NEWS

પ્રભુને પણ પૂરનું પાણી નડ્યું! નવસારીમાં ગણપતિ દાદાની મૂર્તિનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર

ગણપતિ દાદા સહિત અનેક લોકોનું કરાયું સ્થળાંતર નવસારી: અનરાધાર વરસી રહેલા વરસાદને પગલે નવસારી જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડમાં કામગીરી કરી રહ્યું છે. જિલ્લાની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીના જળસ્તરમાં સતત વધારો થતા નાગરિકોને સલામત સ્થળે પહોચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં નવસારી જિલ્લાની બીલીમોરા નગરપાલિકાના ફાયર સ્ટેશનના કર્મચારીઓ ખડેપગે રહીને ફરજ બજાવી રહ્યા છે. આજે ગણદેવી તાલુકાના બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ દેસરા કુંભારવાડમાં 20 વ્યક્તિઓ ફ્સાઇ જતાં બીલીમોરા નગરપાલિકાની ટીમે નાગરિકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા હતા. પ્રભુને પણ પૂર્ણા નદીના પૂરનું પાણી નડ્યું નવસારીની પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નદીની જળ સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને આજુબાજુના નીચાણવાળા વિસ્તારોમાં પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા છે. જેથી સમગ્ર નવસારી શહેરમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાય છે. શહેરના ઠક્કરબાપા વિસ્તારમાં પૂર્ણા નદીના પાણી પ્રવેશતા ગણપતિ દાદાને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. નવસારી શહેરમાં પાણી ભરાયેલા વિસ્તારોની વાત કરીએ તો બેશક ખાડા રીંગરોડ નીચેના નગરી, રંગૂનનગર, કાશીવાડી, કાલીયાવાડી, કમેલા રોડ, ગધેવન બંગ્લોઝ સહિતના તમામ વિસ્તારોમાં હાલ પાણીમાં તરબોળ થઈ ગયા છે. નવસારીવાસીઓને સુરક્ષિત સ્થળે રહેવા અપીલ નવસારી જિલ્લાના કલેક્ટર દ્વારા મળતી માહિતી મુજબ 1573 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ગણદેવી તાલુકાના સાલેજ ગામમાં એક વ્યક્તિનું મોત પણ થયું છે. પૂર્ણા નદીની સપાટી 30 ફૂટ સુધી જવાની સંભાવના છે. પૂર્ણા નદીની સપાટી 23 ફૂટ સુધી પહોંચશે, અંબિકા નદીની સપાટીમાં પણ વધારો થવાની સંભાવના છે. ત્યારે ગણદેવી તાલુકામાંથી 29 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આવતીકાલે બપોરે સુધીમાં લોકોને સુરક્ષિત સ્થળે રહેવા માટે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.