NEWS

સુરતમાં ડબલ મર્ડરની ઘટના, પતિએ પેરોલ પર જેલમાંથી છૂટી પત્ની અને પ્રેમીની કરી હત્યા

પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોતા આરોપીએ કર્યું ડબલ મર્ડર.(પ્રતિકાત્મક ફોટો) સુરત : ગતરોજ સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં આવેલી કોમ્યુનિટી હોલ પાસે બે વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા હતા. જે સંદર્ભે પોલીસે ઘટના કરે છે તપાસ કરી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે જે બંને વ્યક્તિઓના મૃત્યુ થયા છે તેમાંથી એક મહિલાનું નામ શારદા છે અને બીજા યુવકનું નામ અર્જુન છે. આ લોકો વિશે વધુ માહિતી મેળવવા પોલીસે આજુબાજુમાં પુસ્તક કરતાં ખબર પડી હતી કે શારદા તે મુકેશ રાઠોડ ની પત્ની છે અને અર્જુન મુકેશ રાઠોડ નો મિત્ર છે. મુકેશ હત્યાના ગુનામાં આજીવન કેદની સજા કાપી રહ્યો છે. મુકેશ થોડા દિવસ પહેલા સાત દિવસની પેરોલથી બહાર આવ્યો હતો અને આ લોકો એક સાથે જતા ત્યારે પોલીસે બંને લોકોના મૃતદેહને પોસ્ટ માટે મળતી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવ્યો હતો. પરંતુ મુકેશની કોઈપણ ભાળ લાગી ન હતી. ત્યારે પોલીસે મુકેશ રાઠોડને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા અને કેમેરાની મદદથી પોલીસને ખબર પડી હતી કે મુકેશ ડુમ્મસ તરફ ક્યાંય ગયો છે. જે અનુસંધાને ખટોદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમ પી.એસ.આઇ અને અન્ય પોલીસ કર્મીઓ ડુમ્મસ તરફ દોટ મૂકી હતી અને ગણતરીના કલાકમાં મુકેશ રાઠોડને પકડી પાડ્યો હતો મુકેશ રાઠોડની વધુ પૂછપરછ ધરતા ખબર પડી હતી કે તેની પત્ની શારદા તે અર્જુન સાથે અનેક સંબંધ ધરાવતી હતી અને ગતરોજ મોડી રાત્રે તેની પત્ની શારદા અને તેના મિત્ર અર્જુનને કઢંગી હાલતમાં જોઈ આવેશમાં આવી તેને બંનેનું મૃત્યુ નીપજ આવેલ છે ત્યારે ખટોદરા પોલીસે મુકેશ રાઠોડની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરત પોલીસના જણાવ્યા અનુસાર આશરે 12 વર્ષ અગાઉ મુકેશ રાઠોડએ કૌટુંબિક સંબંધી કોઈની હત્યા કરીને જેલવાસ ભોગવી રહ્યો હતો. ત્યારે જેલમાંથી સાત દિવસની પેરોલ લઈ તે બહાર આવ્યો હતો. બહાર આવતા તેને પત્ની શારદા અને મિત્ર અર્જુનના અને સંબંધો વિશે ખબર પડી હતી. ત્યારે તેને પત્નીને અર્જુનને છોડી દેવાનું કહ્યું હતું, પરંતુ તેની પત્ની શારદા માની ન હતી. જે સંદર્ભે ખટોદરામાં આવેલ પાલિકાના વેસ્ટેજ કમ્પાઉન્ડના પતરાના શેડમાં મોડી રાત્રે આરોપી મુકેશ રાઠોડ તેની પત્ની શારદા અને મિત્ર અર્જુન ત્રણેય એકસાથે જમવા બેઠા હતા. જમ્યા બાદ ત્રણેય લોકો સૂઈ ગયા હતા. મોડી રાત્રે જ્યારે મૂકેશ ઉઠે છે, તો પત્ની શારદા અને મિત્ર અર્જુન અને કઢંગી હાલતમાં જોયા હતા. આ જોઈ તેનાથી બરદાસ્ત ન થતા આવેશમાં આવી નજીકમાં મુકેલા પાવડા વડે બંને પર હુમલો કરી ઘટના સ્થળે મૃત્યુ નિપજાવી ત્યાંથી ભાગી ગયેલ હતો. આ પણ વાંચો : સાગા મોટા ભાઈએ જ નાના ભાઈને પતાવી દીધો, હત્યાનું કારણ જાણી પોલીસ ચકરાવે ચડી પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે મુકેશ ત્યાં હાજર દેખાઈ આવ્યો તે સંદર્ભે પોલીસે અગાઉથી જ મુકેલ પર શંકા હતી તેને લઈ તેને વિસ્તારમાં આવેલા સીસીટીવી ચેક કરતા તે ડુમ્મસ તરફ ત્યાં જવા નીકળેલ છે. જેથી તાત્કાલિક ધોરણે ખટોદરા પોલીસ સ્ટેશનના પી આઈ બી આર રબારીએ સ્થાપના પીએસઆઇ જાડેજા અને અન્ય પોલીસ કર્મીની ટીમ બનાવી ડુમ્મસ તરફ રવાના કરી ત્યાંના સીસીટીવી ચેક કરતા માલુમ પડેલ કે નજીકના એક ખંડેર મકાનની પછાડીએ ગયો છે. જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે તે ભાગી ગયો હતો પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં આરોપી મુકેશ રાઠોડનું પીછો કર્યો અને કાદવ કીચડમાં કૂદીને આરોપી મુકેશ રાઠોડને ઝડપી પાડ્યો હતો. મુકેશ રાઠોડ ને ઝડપી પાડતા તેની પૂછપરછમાં કબૂલ્યું હતું કે, પત્નિ અને તેના પ્રેમી અને મારા મિત્રેને કઢંગી હાલતમાં જોઈ આ પરિસ્થિતિને લઈ હું આવેશમાં આવી ગયો હતો અને અને આ બંનેની હત્યા નીપજાવી છે. પોલીસે મુકેશ રાઠોડ ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.