NEWS

Hair Growth: રાતે સૂતા પહેલા આ એક પીળી વસ્તુથી કરો માથાની ચંપી, ઘાસ જેવા વાળ પણ થઇ જશે સિલ્કી-સોફ્ટ

ડ઼્રાય-ડેમેજ હેરનો નેચરલ ઇલાજ Treating Dry Hair With Desi Ghee: વાળની લંબાઇ, તેનો કાળો કલર અને વાળની સ્ટ્રેન્થ માટે તમે ભલે ગમે તેટલા પ્રયાસ કરો પરંતુ જો તમારા વાળ ફ્રિઝી, ડ્રાય હશે કે તેને મેનેજ કરવામાં સમસ્યા આવે તો તેનાથી તમારો આખો લુક ખરાબ થઇ શકે છે. ઘણીવાર લોકો મોંઘી હેર કેર પ્રોડક્ટ્સ (Hair care products) ઉપયોગ કરે છે પરંતુ તે બાદ પણ તેના વાળનું ટેક્સ્ચર ખરાબ જ રહે છે. ખરેખર, વાળની ડ્રાયનેસ ઓછી કરવા માટે તમારે કોઇ એવી વસ્તુ ઉપયોગમાં લેવી જોઇએ જે વાળને સોફ્ટ બનાવો અને તેને અંદરથી પોષણ પણ આપે. આવી જ એક નેચરલ વસ્તુ છે દેશી ઘી (Using Ghee For Soft Hair) વાળ ખરવાની અને સતત પાતળા થવાની સમસ્યાને દૂર કરવા માટે ઘણા પ્રકારના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ, શું તમે ક્યારેય તમારા માથા પર ઘી લગાવવાનો પ્રયાસ કર્યો છે? ખરેખર, વાળ પર ઘી લગાવવું એ એક આયુર્વેદિક ઉપાય છે જે હેર ગ્રોથ વધારવા અને તેને ઘટ્ટ બનાવવામાં અસરકારક છે. ઘી એ એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણો અને એન્ટી-ઓક્સીડેન્ટનો પણ સારો સોર્સ છે જે વાળની ઘણી સમસ્યાઓને પણ દૂર કરે છે. જાણો વાળમાં ઘી કેવી રીતે લગાવવું અને તેને લગાવવાના શું ફાયદા છે. આ પણ વાંચો : Belly Fat: 28થી 40ની થઇ ગઇ છે કમર? પટારા જેવા પેટની ચરબી ગાયબ કરી દેશે આ દેશી પાવડર, આ રીતે બનાવીને કરી લો સ્ટોર ઘી છે ડ્રાય-ડેમેજ હેરનો નેચરલ ઇલાજ દેશી ઘીની મસાજ પહેલાના જમાનામાં એક કોમન હેર કેર રૂટિન હતું. પરંતુ લોકોને હવે તેના વિશે જાણકારી ઓછી છે અને સમયની કમીના કારણે તે ઘીથી માથાની ચંપી નથી કરી શકતાં. પરંતુ શું તમે જાણો છો કે તમારા ઘરમાં બોટલોમાં ભરેલું ઘી તમારા વાળમાં નવા પ્રાણ ફૂંકી શકે છે. ચાલો તમને જણાવીએ કે વાળની ડ્રાયનેસ ઓછી કરવા માટે ઘીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે. વાળમાં દેશી ઘી કેવી રીતે લગાવી શકાય? તમારા વાળને શેમ્પૂ કરો અને તેને સારી રીતે સુકાવા દો. હવે એક બાઉલમાં ઘી ગરમ કરો. ત્યાર બાદ ઘી ને થોડું ઠંડુ થવા દો. તમારા સ્કેલ્પ અને વાળ પર (મૂળથી છેડા સુધી) સહેજ ગરમ અથવા નવશેકું ઘી લગાવો. હવે તમારી આંગળીઓથી માથામાં હળવા હાથે મસાજ કરો. પછી, વાળનો બન બનાવો અને તેને બાંધી લો. વાળમાં ઘી લગાવીને 3-4 કલાક સુધી રહેવા દો. તમે તેને આખી રાત પણ લગાવીને રાખી શકો છો. બીજા દિવસે સવારે શેમ્પૂ કરો. વાળમાં ઘી લગાવવાના ફાયદા (Benefits Of Applying Ghee On Hair) હેર ગ્રોથ થાય વાળમાં ઘી લગાવવાથી સ્કેલ્પનું બ્લડ સર્ક્યુલેશન વધે છે, જેનાથી વાળ લાંબા, જાડા અને હેલ્ધી બને છે. આ વાળના ગ્રોથમાં પણ મદદ કરે છે અને આ ઉપાય વાળ ખરવાની સમસ્યાને દૂર કરવામાં પણ મદદરૂપ છે. વાળમાં ઘી લગાવવા માટે તેને થોડું ગરમ કરો અને આંગળીઓ કે રૂપની મદદથી વાળના મૂળથી છેડા સુધી ઘી લગાવો. તેને આખી રાત માથા પર રાખી શકાય છે અથવા માથું ધોવાના એક કલાક પહેલા વાળમાં ઘી લગાવી શકો છો. આ પણ વાંચો: કાનમાં કાનખજૂરો ઘુસી જાય તો ભૂલેચૂકે પણ ન કરતાં આ ભૂલ, ઝેર ફેલાય તે પહેલા કરી લો આ 6 કામ, સ્કિન પર નહીં થાય એલર્જી ડેન્ડ્રફ દૂર થઈ જશે ડેન્ડ્રફથી છુટકારો મેળવવામાં પણ ઘી અસરકારક છે. એક બાઉલમાં 2 ચમચી ઘી, એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી બદામનું તેલ મિક્સ કરો. આ મિશ્રણને સ્કેલ્પ પર સારી રીતે લગાવો અને એક કલાક પછી માથું ધોઈ લો. ડેન્ડ્રફ દૂર થશે. વાળ સોફ્ટ થઈ જશે જો કે વાળમાં સાદું ઘી લગાવવાથી પણ વાળ મુલાયમ બને છે, પરંતુ તેને નારિયેળ તેલમાં ભેળવીને લગાવવાથી વાળ અત્યંત મુલાયમ બને છે. એક ચમચી નારિયેળ તેલમાં સમાન માત્રામાં ઘી મિક્સ કરો. તેને માથા પર લગાવો અને એકથી દોઢ કલાક પછી માથાને રોજની જેમ શેમ્પૂથી ધોઈ લો. જો તમે અઠવાડિયામાં એકવાર પણ આ ઉપાય અજમાવશો તો તમને તમારા વાળ પર કમાલની અસર જોવા મળશે. સ્કેલ્પમાં મોઇશ્ચર રહેશે જેમના વાળ વધુ પડતા ડ્રાય છે તેમના માટે ઘી કમાલ સાબિત થાય છે. ઘી વડે માથાની માલિશ કરવાથી ડ્રાય, ખંજવાળવાળા અને ફ્લેકી સ્કેલ્પને મોઇશ્ચર મળે છે. ઘી વાળમાંથી ડ્રાયનેસ દૂર કરે છે અને વાળને સોફ્ટ, સિલ્કી અને ચમકદાર બનાવે છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.