દુનિયાભરમાં ધૂમ મચાવી દીધી છે. પહેલાં દિવસથી લઇને અત્યાર સુધીમાં ‘સ્ત્રી 2’ એ છપ્પરફાડ કમાણી કરી લીધી છે. શ્રદ્ધા અને રાજકુમાર રાવની આ હોરર કોમેડી ફિલ્મએ વર્લ્ડવાઇડ કમાણીનાં મામલે ઇતિહાસ રચી દીધો છે. આ મુવીને લઇને ફેન્સમાં જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે. તો જાણો ફિલ્મએ ટોટલ કેટલી કમાણી કરી. આ પણ વાંચો: ‘કુમકુમ ભાગ્ય’ ફેમ આશા શર્માનું નિધન, 88 વર્ષની વયે લીધાં અંતિમ શ્વાસ Sacnilk નાં રિપોર્ટ અનુસાર ફિલ્મએ કાલ સુધી એટલે કે રવિવાર સુધીમાં બોક્સ ઓફિસ પર 44 કરોડ રૂપિયાની તાબડતોબ કમાણી કરી છે. શનિવારનાં રોજ ફિલ્મએ 33 કરોડ રૂપિયાનું કલેક્શન પોતાને નામે નોંધી દીધું છે. આ સાથે દેશભરમાં ફિલ્મની કમાણી 386.97 કરોડ રૂપિયા પહોંચી ગઇ છે. મેડોક ફિલ્મ્સે ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ‘સ્ત્રી 2’નાં લેટેસ્ટ વર્લ્ડવાઇડ કલેક્શનની જાણકારી આપી છે. દુનિયાભરમાં ફિલ્મની કમાણીની વાત કરીએ તો 505 કરોડનો આંકડો પાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ‘સ્ત્રી 2’નું નિર્દેશન અમર કૌશિકે કર્યું છે. આ વર્ષે 2018માં રિલીઝ થયેલી ફિલ્મ હોરર-કોમેડી સ્ત્રીની સિક્વલ છે, જે બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઇ હતી. વર્ષ 2018માં આ ફિલ્મથી પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જીને એક નવી ઓળખ મળી છે. આ પણ વાંચો: ઐશ્વર્યા રાયની આ 2 આદતોથી કંટાળી ગઇ હતી નણંદ શ્વેતા, જાણો સાસુ જયા બચ્ચને શું કહ્યું? ‘સ્ત્રી 2’ બોક્સ ઓફિસ પર કમાણીનાં મામલે ‘સ્ત્રી’ કરતાં આગળ નીકળી ગઇ છે. ફિલ્મને ઓડિયન્સનો જબરજસ્ત રિસ્પોન્સ મળ્યો છે. ‘સ્ત્રી 2’ માં સરકટાનો આતંક લોકોને હચમચાવી નાખે એવો છે. આ સાથે અક્ષય કુમાર અને વરુણ ધવનનો કેમિયો જોવા મળ્યો. વરુણ ધવન ફિલ્મમાં ઇચ્છાધારી ભેડિયાના રોલમાં જોવા મળ્યો હતો. આમ, વાત કરવામાં આવે તો ‘સ્ત્રી 2’ મુવીને લઇને ફેન્સમાં જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગમાં પણ જોરદાર રહ્યું હતું. ‘સ્ત્રી 2’ મુવીએ કમાણીનાં મામલે અનેક રેકોર્ડ બ્રેક કર્યાં છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.