NEWS

જલદી ઓન કરી દો આ 2 સેટિંગ, ચોર તમારો ફોન સ્વિચ ઓફ નહીં કરી શકે

ફોન ચોરાઇ જાય ત્યારે વ્યક્તિને અનેક ઘણું નુકસાન થાય છે. Smartphone Tips: આજકાલ સ્માર્ટફોન આપણી જિંદગીમાં મહત્વનો હિસ્સો બની ગયો છે. સ્માર્ટફોનનો ઉપયોગ માત્ર કોલિંગ તેમજ સોશિયલ મિડીયા માટે જ નહીં, પરંતુ બીજા કામમાં પણ અનેક રીતે ઉપયોગમાં આવી શકે છે. સ્માર્ટફોનનાં ઉપયોગથી બેન્કનાં કામથી લઇને બીજા અનેક કામ સરળ થઇ જાય છે. આ સાથે તમે ઘરે બેઠા બહારનાં કામ પૂરાં થઇ શકે છે. અનેક એપ્સ એવી હોય છે જેનાં દ્રારા તમે પોતે એન્ટરટેન કરી શકો છો. આમ, જ્યારે સ્માર્ટફોન ચોરી થઇ જાય ત્યારે ભારે નુકસાન થાય છે. આ સાથે બીજા ડેટાને લઇને પણ આપણને ચિંતા રહેતી હોય છે. ફોન ચોરી થઇ જાય તો હેકર્સ તમારા ફોનમાંથી અનેક ડેટાથી લઇને વીડિયો સુધીની વસ્તુઓને હેક કરી શકે છે. પરંતુ હવે ફોન ચોરાવવાનું ટેન્શન નહીં રહે. તમારો ફોન ચોરાઇ ગયા પછી શખ્સ પણ એનો ઉપયોગ નહીં કરી શકે. તો જાણો આ માટે સ્માર્ટફોનમાં કયા બે સેટિંગ કરવાના રહેશે. આ પણ વાંચો: સેમસંગ લોન્ચ કરશે સૌથી પાતળો સ્માર્ટફોન!, જાણો ફીચર Android યુઝર્સ ફોનને ચોરી થતાં બચાવવા માટે આ સેટિંગ્સ ઓન કરી શકે છે. આ માટે યુઝરનાં ફોનમાં Android 13 તેમજ એની ઉપરનું વર્જન હોવું જોઇએ. આમ, તમે આ 2 સેટિંગ્સ સ્માર્ટફોનમાં ઓન કરી દેશો તો તમને અનેક ફાયદો થઇ શકે છે. આ નામ જાણીને તમને ખબર પડી જશે. આ સેટિંગ તમે ફોનમાં કરી દેશો તો ચોર તમારો સ્માર્ટફોન સ્વિચ ઓફ નહીં કરી શકે. ફોન સ્વિચ ઓફ ના કરી શકવાને કારણે ફોનને ટ્રેસ કરવાનું સરળ થશે. આમ, કરવાથી તમારો ફોન સરળતાથી મળી જશે. આ પણ વાંચો: રહી જશો તો પસ્તાશો, સસ્તાંમાં કંપનીનાં ફ્રિજ લેવા ખાસ જાણી લો આ ઓફર વિશે આ સેટિંગ ઓન કરવા માટે સૌથી પહેલાં ફોનનાં સેટિંગ્સમાં જાવો. ત્યારબાદ Security and Privacy માં ઓપ્શન પર ક્લિક કરો. પછી More Security and Privacy પર ટેપ કરો અને આગળ વધો. અહીંયા તમને Required Password to Power Off નું ઓપ્શન જોવા મળશે. આની પર ક્લિક કરો અને ટૂગલને ઓન કરી દો. આ રીતે ફોનને ઓફ કરવા માટે પાસવર્ડની જરૂર પડશે. પાસવર્ડ વગર ફોનને સ્વિચ ઓફ કરવો સંભવ નહીં થાય. કોઇ પણ એન્ડ્રોઇડ સ્માર્ટફોનને ટ્રેક કરવા માટે આ ફીચર ઓન હોવું ખૂબ જરૂરી છે. આ માટે ફોનનાં સેટિંગ્સમાં જાવો અને Security and Privacy પર ટેપ કરો. આગળનાં સ્ટેપમાં Device Finders નાં ઓપ્શન પર ટેપ કરો. પછી Find your offline devices પર ટેપ કરો અને આગળનાં પેજ પર જાવો. અહીંયા તમને With Network in all areas નાં ઓપ્શન પર સિલેક્ટ કરવાનું રહેશે. (નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. આ વિશે એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.) None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.