NEWS

શું ભારતમાં બેન થશે Telegram? CEOની ફ્રાન્સમાં ધરપકડ બાદ ભારતમાં પણ એક્શન મોડમાં સરકાર

CEOની ફ્રાન્સમાં ધરપકડ બાદ એજન્સીની રડાર પર કંપની પોપ્યુલર મેસેજિંગ એપ ટેલિગ્રામની મુશ્કેલીઓ વધી શકે છે. વાસ્તવમાં, ભારત સરકાર ક્રિમિનલ એક્ટિવિટીઝને લઈને ટેલિગ્રામની તપાસ કરી રહી છે. જેમાં બળજબરીથી વસૂલાત અને જુગાર જેવા કેસનો સમાવેશ થાય છે. એક સરકારી અધિકારીએ અમારી સહયોગી કંપની મનીકંટ્રોલને આ અંગે જણાવ્યું છે. અધિકારીના જણાવ્યા અનુસાર, જો તપાસના પરિણામોમાં આ કેસોની પુષ્ટિ થાય છે, તો સરકાર આ મેસેજિંગ એપને બેન કરી શકે છે. 24 ઓગસ્ટે પેરિસમાં કંપનીના 39 વર્ષીય સ્થાપક અને સીઈઓ પાવેલ ડુરોવ(Pavel Durov)ની ધરપકડ બાદ આ મામલો સામે આવ્યો છે. તેની એપની મોડરેશન પોલિસીને લઈને ધરપકડ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, એપ્લિકેશન પર ગુનાહિત ગતિવિધિઓને રોકવામાં નિષ્ફળ રહેવા બદલ તેની અટકાયત કરવામાં આવી હતી. એક સરકારી અધિકારીએ નામ ન આપવાની શરતે મનીકંટ્રોલને જણાવ્યું હતું કે, “ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર અને મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (MeitY) ટેલિગ્રામ પર P2P કમ્યુનિકેશનની તપાસ કરી રહી છે,” . તેમણે કહ્યું કે, ગૃહ મંત્રાલય અને MeitY દ્વારા કરવામાં આવી રહેલી તપાસમાં બળજબરીપૂર્વક વસૂલાત અને જુગાર જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ પર વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તેમજ અધિકારીએ આ પ્લેટફોર્મ બન થવાની શક્યતાને નકારી ન હતી. તેમણે કહ્યું કે તપાસમાં જે પણ સામે આવશે તેના આધારે નિર્ણય લેવામાં આવશે. આ પણ વાંચો: જલદી ઓન કરી દો આ 2 સેટિંગ, ચોર તમારો ફોન સ્વિચ ઓફ નહીં કરી શકે ટેલિગ્રામના ભારતમાં 50 લાખ રજીસ્ટર્ડ યુઝર્સ છે. મનીકંટ્રોલે ટેલિગ્રામ પાસેથી આ અંગે માહિતી માંગી છે. કંપનીનો પ્રતિસાદ મળ્યા બાદ આ સમાચાર અપડેટ કરવામાં આવશે. આ દરમિયાન, ટેલિગ્રામના વડા પાવેલ ડુરોવની ફ્રાન્સમાં ધરપકડ કરવામાં આવ્યા બાદ, માહિતી અને ટેકનોલોજી મંત્રાલય (IT)એ ગૃહ મંત્રાલય પાસેથી માહિતી માંગી છે. આમાં તેણે પૂછ્યું છે કે શું ભારતમાં પણ એપ દ્વારા કોઈ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આઈટી મંત્રાલયે આ અંગે કોઈ જવાબ આપ્યો નથી. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.