NEWS

ભારે વરસાદને પગલે સુરતના આ મંદિરે લીધી જળ સમાધી, મંદિરમાં ભરાયા ઢીંચણસમા પાણી, જુઓ દ્રશ્યો

ભારે વરસાદને પગલે સુરતના આ મંદિરે લીધી જળ સમાધી, મંદિરમાં ભરાયા ઢીંચણસમા પાણી સુરત: ગુજરાત રાજ્યમાં ગતરોજથી જ મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે. જેથી નિચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. તાપી નદી બે કાંઠે વહી દક્ષિણ ગુજરાતના જીવવા દોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની આવક સતત વધતા વહીવટી તંત્ર દ્વારા સમયાંતરે પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને લઈને ગતરોજ પણ ઉકાઈ ડેમમાંથી બે લાખથી વધુ પાણી છોડવામાં આવ્યું હતું. જો કે, ઉપરવાસથી પાણીની આવક સતત થતા વધુ 2,47,363 ક્યુસેક પાણી છોડાતા સુરતમાં તાપી નદી બે કાંઠે વહી રહી છે. હાલ ડેમની સપાટી 336.44 ફૂટે પહોંચી છે અને તાપી નદીના જળસ્તરમાં વધારો થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા પામ્યા છે. જોકે તંત્ર દ્વારા નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું અગાઉથી જ સ્થળાંતર કરી દેવામાં આવ્યું હતું. સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ મહત્વનું છે કે,આ વર્ષે પ્રથમ વખત ગુજરાતભરમાં આ પ્રકારની સ્થિતિ સર્જાય છે. તાપી નદી સમુદ્રની જેમ બે કાંઠે વહેવાના કારણે રાંદેરના પાંચપીપળી વિસ્તારમાં આવેલા અને જુના મંદિર એવા સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર પણ પાણીમાં ગરકાવ થયું છે. મંદિર પરિસર સંપૂર્ણરીતે વરસાદી પાણીમાં ગરકાવ થયું છે. મંદિરનું શિવલિંગ પાણીમાં ગરકાવ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં વરસાદી પાણી ભરાવાના કારણે ભગવાન ભોલેનાથ એ જાણે જળ સમાધી લીધી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સુરતમાં ફ્લડગેટ બંધ થતા વરસાદી પાણી બેકઅપ મારી રહ્યા છે. જેને લઇને મંદિરનું શિવલિંગ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. મંદિરમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા અને સ્થાનિકોનો માન્યે તો મંદિરમાં પાણી હજી વધી રહ્યા છે. જેને લઇને શિવ ભક્તોમાં દુઃખની લાગણી જોવા મળી હતી. ઘૂંટણ સમા પાણી મંદિરમાં ભરાયા આ અંગે સ્થાનિક મીનાક્ષીબેન સારંગે જણાવ્યું હતું કે, હું પાંચ પીપળા સ્ટ્રીટમાં રહું છું અને અહીં સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. હાલ શ્રાવણ મહિનો હોવાને કારણે અનેક લોકો મહાદેવના અભિષેક કરવા માટે આવે છે. રવિવારે વરસાદને લઈને રાત્રે મંદિરના પરિસર સુધી પાણી આવ્યું હતું. ગઈકાલે શ્રાવણના સોમવારે લોકો અભિષેક કરવા માટે આવ્યા ત્યારે ઘુંટણ સમા પાણી મંદિરમાં ભરાઈ ચૂક્યા હતા. ગતરોજ બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ઘૂંટણથી ઉપર પાણી ભરાઈ ગયા હતા. છે. સ્તંભેશ્વર મહાદેવ દરિયામાં ડૂબી જાય છે તે રીતે અમારા સિદ્ધેશ્વર મહાદેવ પણ વરસાદી પાણીમાં ડૂબી ગયા છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.